દિવ્ય ભાસ્કર
Jul 14, 2020, 08:21 PM IST
અમદાવાદ. ગુજરાત યુનિવર્સિટીમાં ABVPના કાર્યકરોએ સિક્યુરિટી ગાર્ડ સાથે મારામારી કરી હોવાની ઘટના બની છે. આ દરમિયાન સિક્યુરિટી ગાર્ડની ખુરશીઓ ઉછાળી અને તોડી નાખી હતી. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર ABVPના કાર્યકરો દિવાલ પર કુલપતિ વિરૂદ્ધ સ્પ્રેથી લખાણ લખવા ગયા હતા. આ સમયે સિક્યુરિટી સ્ટાફે તેમને રોકતા ABVPના કાર્યકરો મારામારી પર ઉતરી આવ્યા હતા. જેને પગલે પોલીસ પણ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને આ મારામારીમાં કોણ કોણ સામેલ હતા અને કયા કારણસર બોલાચાલી થઈ તે અંગે તપાસ શરૂ કરી છે.
ABVPના કેટલાક કાર્યકરો યુનિવર્સિટીના ગેટ પાસે દીવાલ પર કુલપતિ વિરૂદ્ધ સ્પ્રેથી લખાણ લખવા પહોંચ્યા હતા.આ અંગે DivyaBhaskarએ ABVPના પ્રવક્તા સમર્થ ભટ્ટને પૂછતા તેમણે આ વાતનો સ્વીકાર કરતા કહ્યું કે, હા અમે જ હતા અને આ સમયે સિક્યુરિટી ગાર્ડ સાથે બબાલ થઈ હતી.

Be the first to comment on "ગુજરાત યુનિ.માં ABVPના કાર્યકરોની સિક્યુરિટી ગાર્ડ સાથે મારામારી, VC વિરુદ્ધ લખાણ લખવા ગયા હતા"