[:en]
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
7 મિનિટ પહેલા
- કૉપી લિંક
21 ડિસેમ્બરે ગોવિંદા 57 વર્ષના થઇ ગયા. આ અવસરે ગોવિંદાએ તેમના મુંબઈ સ્થિત ઘર પર એક પાર્ટી આપી જેમાં તેમનો પરિવાર અને નજીકના મિત્રો સામેલ થયા હતા. પાર્ટીના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યા છે જેમાં ગોવિંદા ડાન્સ ફ્લોર પર તેમના હિટ સોન્ગ્સ પર ખૂબ થીરકતા દેખાયા.
એક વીડિયોમાં ગોવિંદા તેની પત્ની સુનિતા સાથે સોન્ગ પર ફની એક્સપ્રેશન આપતા દેખાઈ રહ્યા છે તો બીજા વીડિયોમાં તે કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય સાથે ‘હુશ્ન હૈ સુહાના’ સોન્ગ પર ડાન્સ કરતા દેખાઈ રહ્યા છે. આ પાર્ટીમાં કપિલ શર્મા, શક્તિ કપૂર પણ હાજર હતા.
1986માં ડેબ્યુ કર્યું હતું
ગોવિંદાએ 1986માં ફિલ્મ ‘ઇલ્ઝામ’થી બોલિવૂડ ડેબ્યુ કર્યું હતું. ત્યારબાદ તેમણે પાછળ ફરીને ન જોયું અને એકથી એક ચડિયાતી હિટ ફિલ્મો આપી. 90ના દશકમાં તેમની પોપ્યુલારિટી ચરમ પર હતી જ્યારે તેમણે ‘રાજા બાબુ’ (1994), ‘કૂલી નંબર 1’ (1997), ‘દુલ્હે રાજા’ (1998), ‘બડે મિયાં છોટે મિયાં’ (1998) અને ‘હસીના માન જાયેગી’ (1999) જેવી હિટ ફિલ્મો આપી.
2000 પછીથી ગોવિંદાનો ખરાબ સમય શરૂ થયો. તેમણે ‘ભાગમ ભાગ’ (2006), ‘પાર્ટનર’ (2007) જેવી ફિલ્મોથી કમબેક કરવાની ટ્રાય કરી. ગોવિંદાની છેલ્લી ફિલ્મ ‘રંગીલા રાજા’ હતી જે બોક્સઓફિસ પર ખરાબ રીતે પીટાઈ હતી.
ગરીબીમાં વીત્યું બાળપણ
ગોવિંદાના પિતા અરુણ આહુજાએ લગભગ 40 ફિલ્મોમાં કામ કર્યા બાદ ઇન્ડસ્ટ્રીને અલવિદા કહ્યું હતું. ગોવિંદાની માતા નિર્મલા દેવી જાણીતા ક્લાસિકલ સિંગર અને એક્ટ્રેસ હતા. તેમાં છતાં ગોવિંદાનું બાળપણ ગરીબીમાં વીત્યું અને તેમને ઘણી સ્ટ્રગલ કરવી પડી. ગોવિંદાના જન્મ પહેલાં પિતાના ડૂબતા ફિલ્મી કરિયરે પૂરા પરિવારને બરબાદીના રસ્તે લાવી દીધા હતા. આખો પરિવાર મુંબઈના પોશ વિસ્તાર કાર્ટર રોડ પર રહેતો હતો પણ પિતાના ખરાબ કરિયરને કારણે તે ઘર વેચાઈ ગયું અને આખો પરિવાર મુંબઈના વિરાર વિસ્તારના નાના એવા ઘરમાં રહેવા લાગ્યું. આ જ ઘરમાં ગોવિંદાનો જન્મ થયો હતો.
નોકરી માટે ઘણા ચક્કર કાપ્યા
ઘરની ખરાબ આર્થિક સ્થિતિને કારણે ગોવિંદા જ્યારે મોટા થયા તો તેમને નોકરી મેળવવા માટે ઘણી મહેનત કરી. કોમર્સમાં ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી એકવાર તે મુંબઈની તાજ હોટેલમાં સ્ટીવર્ટની નોકરીનું ઇન્ટરવ્યૂ આપવા માટે ગયા પણ તેમને આ નોકરી ન મળી. ગોવિંદાએ જણાવ્યું હતું કે, મને આ નોકરી ન મળી કારણકે હું અંગ્રેજી બોલી શકતો ન હતો. મેં ઇન્ટરવ્યૂમાં અંગ્રેજીમાં વાત કરી ન હતી.
[:]
Be the first to comment on "[:en]ગોવિંદાનું બર્થ- ડે સેલિબ્રેશન: 57 વર્ષીય ગોવિંદાએ ડાન્સ ફ્લોર પર આગ લગાવી, બર્થ-ડે પાર્ટીમાં ‘કૂલી નંબર 1’ ના સોન્ગ પર ખૂબ નાચ્યા[:]"