ગ્રાઉન્ડેડ મેનનો ઇન્ટરવ્યૂ: એમએસ ધોની કે સુનિલ ગાવસ્કર કોઈના પણ ઈંફ્લુન્સમાં આવ્યા વગર 2.5 દાયકા સુધી પોતાની રીતે પિચ બનાવતા રહ્યા ધીરજ પરસાણા; મોટેરા ખાતેની છેલ્લી ટેસ્ટમાં પિચ તેમણે જ બનાવેલી

ગ્રાઉન્ડેડ મેનનો ઇન્ટરવ્યૂ: એમએસ ધોની કે સુનિલ ગાવસ્કર કોઈના પણ ઈંફ્લુન્સમાં આવ્યા વગર 2.5 દાયકા સુધી પોતાની રીતે પિચ બનાવતા રહ્યા ધીરજ પરસાણા; મોટેરા ખાતેની છેલ્લી ટેસ્ટમાં પિચ તેમણે જ બનાવેલી


  • Gujarati News
  • Sports
  • Cricket
  • Neither MS Dhoni Nor Sunil Gavaskar Has Been Making Pitches In Their Own Way For 2.5 Decades Without Getting Influenced By Dheeraj Parsana; He Made The Pitch In The Last Test At Motera

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

3 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • ગાવસ્કરે એક વખત પરસાણાએ બનાવેલી પિચ માટે કહ્યું હતું કે, ધીસ ઇઝ ઇન્ડિયન હાઇવે
  • ધોનીએ 2012માં ઇંગ્લેન્ડ સામે મોટરા ખાતેની ટેસ્ટ જીત્યા પછી કહ્યું બોલે ટર્ન થવામાં બહુ સમય લીધો હતો
  • પરસાણાએ કહ્યું કે, હું હંમેશા સ્પિનર્સ અને ફાસ્ટર્સ બંનેને મદદ મળે તેમજ મેચ બધા દિવસ ચાલે તેવી પિચ બનાવવામાં માનતો હતો
  • પરસાણા અનુસાર મોટેરાની પિચ રેડ સોઈલ વાળી હશે, જેમાં સ્પિનર્સને સારી મદદ મળશે

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ આજે અમદાવાદના નવનિર્મિત મોટેરા સ્ટેડિયમ ખાતે રમાશે. 1.32ની બેઠક ક્ષમતા ધરાવતાં સ્ટેડિયમના ફીચર્સ વિશે તો બધા જાણે છે પણ પિચ કેવી રીતે બીહેવ કરશે તે પ્રશ્ન ક્રિકેટ ફેન્સને પણ મૂંઝવી રહ્યો છે. જુના સ્ટેડિયમમાં 12 ટેસ્ટ રમાઈ હતી, તેમાંથી 6 ડ્રો રહી હતી. દિવ્ય ભાસ્કરે આ અંગે BCCIના પૂર્વ દિગ્ગજ પિચ કયુરેટર ધીરજ પરસાણા સાથે વાત કરી તેમનો અભિપ્રાય જાણ્યો. ઉલ્લેખનીય છે કે, મોટેરા ખાતે છેલ્લે જે ટેસ્ટ રમાઈ હતી, તે મેચ માટેની પિચ ધીરજ પરસાણાએ જ બનાવી હતી.

મોટેરા ખાતેની છેલ્લી ટેસ્ટમાં ધોનીએ રેન્ક-ટર્નરની ડિમાન્ડ કરી હતી
2012માં મોટેરા ખાતે રમાયેલી છેલ્લી ટેસ્ટમાં ભારતીય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ રેન્ક ટર્નરની ડિમાન્ડ કરી હતી. ધોનીએ ડાયરેક્ટલી નહિ, પરંતુ બીજા થ્રુ આ મેસેજ પરસાણા સુધી પહોંચાડ્યો હતો. પરસાણાએ કહ્યું કે, મને યાદ છે મને નરહરિ અમીનનો ફોન આવ્યો હતો કે ધોનીએ રેન્ક ટર્નર પિચની ડિમાન્ડ કરી છે. મેં કહ્યું, ઓકે, થઈ જશે. કયુરેટર તરીકે મારું માનવું છે કે, પિચ એવી હોવી જોઈએ કે જેમાં બધા ડિપાર્ટમેન્ટ માટે કંઈકને કંઈક હોય.

73 વર્ષીય પરસાણાએ કહ્યું કે, “મોટેરા ખાતેની એ ટેસ્ટમાં એલિસ્ટર કુક અને ચેતેશ્વર પુજારાએ ડબલ સેન્ચુરી મારી. ઝહીર ખાનને વિકેટ્સ મળી. સ્પિનર્સનેય વિકેટ મળી. આપણે અંતિમ દિવસે જીત્યા. તેમ છતાં ધોનીની ફરિયાદ હતી કે, બોલે ટર્ન થવામાં બહુ વાર લગાડી. જોકે, હું મેચ પૂરેપૂરા દિવસ ચાલે એવી જ પિચ બનાવવામાં માનતો આવ્યો છું. મેચ જલ્દી પતી જાય તો પિચને ખરાબ રેટ કરાય છે અને પછી બધો બ્લેમ કોના પર થાય છે એ બધા જાણે છે.” ઉલ્લેખનીય છે કે, 2012માં ભારત મોટેરા ખાતે જીત્યું હતું અને તે પછી બાકીની ત્રણમાંથી 2 મેચ હારી શ્રેણી ગુમાવી હતી. ધોનીને જોઈએ એવી રેન્ક-ટર્નર પિચો મળી ત્યારે ઇંગ્લિશ સ્પિનર્સ ગ્રેમ સ્વાન અને મોંટી પાનસરે બાજી મારી.

મોટેરાની નવી પિચ કેવી હશે?
ભારત માટે 2 ટેસ્ટ રમેલાં પરસાણાએ કહ્યું કે, મેં મોટેરાની નવી પિચ જોઈ નથી. અહીં રેડ અને બ્લેક સોઈલ બંને અવેલેબલ છે. મારું માનવું છે કે, રેડ સોઈલનો ઉપયોગ થશે. જેથી બોલ ટર્ન થાય અને બાઉન્સ પણ મળે. આપણે વિદેશમાં જઈએ તો આપણને ઘાસ વાળી પિચ જ ઓફર કરવામાં આવે છે. રોહિત શર્માએ તાજેતરમાં હોમ એડવાન્ટેજ સંબંધિત કરેલી વાત એકદમ સાચી છે.

જ્યારે ગાવસ્કરે કહ્યું હતું, ધીસ ઇઝ ઇન્ડિયન હાઇવે
પ્રસાણાએ કહ્યું કે, હું અને સુનિલ ગાવસ્કર ઘણા વર્ષો સુધી સાથે અને એકબીજાની સામે રમ્યા. હું કયુરેટર બન્યો અને એ કમેન્ટેટર હતા ત્યારે મને મળે. હાય-હેલ્લો કરીએ. પણ મેચ વખતે ક્યારેય મને પૂછે નહીં કે પિચ કેવી હશે. ટર્ન થશે કે નહીં. પોતાની રીતે જજ કરીને ટીવી પર પિચ રિપોર્ટ આપે. એક વખત કોઈ મેચ દરમિયાન એમણે મને કહ્યું કે, હું ઓન-એર કહીશ કે- ધીસ ઇઝ ઇન્ડિયન હાઇવે. મેં જવાબ આપ્યો- ઓકે. મારું કામ છે પિચ બનાવવાનું. એ પછી તમારી પર છે કે તમે કેમ જજ કરો અને બંને ટીમ કેવી રીતે એ પિચને એક્સપલોઈટ કરે. બીજા દિવસે ગાવસ્કરે કહ્યું, મેં ઓન-એર કીધું એ સાંભળ્યું? તો મેં જવાબ આપ્યો, નો આઈ એમ ઓન ગ્રાઉન્ડ. આઈ ડોન્ટ હેવ ટાઈમ.

પરસાણાએ વધુમાં ઉમેર્યું કે, 20 વર્ષના ક્રિકેટ કરિયર પછી મને ખબર હોય કે ભારતીય ટીમની જરૂર શું છે. મેં ક્યારેય કોઈના ઈંફ્લુન્સમાં આવીને વિકેટ તૈયાર કરી નહોતી.

સાયન્ટિફિક પિચ લર્નિંગ માટેનો શ્રેય દાલમિયાને
પરસાણાએ જણાવ્યું કે, અત્યારે ઓકલેન્ડમાં જે પોર્ટેબલ પિચ બને છે, એ ટીમ અહીં આપણા કન્સલ્ટન્ટ તરીકે જોડાયેલી હતી. જગમોહન દાલમિયા ઇચ્છતા હતા કે આપણા આઉટફિલ્ડ પણ ત્યાં જેટલા ક્વિક હોય. એ ટીમ 8 વર્ષ સુધી દર વર્ષે 1 મહિનો અહીંયા આવી માટીથી લઈને ઘાસ સુધી અનેક વસ્તુઓ પર ડિટેલમાં સ્ટડી કરાવતાં હતાં.

સ્કોટલેન્ડમાં બેઝિકસ શીખ્યા
​​​​​​​
ધીરજ પરસાણા કરિયરના અંતિમ ફેઝમાં કાઉન્ટી રમતા હતા. ત્યાં અઠવાડિયા પછી બધાને સમજાયું કે ઇંગ્લિશ ભાષાથી એમને મેસેજ કમ્યુનિકેટ કરવામાં તકલીફ પડી રહી છે. પણ ગોરાઓને ખરાબ પડી કે એમનું ફાર્મિંગમાં બેકગ્રાઉન્ડ છે. તો તેમને રોલર ફેરવવાનું, માર્કિંગનું અને અન્ય કામ સોંપ્યું. તેમણે કહ્યું કે, મેં સ્કોટલેન્ડમાં 3-4 વર્ષ ગ્રાઉન્ડસ્મેનને મદદ કરી. તેના એકસ્ટ્રા પૈસા મળતા હતા. હું સોમથી શુક્ર આમ કામ કરતો અને પછી શનિ-રવિ રમતો હતો. એ બાદ ડરહામના ગોલ્ડન ક્રિકેટ કલબ સાથે જોડાયો હતો. ત્યાં મારી કયુરેટર તરીકેની જવાબદારી વધી. 1983માં પ્લેયર તરીકે નિવૃત્તિ લીધી, તે સમયમાં જ મોટેરા સ્ટેડિયમ બન્યું હતું. પોલી ઉનરીગર વાળી કમિટીએ પિચની જવાબદારી મને સોંપી. અને પિચ કયુરેટર તરીકે મારી જર્ની ફૂલ ફ્લેજડ શરૂ થઈ.

શાનદાર ફર્સ્ટ ક્લાસ કરિયર
​​​​​​​
પરસાણાએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 22.24ની એવરેજથી 320 વિકેટ લીધી હતી. તેમજ 26.54ની એવરેજથી બેટિંગ કરતાં 2946 રન પણ કર્યા હતા. તે સૌરાષ્ટ્ર અને ગુજરાત બંને માટે રમ્યા હતા. તેઓ બંને તરફ બોલને સ્વિંગ કરાવી શકતા હતા અને જરૂર પડે તો લેફ્ટ-આર્મ ઓફ સ્પિન પણ નાખતા હતા. તેમણે 18 વર્ષના થયા પહેલા જ ડેબ્યુ કર્યું હતું.

​​​​​​​ડરહામ કાઉન્ટી સાથેનો તેમનો અનુભવ પણ બહુ સારો રહ્યો હતો. 1982માં ટીમ ચેમ્પિયન બની હતી. તેમણે 25.88ની એવરેજથી 233 રન કર્યા હતા અને 17.66ની એવરેજથી 60 વિકેટ લીધી હતી. તેઓ ગુજરાત ક્રિકેટ એસોસિએશનના હોલ ઓફ ફેમમાં સ્થાન ધરાવે છે. 2018માં તેમણે પિચ કયુરેટર તરીકે પણ નિવૃત્તિ લીધી.

1 Trackbacks & Pingbacks

  1. એમએસ ધોની કે સુનિલ ગાવસ્કર કોઈના પણ ઈંફ્લુન્સમાં આવ્યા વગર 2.5 દાયકા સુધી પોતાની રીતે પિચ બનાવતા ર

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: