ખોટા એફિડેવિટનો કેસ: સલમાન ખાનને રાહત, રાજ્ય સરકારની અપીલ રદ, એક્ટર વર્ચ્યુઅલી કોર્ટમાં હાજર રહ્યો હતો


Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જોધપુરએક દિવસ પહેલા

18 વર્ષ પહેલાં ખોટું એફિડેવિટ કર્યું હતું, હવે કહ્યું- ભૂલ થઈ ગઈ, માફ કરી દો

કોર્ટમાં 18 વર્ષ પહેલાં ખોટું એફિડેવિટ કરવાના કેસમાં એક્ટર સલમાન ખાનને જોધપુર કોર્ટમાંથી રાહત મળી છે. રાજ્ય સરકાર તરફથી સલમાન વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીને જજ રાઘવેન્દ્ર કાછવાલે રદ કરી છે. સુનાવણી દરમિયાન સલમાન વર્ચ્યુઅલ રીતે કોર્ટમાં હાજર રહ્યો હતો.

સલમાને આર્મ્સ લાઈસન્સ રિન્યૂ થવા આપ્યું હતું, કોર્ટમાં કહ્યું હતું- ખોવાઈ ગયું
1998માં જોધપુરની પાસે કાંકાણી ગામની બોર્ડર પર 2 કાળિયાર હરણનો શિકાર કરવા બદલ સલમાનની ધરપકડ કરવામાં આવી હતી. તે સમયે કોર્ટે તેની પાસે હથિયારોનું લાઈસન્સ માગ્યું હતું. સલમાને 2003માં કોર્ટમાં એફિડેવિટ આપીને કહ્યું હતું કે લાઈસન્સ ખોવાઈ ગયું છે. આ અંગે તેણે મુંબઈના બાંદ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIRની કૉપી પણ લગાવી હતી.

જોકે, કોર્ટને પછીથી જાણ થઈ હતી કે સલમાનનું આર્મ લાઈસન્સ ખોવાઈ નહોતું ગયું, પરંતુ રિન્યૂ માટે મોકલવામાં આવ્યું હતું. તે સમયે પબ્લિક પ્રોસિક્યૂટર ભવાની સિંહ ભાટીએ કોર્ટમાં માગણી કરી હતી કે સલમાન વિરુદ્ધ કોર્ટને ગુમરાહ કરવાનો કેસ કરવામાં આવે.

વકીલે કહ્યું- સલમાન વ્યસ્ત હતો, આથી ભૂલી ગયો
સુનાવણી દરમિયાન સલમાનના વકીલે દલીલ કરી હતી કે વધુ વ્યસ્ત હોવાને કારણે સલમાન એ વાત ભૂલી ગયો હતો કે તેણે લાઈસન્સ રિન્યૂ માટે આપ્યું છે. આથી જ તેણે કોર્ટમાં લાઈસન્સ ખોવાઈ ગયું હોવાની વાત કરી હતી.

સલમાનના વકીલે સુપ્રીમ કોર્ટના એક ચુકાદાનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે જો કોઈ કેસમાં આરોપીને કોઈ ફાયદો ના થતો હોય અને તે ભૂલથી ખોટું એફિડેવિટ રજૂ કરે તો તેને છોડી મૂકવો જોઈએ.

શું છે કેસ?
જોધપુર પોલીસે સલમાન ખાન તથા અન્યની વિરુદ્ધ 2 ઓક્ટોબર, 1998ના રોજ કાળિયાર-હરણ શિકાર સંદર્ભે ફરિયાદ નોંધી હતી. સલમાન વિરુદ્ધ બિશ્નોઈ સમુદાયે કેસ કર્યો હતો. ત્યાર બાદ સલમાનની કાળિયાર શિકાર તથા આર્મ્સ એક્ટ હેઠળ 12 ઓક્ટોબર, 1998ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. પાંચ દિવસ બાદ એક્ટરને જામીન મળ્યા હતા.

ભવાદમાં હરણ શિકારના એક કેસમાં 17 ફેબ્રુઆરી, 2006માં સલમાનને દોષિત જાહેર કરવામાં આવ્યો હતો. ઘોડા ફાર્મહાઉસ વિસ્તારના શિકાર કેસમાં 10 એપ્રિલ, 2006ના રોજ કોર્ટે સલમાનને દોષિત માનીને પાંચ વર્ષની સજા તથા 25 હજારનો દંડ ફટકાર્યો હતો. બંને કેસમાં સલમાનને હાઈકોર્ટમાંથી રાહત મળી છે. રાજ્ય સરકારે હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમમાં પડકાર્યો છે.

Be the first to comment on "ખોટા એફિડેવિટનો કેસ: સલમાન ખાનને રાહત, રાજ્ય સરકારની અપીલ રદ, એક્ટર વર્ચ્યુઅલી કોર્ટમાં હાજર રહ્યો હતો"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: