[:en]ઘાયલ થયા, પરાજિત નહીં: ઓસ્ટ્રેલિયા ટૂરમાં ગયેલી ભારતની ઈન્જર્ડ ઈલેવનમાં હવે માત્ર 3 ખેલાડીઓ ઘટે અને કેપ્ટન કોહલી રજા પર છે; તેમ છતાં સીરિઝ 1-1ની બરાબર પર[:]

[:en]ઘાયલ થયા, પરાજિત નહીં: ઓસ્ટ્રેલિયા ટૂરમાં ગયેલી ભારતની ઈન્જર્ડ ઈલેવનમાં હવે માત્ર 3 ખેલાડીઓ ઘટે અને કેપ્ટન કોહલી રજા પર છે; તેમ છતાં સીરિઝ 1-1ની બરાબર પર[:]

[:en]

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

18 મિનિટ પહેલા

 • કૉપી લિંક

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ સીરિઝની સિડની ખાતેની ત્રીજી મેચ ડ્રો થઇ છે. ટીમ ઇન્ડિયાએ વિરાટ કોહલીની ગેરહાજરીમાં 131 ઓવર બેટિંગ કરીને મેચ બચાવી લીધી. ટીમ ઇન્ડિયામાં ખાલી નિયમિત કેપ્ટન કોહલીની જ ગેરહાજરી છે, એવું નથી. ટૂરના સિલેક્શન સમયથી લઈને આજે ત્રીજી મેચ સમાપ્ત થાય ત્યાં સુધીમાં કુલ 8 ખેલાડીઓ ઈજાના લીધે સીરિઝનો ભાગ બની શક્યા નથી. ઉલ્લેખનીય છે કે, સિડનીમાં 161 બોલમાં 23 રન કરનાર હનુમા વિહારી પણ ઈન્જર્ડ છે અને હવે સીરિઝની પણ બહાર થઇ ગયો છે. આપણે આ 8 ખેલાડીઓની ઇજા વિશે વાત કરીશું અને જાણીશું કે શું અંતિમ ટેસ્ટ અને નિર્ણાયક ટેસ્ટમાં ટીમને બેટિંગ કે બોલિંગ ડિપાર્ટમેન્ટમાં કોઈની કમી પડશે કે નહીં.

ઇશાંત અને ભુવનેશ્વર ઇજાના લીધે ટૂર પર આવી શક્યા નહીં

 • ટીમના મુખ્ય ફાસ્ટ બોલર્સ ઇશાંત શર્મા અને ભુવનેશ્વર કુમાર ઇજાને લીધે ટૂર પર આવી શક્યા નહોતા.
 • ઇશાંતને ઇન્ડિયન પ્રીમિયર લીગ દરમિયાન પીઠમાં ઇજા થઇ હતી. તે IPL પણ પૂરી રમી શક્યો નહોતો અને વહેલો વતન પરત થયો હતો.
 • કહેવામાં આવી રહ્યું હતું કે તે કદાચ, અંતિમ બે ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયા જઈ શકે છે, પરંતુ તે સમયસર ફિટ નહોતો થયો.
 • બીજીતરફ, ભુવનેશ્વર કુમાર પણ હેમસ્ટ્રીંગની ઇજાને કારણે આખી IPL રમી શક્યો નહોતો.
 • તે પણ ઇશાંત માફક સમયસર ફિટ થયો નહોતો અને પરિણામરૂપે ઓસ્ટ્રેલિયન ટૂર મિસ કરી હતી.
 • ભુવિ અત્યારે ફિટ છે અને સૈયદ મુશ્તાક અલી ટૂર્નામેન્ટમાં રમી રહ્યો છે.

બેટ્સમેનમાં રાહુલ પછી વિહારી પણ સીરિઝની બહાર થયો

 • લોકેશ રાહુલ પ્રથમ બે ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાનો ભાગ બની શક્યો નહોતો.
 • ઓપનર્સ પૃથ્વી શો અને મયંક અગ્રવાલ તેમજ મિડલ ઓર્ડરમાં હનુમા વિહારી ફ્લોપ જતા રાહુલ ત્રીજી મેચમાં રમવા તૈયાર હતો.
 • જોકે, તેને નેટ્સમાં કાંડામાં ઈજા થઇ હતી અને ટૂરની બહાર થઇ ગયો હતો.
 • જ્યારે હનુમા વિહારીને આજે બેટિંગ દરમિયાન ઝડપથી એક રન લેવા જતા હેમસ્ટ્રીંગ ખેંચાઈ ગઈ હતી.
 • ત્યારબાદ તેણે ભાગ્યે જ રન લીધા હતા, અને એક તરફથી છેડો સાચવી મેચ ડ્રો કરાવી હતી.
 • વિહારી હેમસ્ટ્રીંગના લીધે સીરિઝની બહાર થઇ ગયો છે અને અંતિમ મેચમાં રમી શકશે નહીં.

જાડેજા બાપુ 6 અઠવાડિયા માટે ક્રિકેટથી દૂર રહેશે

 • રવિન્દ્ર જાડેજાને બેટિંગ દરમિયાન મિચેલ સ્ટાર્કનો બોલ ડાબા હાથના અંગુઠામાં વાગ્યો હતો.
 • તે આજે પેઇન કિલર્સ અને ઇન્જેક્શન લગાવીને બેટિંગ માટે ઉપલબ્ધ હતો, પરંતુ ટીમ ખુશ છે કે તેનો વારો ન આવ્યો અને ભારતે મેચ બચાવી લીધી.
 • જાડેજા હવે ભારત પરત ફરશે. તે ઇંગ્લેન્ડ સામેની પ્રથમ બે ટેસ્ટમાંથી પણ બહાર થઇ ગયો છે.

શમી અને ઉમેશે ઇજાના લીધે ભારત પરત ફરવું પડ્યું

 • ભારતનો જ નહીં, વર્લ્ડનો બેસ્ટ સિમ બોલર મોહમ્મદ શમી ઇજાને લીધે ટૂરની બહાર થઈ ગયો હતો.
 • તેને બેટિંગ દરમિયાન બોલિંગ હેન્ડ એટલે કે તેના જમણા હાથમાં બોલ વાગ્યો હતો.
 • ફ્રેક્ચરના લીધે તે કેટલો સમય ક્રિકેટથી દૂર રહેશે તે અંગે ચોક્કસાઈ સાથે કહી શકાય નહીં. તેને હાલ 35થી 40 દિવસ આરામ કરવાનું કહેવામાં આવ્યું છે.
 • જ્યારે ઉમેશ યાદવની કાફ મસલ ખેંચાઈ જતા તે બીજી ટેસ્ટ પછી ભારત પરત ફર્યો હતો. તેણે બીજી ટેસ્ટની બીજી ઇનિંગ્સમાં બોલિંગ પણ કરી નહોતી.

કમિન્સની બોલિંગમાં પુલ કરવા જતા પંત ઈન્જર્ડ

 • ઋષભ પંતને ત્રીજી ટેસ્ટની પ્રથમ ઇનિંગ્સમાં પેટ કમિન્સનો બોલ પુલ કરવા જતા કોણીમાં ઈજા થઇ હતી. તે પછી ફિલ્ડિંગમાં આવ્યો નહોતો.
 • જોકે, તેણે બીજી ઇનિંગ્સમાં ધમાકેદાર 97 રન કરીને કાંગારુંનો જીવ ઊંચો કરી દીધો હતો.
 • તે ચોથી ટેસ્ટ પહેલા ફિટ થઇ જશે કે નહીં તે અંગે સત્તાવાર જાહેરાત થઇ નથી.

અંતિમ ટેસ્ટમાં ઈજાને લીધે શું ફેરફાર થઈ શકે છે?

 • ત્રીજી ટેસ્ટમાં રમેલા રવિન્દ્ર જાડેજા અને હનુમા વિહારી સત્તાવાર રીતે સીરિઝની બહાર થઈ ગયા છે.
 • જ્યારે ઋષભ પંત પણ લગભગ ચોથી ટેસ્ટ નહીં જ રમે તેવું નક્કી છે. તેવામાં ભારતે બે મિડલ ઓર્ડર બેટ્સમેન અને એક બોલિંગ ઓલરાઉન્ડરની જગ્યા ભરવાની છે.
 • જે ખેલાડીઓ ત્રીજી મેચ નહોતા રમ્યા અને સિલેક્શન માટે ઉપલબ્ધ છે, તેમાં મયંક અગ્રવાલ, પૃથ્વી શો, રિદ્ધિમાન સાહા, કુલદીપ યાદવ અને ટી. નટરાજન છે.
 • સાહા પંતની જગ્યા કીપર તરીકે રમી શકે છે, જ્યારે મયંકનો ટીમમાં સમાવેશ થશે.
 • તે રોહિત સાથે ઓપનિંગ કરશે અને શુભમન ગિલ મિડલ ઓર્ડરમાં વિહારીની જગ્યાએ રમે તેવી સંભાવના પ્રબળ છે.
 • જાડેજાની જગ્યાએ સ્ક્વોડમાં કોઈ ઓલરાઉન્ડર નથી, તેમાં જોવાનું રહેશે કે ભારત કુલદીપ યાદવને તક આપે છે કે પછી શો કે નટરાજનમાંથી એકને સ્થાન મળે છે.

[:]

Be the first to comment on "[:en]ઘાયલ થયા, પરાજિત નહીં: ઓસ્ટ્રેલિયા ટૂરમાં ગયેલી ભારતની ઈન્જર્ડ ઈલેવનમાં હવે માત્ર 3 ખેલાડીઓ ઘટે અને કેપ્ટન કોહલી રજા પર છે; તેમ છતાં સીરિઝ 1-1ની બરાબર પર[:]"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: