ગીર ગઢડામાં 4 કલાકમાં 4 ઇંચ, ઉના તાલુકામાં 3 કલાકમાં 3 ઇંચ, પૂરના પાણીમાં કાર તણાઇ


  • વેરાવળની મુખ્ય બજારમાં જર્જરિત મકાનનો રવેશ ધડાકાભેર ધરાશાયી થતા બે બાઇકનો કચ્ચરઘાણ નીકળ્યો
  • ઉનામાં ધોધમાર વરસાદથી કેવી સ્કૂલ પાસે રોડ પર ઘૂંટણસમા પાણી ભરાયા છે

દિવ્ય ભાસ્કર

Jul 13, 2020, 08:05 PM IST

ગીર સોમનાથ. સૌરાષ્ટ્રમાં આજે ફરી મેઘરાજા મહેરબાન થયા છે. દરિયાકાંઠાના વિસ્તારોને મેઘરાજા ધમરોળી રહ્યા છે. ગીર સોમનાથના ગીર ગઢડા પંથકમાં આજે 3 કલાકમાં 3 ઇંચ અને ઉના તાલુકામાં 4 કલાકમાં ચાર ઇંચ વરસાદ વરસતા રસ્તાઓ પર ગોઠણડૂબ પાણી ભરાય ગયા છે. તેમજ ગીર ગઢડા નજીક પૂરના પાણીમાં એક બળદગાડુ ખેડૂત સાથે તણાતા બચ્યું હતું. તેમજ ગીર ગઢડાના ખીલાવડ ગામે પુલ પર પૂરના પાણીમાં કાર તણાઇ હતી. જેમાં કારચાલકનો બચાવ થયો છે. 

ગીર ગઢડા નજીક પૂરના પાણીમાં બળદગાડું તણાતું બચ્યું
ઉનાની બજારોમાં પાણી ફરી વળ્યાં

સમગ્ર નાઘેર પંથકમાં 2થઈ 3 ઇંચ વરસાદ 
ગીર ગઢડાના બાબરીયામાં 4 કલાકમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે. ગીર ગઢડામાં 3 ઇંચ, સંખડામાં અઢી ઇંચ, ઉમેજમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. તેમજ અંબાડા અને ધોકડવા સહિત સમગ્ર નાઘેર પંથકમાં 2થી 3 ઇંચ વરસાદ નોંધાયો છે. ઉના શહેરમાં એક કલાકમાં એક ઇંચ વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ભરાયા છે. ભારે વરસાદથી ગીર સોમનાથ અને ઉનાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં પાણી ભરાયા છે. નદીઓમાં નવા નીર આવતા ખેડૂતોમાં પણ ખુશી લાગણી જોવા મળી રહી છે. ઉનાના ખાપ ગામે 3 કલાકમાં 3 ઇંચ વરસાદ વરસતા સ્થાનિક નદીમાં ઘોડાપૂર આવ્યું છે.

વેરાવળમાં મુખ્ય બજારમાં જર્જરિત મકાનનો રવેશનો ભાગ ધરાશાયી

વેરાવળમાં જર્જરિત મકાનનો રહેશનો ભાદ ધરાશાયી 
વેરાવળની મુખ્ય બજારમાં જર્જરિત મકાનનો રવેશ વરસાદી માહોલમાં ધડાકાભેર ધરાશાયી થતા લોકોમાં નાસભાગ મચી ગઇ હતી. રવેશનો ભાગ ધરાશાયી થઇ 2 બાઇક પર પડ્યો હતો અને બંને બાઇકનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. જો કે આ ઘટનામાં કોઇ જાનહાનિ સર્જાઇ નથી.

ખેતરો થયા પાણી પાણી

(જયેશ ગોંધિયા, ઉના)

Be the first to comment on "ગીર ગઢડામાં 4 કલાકમાં 4 ઇંચ, ઉના તાલુકામાં 3 કલાકમાં 3 ઇંચ, પૂરના પાણીમાં કાર તણાઇ"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: