ગુજરાતના ઓટો રીક્ષા ડ્રાઈવર માટે યુનિફોર્મ ફરજીયાત, હવેથી બ્લૂ કલરનું એપ્રન પહેરવું પડશે


દિવ્ય ભાસ્કર

Jul 14, 2020, 03:01 PM IST

અમદાવાદ. ગુજરાતના ઓટો રીક્ષા ડ્રાઈવર માટે યુનિફોર્મ ફરજીયાત કરવામાં આવ્યો છે. હવેથી બ્લૂ કલરનું એપ્રન પહેરવું પડશે. આ અંગે સરકારે જાહેરનામું બહાર પડ્યું છે.

વિવિધ ઓટો રીક્ષા ડ્રાઈવર્સ એસોસિયેશન સાથે ચર્ચા કરીને નિર્ણય
રાજ્યમાં ઓટો રીક્ષા ડ્રાઈવર્સની સરળતાથી ઓળખાણ થાય તે હેતુસર મોટર વાહન અધિનિયમ 1988 તથા ગુજરાત મોટર વાહન નિયમો, 1989 અંતર્ગત ઓટો રીક્ષા ડ્રાઈવર્સ માટે અલગથી યુનિફોર્મ નક્કી કરવા અંગે સરકાર વિચારી રહી હતી. જેને પગલે રાજ્ય સરકારે 16-11-2019ના જાહેરનામાથી ગુજરાત મોટર વાહન નિયમો 1989માં સુધારો કરી જાહેર પરિવહનના વાહનોના ડ્રાઈવરોએ યુનિફોર્મ પહેરવાનો રહેશે તે મુજબની જોગવાઈ કરવામાં આવી છે. જે અનુસંધાને ઓટો રીક્ષા ડ્રાઈવર્સનો યુનિફોર્મ નક્કી કરવા વિવિધ ઓટો રીક્ષા ડ્રાઈવર્સ એસોસિયેશન સાથે બેઠક કરવામાં આવી હતી. આ વિવિધ બેઠકોમાં થયેલી ચર્ચા-વિચારણાના આધારે સરકારે ઓટો રીક્ષા ડ્રાઈવર્સના યુનિફોર્મ સંબંધમાં ઠરાવ કર્યો છે. આ ઠરાવ મુજબ રાજ્યના ઓટો રીક્ષા ડ્રાઈવર માટે પહેરેલા કપડાને ઉપર વાદળી કલરના એપ્રનને યુનિફોર્મ તરીકે નક્કી કરવામાં આવે છે.

Be the first to comment on "ગુજરાતના ઓટો રીક્ષા ડ્રાઈવર માટે યુનિફોર્મ ફરજીયાત, હવેથી બ્લૂ કલરનું એપ્રન પહેરવું પડશે"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: