[:en]ઘટસ્ફોટ: અલી અબ્બાસ ઝફરે જણાવ્યું, ‘ભારત’ ફિલ્મના સોન્ગ ‘સ્લો મોશન’માં બેકગ્રાઉન્ડ ડાન્સર હતી અલિસિયા, સિક્રેટ વેડિંગ પર પણ ઘટસ્ફોટ કર્યો[:]

[:en]

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

10 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ફિલ્મમેકર અલી અબ્બાસ ઝફરે તેની પત્ની અલિસિયાને લઈને એક ઘટસ્ફોટ કર્યો છે. તેણે હાલમાં જ આપેલા એક ઇન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે તેની પત્ની અલિસિયા સલમાન ખાનની ફિલ્મ ‘ભારત’માં દિશા પટનીના સોન્ગ ‘સ્લો મોશન’માં બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે દેખાઈ હતી. અલીએ શુક્રવારે તેની પત્ની સાથેનો એક સુંદર ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

પેરન્ટ્સને કારણે જલદી લગ્ન કરવા પડ્યા
અલી અબ્બાસે ઇન્ટરવ્યુમાં પોતાના સિક્રેટ વેડિંગ વિશે કહ્યું, ‘મારાં માતા-પિતા કોરોના પોઝિટિવ આવ્યાં હતાં અને તેઓ વૃદ્ધ પણ થઇ રહ્યાં છે. માટે હું લગ્ન કરી લેવા ઈચ્છતો હતો. માટે અમે લગ્નની તારીખ આગળ કરવાનો નિર્ણય લીધો. બાકી મારો પ્લાન 2022માં લગ્ન કરવાનો હતો.’

‘ટાઇગર ઝિંદા હૈ’ના સેટ પર મુલાકાત
અલી અલી અબ્બાસે પત્ની અલિસિયા સાથેની લવસ્ટોરી વિશે જણાવ્યું કે તેઓ છેલ્લાં ત્રણ વર્ષથી રિલેશનમાં હતાં. બંનેની પહેલી મુલાકાત ‘ટાઇગર ઝિંદા હૈ’ના સેટ પર 2017માં થઇ હતી. અલી અબ્બાસ ઝફરે કહ્યું હતું કે ત્યાર બાદથી જ હું તેને લગ્ન કરવા માટે ફોર્સ કરી રહ્યો હતો.

ટૂંક સમયમાં ડિરેક્શન ફિલ્ડમાં અલિસિયા એન્ટ્રી લઇ શકે છે
ફ્રેન્ચ મોડલ અલિસિયા મૂળ ઈરાની છે, પણ ફ્રાન્સમાં ભણીને મોટી થઇ છે. અલીને પૂછવામાં આવ્યું કે તેની પત્ની એક્ટિંગમાં આવી શકે છે તો અલીએ કહ્યું કે આવું કોઈ પ્લાનિંગ નથી. જોકે તેણે કહ્યું કે અલિસિયા ટેક્નિકલ લેવલ પર ઘણી સમજણ ધરાવે છે. આવામાં તે ટૂંક સમયમાં ડિરેક્શન ફિલ્ડમાં આવી શકે છે.

જલદી પિતા બનવા ઈચ્છું છું
અલી અબ્બાસ ઝફરે ફેમિલી પ્લાનિંગ વિશે કહ્યું કે, ‘હા હું જલદી પિતા બનવા ઈચ્છું છું, પણ હજુ કોરોના ગયો નથી અને પિતા બનવા પહેલાં હું ઇન્ડસ્ટ્રીમાં એક સારી રિસેપ્શન પાર્ટી પણ આપવા ઈચ્છું છું. મને આશા છે કે આ ઓક્ટોબરમાં થશે. ત્યારબાદ મિસ્ટર ઇન્ડિયાનું શૂટિંગ શરૂ કરીશ.’

3 જાન્યુઆરીએ દેહરાદૂનમાં લગ્ન થશે
અલી અબ્બાસ ઝફરે અલિસિયા સાથે 3 જાન્યુઆરીના રોજ તેના હોમટાઉન દેહરાદૂનમાં લગ્ન કર્યાં હતાં. સિક્રેટ વેડિંગમાં તેના પરિવારના સભ્યો અને ક્લોઝ ફ્રેન્ડ્સ જ સામેલ હતા. અલીએ લગ્ન બાદ પત્ની સાથેનો ફોટો સોશિયલ મીડિયા પર શેર પણ કર્યો હતો પણ તેમાં તેની પત્નીનો ફેસ દેખાતો ન હતો. તેના એક દિવસ પછી તેણે તેની પત્ની સાથેનો એક ફોટો શેર કર્યો હતો. ત્યારબાદ જાણવા મળ્યું કે તેની પત્ની કોણ છે.

ફોટો સાથે તેણે એક નોટ શેર કરીને લખ્યું હતું, ‘1400 વર્ષ પહેલાં ઇમામ અલીએ ફાતિમા અલ ઝહરાને કહ્યું હતું, મારા દુઃખ અને ચિંતા ગાયબ થઇ જાય છે, જ્યારે હું તમારો ચહેરો જોઉં છું. અલિસિયા, હું તને જોઈને એકદમ એવું જ ફીલ કરું છું. જિંદગીભર માટે તું મારી છે. ત્યારબાદ તેણે તેની પત્ની અને પરિવાર સાથેનો ફોટો શેર કરી લખ્યું હતું, ‘પરિવારમાં તારું સ્વાગત છે.’

‘તાંડવ’થી અલીનું ડિજિટલ ડેબ્યુ થશે
વાત જો અલીના કામની કરીએ તો તે સલમાનની ફિલ્મ ‘સુલતાન’, ‘ટાઇગર ઝિંદા હૈ’ અને ‘ભારત’ ડિરેક્ટ કરી ચૂક્યા છે. ગયા વર્ષે ઈશાન ખટ્ટર સ્ટારર ‘ખાલી પીલી’ ફિલ્મથી પ્રોડક્શનમાં પણ ડેબ્યુ કર્યું છે. ટૂંક સમયમાં અલી ડિજિટલ ડેબ્યુ પણ કરવા જઈ રહ્યો છે. એમેઝોન પ્રાઈમ પર તેની વેબ સિરીઝ ‘તાંડવ’ રિલીઝ થવાની છે જેમાં સૈફ અલી ખાન, ડિમ્પલ કપાડિયા અને સુનીલ ગ્રોવર પણ દેખાશે. આ 15 જાન્યુઆરીએ રિલીઝ થશે.

[:]

Be the first to comment on "[:en]ઘટસ્ફોટ: અલી અબ્બાસ ઝફરે જણાવ્યું, ‘ભારત’ ફિલ્મના સોન્ગ ‘સ્લો મોશન’માં બેકગ્રાઉન્ડ ડાન્સર હતી અલિસિયા, સિક્રેટ વેડિંગ પર પણ ઘટસ્ફોટ કર્યો[:]"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: