ગ્રાઉન્ડ રિપોર્ટ: મેચ કાળી માટીની પિચ પર રમાવાની આશા,બાઉન્સ વધુ મળશે

ગ્રાઉન્ડ રિપોર્ટ: મેચ કાળી માટીની પિચ પર રમાવાની આશા,બાઉન્સ વધુ મળશે


Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચેન્નઈ12 કલાક પહેલાલેખક: આર. રામકુમાર

  • કૉપી લિંક
  • આવતીકાલથી ચેપકમાં બીજી ટેસ્ટ, ઈંગ્લેન્ડ 1-0થી આગળ છે

ભારતીય ટીમ ટેસ્ટ સીરિઝની પ્રથમ મેચ હાર્યા પછી બીજીમાં વાપસી માટે તત્પર છે. ગુરુવારે ટીમે ચેપકના મેદાન પર લગભગ ત્રણકલાક પ્રેક્ટિસ કરી. સીરિઝમાં પુનરાગમન માટે ભારતે સૌથી પહેલા કોમ્બિનેશનમાં પરિવર્તનની જરૂર છે. શાહબાઝ નદીમનું બહાર થવું નક્કી લાગે છે.

જો કે, સવાલ એ છે કે, તેના સ્થાને કોણ, કુલદીપ યાદવ કે અક્ષર પટેલ? કુલદીપ લાંબા સમયથી પુનરાગમનની રાહ જોઈ રહ્યો છે. જ્યારે પગમાં ઈજાને લીધે પ્રથમ ટેસ્ટમાં બહાર રહેલા અક્ષર પટેલે નેટ્સ પર બેટિંગ અને બોલિંગ શરૂ કરી દીધી છે. ચેન્નઈની પારંપરિક લાલ માટીથી બનેલી પિચ ભારતીય ટીમ માટે ઘાતક સાબિત થઈ હતી. તેના પર બોલરો પણ નારાજગી જાહેર કરી ચુક્યા છે.

પ્રથમ ટેસ્ટ પિચ નંબર-2 પર રમાઈ હતી. બીજી ટેસ્ટ પિચ નંબર-5 પર રમાઈ શકે છે. તેની ઉપરની સપાટી કાળી માટીની છે. તેના પર પહેલી મેચની સરખામણીએ વધુ બાઉન્સ મળવાની આશા છે. ભારતે ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચવા હવે ત્રણેય મેચ જીતવી જરૂરી છે. ઈસીબી રોટેશન પોલિસી અંતર્ગત એન્ડરસનને આરામ આપીને બ્રોડને તક આપી શકે છે. વિકેટકીપર બટલર પાછો જતો રહ્યો છે, તેના સ્થાને બેન ફોકસને તક મળી શકે છે.

દર્શકો પર સીસીટીવી કેમેરાથી નજર
તમિલનાડુ ક્રિકેટ એસોસિએશનના સચિવ રામાસૈમીએ કહ્યું કે, દરેક વ્યક્તિ વચ્ચે એક સીટ ખાલી રહેશે. સોશિયલ ડિસ્ટન્સિંગની દેખરેખ માટે સીસીટીવી કેમેરા પણ લગાવાયા છે. દર્શકો સ્ટેડિયમમાં માત્ર મોબાઈલ લઈ જઈ શકશે. સ્ટેન્ડમાં બોલ ગયા પછી અમ્પાયર તેને સેનિટાઈઝ કરશે. તમામ 17 એન્ટ્રી ગેટ પર લોકોનું તાપમાન ચેક કરાશે.

ટી20 સીરિઝ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર
ટી20 સીરિઝ માટે ઈંગ્લેન્ડની 16 સભ્યોની ટીમમાં લિવિંગસ્ટોનની એન્ટ્રી થઈ છે. તેણે 2017માં છેલ્લી મેચ રમી હતી. 12 માર્ચથી શરૂ થઈ રહેલી સીરિઝ માટે ટીમ 26 ફેબ્રુઆરીએ ભારત આવશે. ટીમ: મોર્ગન (કેપ્ટન), મોઈન, આર્ચર, બેરસ્ટો, બિલિંગ્સ, બટલર, ટોમ કરેન, સેમ કરેન, જોર્ડન, લિવિંગસ્ટોન, મલાન, રશીદ,રોય, સ્ટોક્સ, ટોપલે, વુડ.

1 Trackbacks & Pingbacks

  1. મેચ કાળી માટીની પિચ પર રમાવાની આશા,બાઉન્સ વધુ મળશે – Gujarati News -

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: