[:en]
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
13 મિનિટ પહેલા
- કૉપી લિંક
- 100 વર્ષોથી જૂના મકાનો પેશાવરના કિસ્સા ખ્વાની બજારમાં છે
- દિલીપ કુમારના 4 માળના 101 સ્કવેર મીટર ઘરની કિંમત 80.56 લાખ રૂપિયા
- રાજ કપૂરની 6 માળની 151.75 સ્કવેર મીટર બિલ્ડીંગની કિંમત 1.50 કરોડ રૂપિયા
ઇન્ડિયન લેજન્ડરી એક્ટર્સ દિલીપ કુમાર અને રાજ કુમારના પૈતૃક મકાનોને આખરે પાકિસ્તાન સરકારે ખરીદી લીધા છે. પેશાવરના કિસ્સા ખ્વાની બજારમાં આવેલા સુપરસ્ટાર દિલીપ કુમાર અને રાજ કપૂરના પૈતૃક મકાનોને 2.35 કરોડ રૂપિયામાં ખરીદવા માટે પાકિસ્તાન સરકારે મંજૂરી આપી દીધી છે. 2014માં નવાઝ સરકારે આ મકાનોને રાષ્ટ્રીય ધરોહર તરીકે જાહેર કર્યા હતા. 1947માં ભારત અને પાકિસ્તાનના ભાગલા પહેલાં રાજ કપૂર અને દિલીપ કુમારે આ જ ઘરમાં તેમના જીવનનો શરૂઆતનો સમય પસાર કર્યો હતો.
પાકિસ્તાન સરકારે અરજી મંજુર કરી
પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાના મુખ્યમંત્રી મેહમુદ ખાને પ્રપોઝલને સ્વીકારી આ મકાનોને ખરીદવાની મંજૂરી આપી દીધી છે. આ મકાનના ભાવ ખૈબર પખ્તૂનખ્વા કમ્યુનિકેશન અને વર્કસ ડિપાર્ટમેન્ટ દ્વારા નક્કી કરવામાં આવ્યા છે.
પેશાવરના ડેપ્યુટી કમિશ્નર મોહમ્મ્દ અલી અસગરે દિલીપ કુમારના 4 માળના 101 સ્કવેર મીટર ઘરની કિંમત 80.56 લાખ રૂપિયા અને રાજ કપૂરની 6 માળની 151.75 સ્કવેર મીટર બિલ્ડીંગની કિંમત 1.50 કરોડ રૂપિયા નક્કી થવાની જાણકારી આપી છે. આ બંને ઘર પુરાતત્વ વિભાગને સોંપવામાં આવશે જે આ બંને ઘરની સંભાળ લઈને તેને મ્યુઝિયમમાં કન્વર્ટ કરશે.
પુરાતત્વ વિભાગે ખૈબર પખ્તૂનખ્વા સરકારને અપીલ કરી હતી તેઓ તેમને રૂપિયા અલોટ કરે, જેથી ડિપાર્ટમેન્ટ બંને મકાન ખરીદીને તેને રિનોવેટ કરી શકે. સરકારની યોજના આ બંને મકાનને મ્યુઝિયમમાં ફેરવવાની છે જેથી દરેક અહીંયા આવી શકે. તેની પાછળનો હેતુ એ દેખાડવાનો છે કે દુનિયા અને બોલિવૂડ માટે પેશાવરનું શું યોગદાન છે.

પાકિસ્તાનમાં રાજ કપૂરનું મકાન.
100 વર્ષોથી પણ જૂના ઘર
રાજ કપૂરનું ઘર ‘કપૂર હવેલી’ તરીકે ઓળખવામાં આવે છે. તે 1918થી 1922 દરમ્યાન એક્ટરના દાદા દીવાન કપૂર દ્વારા બનાવવામાં આવ્યું હતું. રાજ કપૂર અને તેના કાકા ત્રિલોક કપૂરનો જન્મ તે જ હવેલીમાં થયો છે. દિલીપ કુમારનું પણ ઘર 100 વર્ષોથી વધુ જૂનું છે. દિલીપ કુમાર ત્યાં જ મોટા થયા હતા. આ બંને મકાન પેશાવરના કિસ્સા ખ્વાની બજારમાં સ્થિત છે.
જગ્યાના માલિકો ત્યાં મોલ બનાવવા ઇચ્છતા હતા
આ જર્જરિત મકાનો પડવાની સ્થિતિમાં છે. તેના માલિક આ જગ્યા પર મોલ બનાવવા ઇચ્છતા હતા, કારણકે આ પેશાવરના પ્રાઈમ લોકેશન પર છે. ત્યારે પુરાતત્વ વિભાગે દખલ દઈને આવું થવા ન દીધું કારણકે તે આ ઐતિહાસિક મહત્ત્વની જગ્યાઓને સંરક્ષિત કરવા ઈચ્છતા હતા.
[:]
Be the first to comment on "[:en]ગુડ ન્યૂઝ: પાકિસ્તાન સરકારે આખરે દિલીપ કુમાર અને રાજ કુમારના પૈતૃક મકાનો 2.35 કરોડ રૂપિયામાં ખરીદી લીધા, હવે ત્યાં મ્યુઝિયમ બનાવશે[:]"