ગ્રાઉન્ડ રિપોર્ટ: ટ્રમ્પ બાદ હવે ઇન્ડિયા-ઇંગ્લેન્ડની ટીમ VVIP ગેટથી સ્ટેડિયમમાં એન્ટ્રી મારશે, મેચ જોવા દર્શકોએ વાહન પાર્ક કરીને 1 કિલોમીટર ચાલવું પડી શકે

ગ્રાઉન્ડ રિપોર્ટ: ટ્રમ્પ બાદ હવે ઇન્ડિયા-ઇંગ્લેન્ડની ટીમ VVIP ગેટથી સ્ટેડિયમમાં એન્ટ્રી મારશે, મેચ જોવા દર્શકોએ વાહન પાર્ક કરીને 1 કિલોમીટર ચાલવું પડી શકે


  • Gujarati News
  • Sports
  • Cricket
  • After Trump, The India England Team Will Now Enter The Stadium From The VVIP Gate, Spectators May Have To Park Their Vehicles And Walk 1 Km To Watch The Match.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ7 મિનિટ પહેલાલેખક: અદિત પટેલ

  • કૉપી લિંક

અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરા ખાતે 24 ફેબ્રુઆરીએ પ્રથમ ઇન્ટરનેશનલ મેચમાં ઇન્ડિયા-ઇંગ્લેન્ડની ટીમ ટકરાશે. જેને લઈને ગુજરાત ક્રિકેટ એસોસિયેશન (GCA) દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. પહેલી મેચ જોવા માટે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ગૃહમંત્રી અમીત શાહ પણ આવે તેવી શક્યતા ઓ સેવાઇ રહી છે. જેને લઈને VVIP ગેટ પર સુરક્ષામાં કોઈ ચૂક ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે સ્ટેડિયમના જે VVIP ગેટથી અગાઉ ડોનાલ્ડ ટ્રમ્પે એન્ટ્રી મારી હતી, ત્યારબાદ હવે બંને ટીમ આ ગેટથી જ સ્ટેડિયમમાં એન્ટર થશે. જ્યારે બીજી બાજુ, દર્શકોએ મેચ જોવા માટે સ્ટેડિયમની બહાર પાર્કિંગ પ્લોટમાં વાહન પાર્ક કરીને લગભગ 1 કિલોમીટર ચાલીને સ્ટેડિયમમાં આવવું પડશે.

VVIP ગેટની બાજુમાં હેલિપેડ બનાવવામાં આવ્યું
VVIP ગેટની બહાર સિક્યુરીટી કેબીન તૈયાર કરવામાં આવી રહ્યું છે જેથી તે ગેટથી અન્ય કોઈ વ્યક્તિ પ્રવેશી ન શકે . આ ગેટની બાજુમાં હેલિપેડ પણ બનાવવામાં આવ્યું છે જે કોઈ ઇમરજન્સીમાં અથવા તો કોઈ VVIP માટે ઘણું ઉપયોગી છે. તેમજ સ્ટેડિયમના ગેટની આજુબાજુના રોડને પણ રીસરફેસિંગ કરવામાં આવી રહ્યા છે. મહત્ત્વનું છે કે, ટીમ જ્યારે પ્રવેશ લે ત્યારે કેટલાક ફેન્સ તેમની એક ઝલક મેળવવા પણ પહોંચી જતા હોય છે જેથી આ વખતે ગેટની બહાર જ સિક્યુરીટી કેબીન બનાવવામાં આવી છે .

VVIP ગેટની બાજુમાં હેલિપેડ બનાવવામાં આવ્યું છે.

VVIP ગેટની બાજુમાં હેલિપેડ બનાવવામાં આવ્યું છે.

જલ્દી કામ કમ્પ્લીટ કરવા JCB મશીનનો ઉપયોગ
સ્ટેડિયમની અંદર અને બહારના કામ જલ્દીથી પૂર્ણ થાય તે માટે JCB મશીનનો ઉપયોગ થઈ રહ્યો છે. તે સાથે મોટી સંખ્યામાં કારીગરો ગેટની બહાર કેબીન બનાવવા માટે તૈયારીઓ કરી રહ્યા છે. અધિકારીઓ તમામ કામ જલ્દી સમાપ્ત થાય તે માટે પૂરતું કામ કરી રહ્યા છે.

મોટેરાના ક્લબ હાઉસ માટેનો એન્ટ્રી ગેટ.

મોટેરાના ક્લબ હાઉસ માટેનો એન્ટ્રી ગેટ.

વાહન પાર્ક કરીને દર્શકોએ 1 કિલોમીટર સુધી ચાલવું પડી શકે છે
દર્શકોએ મેચ જોવા માટે સ્ટેડિયમની બહાર પાર્કિંગ પ્લોટમાં વાહન પાર્ક કરીને મેક્સિમમ 1 કિલોમીટર જેટલું ચાલીને ચાલવું પડી શકે છે. મોટેરા સ્ટેડિયમમાં અગાઉ જ્યારે કોઈ મેચ રમાતી ત્યારે સ્ટેડિયમની આજુબાજુના વિસ્તારમાં ટ્રાફિકની ખૂબ જ સમસ્યા થતી હતી. લોકો રસ્તાની આજુબાજુ જેમ તેમ પાર્કિંગ કરીને જતા રહેતા હતા પરંતુ હવે જયારે આ નવનિર્મિત સ્ટેડિયમમાં પહેલી વાર મેચ રમાવવાની છે ત્યારે દર્શકો માટે પાર્કિંગ વ્યવસ્થા સ્ટેડિયમ બહાર કરવામાં આવી છે જેના માટે સ્ટેડિયમની ફરતે 27 પ્લોટ નક્કી કરવામાં આવ્યા છે. ઉપરાંત ટ્રાફિકની કોઈ સમસ્યા ઉભી ન થાય તે માટે ટ્રાફિક પોલીસના જવાનોને જવાબદારી સોંપવામાં આવી છે. પરંતુ આ પાર્કિંગ પ્લોટમાં વાહન પાર્ક કરીને દર્શકો એ અંદાજીત 1 કિલોમીટર ચાલીને સ્ટેડિયમમાં આવવું પડશે. ટુ વહીલર માટે 30 રૂપિયા અને ફોર વહીલર માટે 100 ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે.

પાર્કિંગ માટે વિવિધ પ્લોટનો ઉપયોગ કરાશે.

પાર્કિંગ માટે વિવિધ પ્લોટનો ઉપયોગ કરાશે.

50% દર્શકોને એન્ટ્રી, ટિકિટનો ભાવ 300થી 2500 રૂપિયા
મહત્વનું છે કે આ વખત સ્ટેડિયમમાં 50% દર્શકો માટેની મંજૂરી આપવામાં આવી છે. ટિકિટનું ઓનલાઈન વેચાણ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. ટિકિટનો ભાવ 300થી 2500 રૂપિયા છે. જેથી આ વખતે ઘણા વર્ષો બાદ મેચનો ઉત્સાહ લોકોમાં જોવા મળશે.

મોટેરા સ્ટેડિયમની ખાસિયત એ છે કે સ્ટેડિયમમાં એકપણ પિલર નથી. મતલબ કે કોઈપણ સ્ટેન્ડમાં બેસીને મેચો સાથે આખું ગ્રાઉન્ડ જોઈ શકાશે.

મોટેરા સ્ટેડિયમની ખાસિયત એ છે કે સ્ટેડિયમમાં એકપણ પિલર નથી. મતલબ કે કોઈપણ સ્ટેન્ડમાં બેસીને મેચો સાથે આખું ગ્રાઉન્ડ જોઈ શકાશે.

ટીમ ઈન્ડિયા એક મહિનો અમદાવાદમાં ધામા નાખશે
BCCIએ કોરોના મહામારીને ધ્યાનમાં રાખતાં ઇંગ્લેન્ડ સામેની સિરીઝ માટે માત્ર ત્રણ સ્થળ જ રાખ્યાં છે. ચેન્નઈ ખાતે 17 ફેબ્રુઆરીએ બીજી ટેસ્ટ સમાપ્ત કર્યા પછી ટીમ 2 ટેસ્ટ અને 5 T-20 માટે અમદાવાદ આવશે. T-20 સિરીઝની અંતિમ મેચ 20 માર્ચે રમાશે, એટલે કે ઇન્ડિયન ટીમ 18 ફેબ્રુઆરીથી 20/21 માર્ચ સુધી અમદાવાદમાં જ બાયો-બબલમાં રોકાશે.

મોટેરાની બેઠક ક્ષમતા મેલબર્ન કરતાં 20% વધારે
મોટેરા ઓસ્ટ્રેલિયાના મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડને રિપ્લેસ કરીને વર્લ્ડનું સૌથી મોટું સ્ટેડિયમ બન્યું છે. મેલબર્નની બેઠક ક્ષમતા 92 હજાર છે અને મોટેરાએ 18 હજારના માર્જિનથી એને હરાવ્યું છે.

360 ડીગ્રી સ્ટેડિયમ
સામાન્ય રીતે આપણે ક્રિકેટ સ્ટેડિયમમાં અનુભવ કરતા હોઈએ છીએ કે પ્રેક્ષકો હંમેશાં આગળની હરોળની બેઠક પર પસંદગી ઉતારે છે, જેને લીધે પિલરની કે અન્ય કોઈ અડચણ વગર મેચ જોઈ શકાય. મોટેરા સ્ટેડિયમની ખાસિયત એ છે કે સ્ટેડિયમમાં એકપણ પિલર નથી. મતલબ કે કોઈપણ સ્ટેન્ડમાં બેસીને મેચો સાથે આખું ગ્રાઉન્ડ જોઈ શકાશે.

Be the first to comment on "ગ્રાઉન્ડ રિપોર્ટ: ટ્રમ્પ બાદ હવે ઇન્ડિયા-ઇંગ્લેન્ડની ટીમ VVIP ગેટથી સ્ટેડિયમમાં એન્ટ્રી મારશે, મેચ જોવા દર્શકોએ વાહન પાર્ક કરીને 1 કિલોમીટર ચાલવું પડી શકે"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: