ગુડ ન્યૂઝ: કરીના કપૂરે બીજા દીકરાને જન્મ આપ્યો, સૈફ અલી ખાન ચોથા સંતાનનો પિતા બન્યો


Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુંબઈ21 મિનિટ પહેલા

  • કૉપી લિંક

કરીના કપૂરે આજે એટલે કે 21મીએ સવારે અંદાજે 4.45 આસપાસ દીકરાને જન્મ આપ્યો છે. કરીનાએ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ડિલિવરી કરાવી હતી. ઉલ્લેખનીય છે કે આ જ હોસ્પિટલમાં અનુષ્કા શર્માએ પણ વામિકાને જન્મ આપ્યો હતો. કરીના તથા બાળકની તબિયત એકદમ સારી છે. કરીનાની ડિલિવરી ડૉ. રૂસ્તમ સોનાવાલાએ કરાવી હતી.

પહેલાં બાળકની ડિલિવરી પણ આ જ ડૉક્ટરે કરાવી હતી
વર્ષ 2016માં કરીનાએ 20 ડિસેમ્બરના રોજ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ડૉ. રૂસ્તમ સોનાવાલા પાસે જ ડિલિવરી કરાવી હતી. કરીનાએ દીકરા તૈમુરને જન્મ આપ્યો હતો. કરીનાની બીજી ડિલિવરી પણ ડૉ. રૂસ્તમ સોનાવાલા કરાવી હતી.

બબીતાની પણ આ ડૉક્ટરે જ ડિલિવરી કરાવી હતી
ડૉ. રૂસ્તમવાલાએ જ બબીતાની બંને ડિલિવરી કરાવી હતી. નીતુ સિંહ, ગૌરી ખાન, જયા બચ્ચનની પણ ડિલિવરી આ જ ડૉક્ટરે કરાવી હતી. ડૉક્ટર સોનાવાલાએ કપૂર-બચ્ચન ફેમિલી ઉપરાંત વિજય માલ્યાની પત્નીની ડિલિવરી પણ કરાવી હતી.

બહેન કરિશ્માના ઘરની બહાર દીકરા સાથે

બહેન કરિશ્માના ઘરની બહાર દીકરા સાથે

ડિલિવરીના બે દિવસ પહેલાં દીકરા સાથે બહેનના ઘરે ગઈ હતી
ડિલિવરીના બે દિવસ પહેલાં જ કરીના કપૂર દીકરા તૈમુર સાથે બહેન કરિશ્માના ઘરે જોવા મળી હતી. આ સમયે તે એનિમલ પ્રિન્ટેડ કફ્તાનમાં જોવા મળી હતી. આ પહેલાં કરીના કપૂરે 14 ફેબ્રુઆરીની રાત્રે પિતાનો જન્મદિવસની પાર્ટી માણી હતી. કરીના પતિ સૈફ અલી ખાન તથા દીકરા તૈમુર સાથે આવી હતી. ગ્રીન સિલ્ક કફ્તાનમાં કરીના ઘણી જ સુંદર લાગતી હતી.

કરીનાએ પ્રેગ્નન્સીમાં પણ કામ ચાલુ રાખ્યું

કરીનાએ પ્રેગ્ન્સીમાં પણ સતત કામ કર્યું હતું

કરીનાએ પ્રેગ્ન્સીમાં પણ સતત કામ કર્યું હતું

કરીના કપૂરે પ્રેગ્નન્સીની અનાઉન્સમેન્ટ કરી ત્યારથી લઈ ડિલિવરીના બે દિવસ પહેલાં સુધી સતત કામ ચાલુ રાખ્યું હતું. કરીનાએ પોતાના અલગ અલગ વર્ક કમિટમેન્ટ્સ પૂરા કર્યાં હતાં. આ ઉપરાંત કરીનાએ ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’નું શૂટિંગ પણ કર્યું હતું. કોરોનાને કારણે કરીના માટે સેટ પર ખાસ સાવચેતી રાખવામાં આવતી હતી. કરીનાએ પોતાના રેડિયો શોનું પણ શૂટિંગ કર્યું હતું.

ઓગસ્ટ મહિનામાં પ્રેગ્નન્સી જાહેર કરી હતી
કરીના અને સૈફ અલી ખાને ઓગસ્ટ 2020માં પોતાના બીજા બાળકના ગુડ ન્યૂઝ આપ્યાં હતાં. આની પહેલાં કરીનાએ 2016માં તૈમુરને જન્મ આપ્યો હતો.

સૈફ અલી ખાન બે દીકરાઓ (ઈબ્રાહિમ, તૈમુર) તથા દીકરી સારા સાથે

સૈફ અલી ખાન બે દીકરાઓ (ઈબ્રાહિમ, તૈમુર) તથા દીકરી સારા સાથે

સૈફ અલી ખાન ચોથા બાળકનો પિતા બન્યો
ઉલ્લેખનીય છે કે સૈફને આ પહેલાં પહેલી પત્ની અમૃતા સિંહથી દીકરી સારા તથા દીકરો ઈબ્રાહિમ છે. કરીનાથી સૈફને દીકરો તૈમુર છે. હવે સૈફ ત્રીજા દીકરાનો પિતા બન્યો છે.

કાકાના અવસાનનું દુઃખ કરીના ચહેરા પર જોઈ શકાતું હતું

કાકાના અવસાનનું દુઃખ કરીના ચહેરા પર જોઈ શકાતું હતું

કરીનાના કાકાનું તાજેતરમાં અવસાન થયું
મંગળવાર, 9 ફેબ્રુઆરીના રોજ રણધીર કપૂરના નાના ભાઈ રાજીવ કપૂરનું 58 વર્ષની ઉંમરમાં હાર્ટ અટેકને કારણે અવસાન થયું હતું. ગયા વર્ષે 30 એપ્રિલના રોજ રિશી કપૂરનું નિધન થયું હતું. એક જ વર્ષમાં બે ભાઈના મોતથી રણધીર કપૂર એકદમ ભાંગી પડ્યાં હતાં. ભાઈ રાજીવની અંતિમ વિધિમાં ભત્રીજા રણબીર તથા ભાણિયાઓ આદર-અરમાન જૈને તેમને સતત સંભાળ્યાં હતાં.

ઓથર રશ્મિ સાથે ડૉ. રૂસ્તમવાલા

ઓથર રશ્મિ સાથે ડૉ. રૂસ્તમવાલા

કોણ છે ડૉ. રુસ્તમવાલા?
91 વર્ષીય ડૉક્ટર આરપી સોનાવાલાએ વર્ષ 1948થી પ્રેક્ટિસની શરૂઆત કરી હતી. સોનાવાલાએ પોતાની બાયોગ્રાફીમાં કહ્યું હતું, ‘એ સમયે ડૉક્ટર પેશન્ટના પલ્સ જોઈને સારવાર કરતા હતા. ડાયગ્નોસ્ટિક પ્રોસિજર અને બ્લડ ગ્રુપ જેવી બાબતો પછી આવી હતી.’ ડૉક્ટર રૂસ્તમે ઈન્ટ્રા યુટેરિન કોન્ટ્રોસેપ્ટિવ ડિવાઈસ બનાવ્યું હતું અને એ માટે તેમને 1991માં પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતાં. ઓથર રશ્મિ ઉદયસિંહે ડૉક્ટર સોનાવાલા પર બાયોગ્રાફી ‘લાઈફગિવર’ લખી છે.

Be the first to comment on "ગુડ ન્યૂઝ: કરીના કપૂરે બીજા દીકરાને જન્મ આપ્યો, સૈફ અલી ખાન ચોથા સંતાનનો પિતા બન્યો"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: