ખેડૂત આંદોલન: ધર્મેન્દ્રે કહ્યું- ‘મારી મજબૂરી સમજો, કેન્દ્રમાં વાત કરી પણ કંઈ થયું નહીં’


Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુંબઈ15 મિનિટ પહેલા

  • કૉપી લિંક

વરિષ્ઠ એક્ટર ધર્મેન્દ્ર સો.મીડિયામાં ઘણાં જ એક્ટિવ રહે છે. હાલમાં જ તેમની એક સો.મીડિયા પોસ્ટને કારણે ચાહકો નારાજ થયા હતા. ધર્મેન્દ્રે પોતાની તસવીરોનો એક મોન્ટાજ વીડિયો શૅર કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું હતું કે તે બધાને હસાવે છે, પરંતુ પોતે ઉદાસ રહે છે. આ પોસ્ટ પર એક ચાહકે ખેડૂત આંદોલનની તસવીર શૅર કરી હતી. આ ચાહકને જવાબ આપતા ધર્મેન્દ્રે કહ્યું હતું કે તેમણે ખેડૂત આંદોલન અંગે કેન્દ્ર સરકારને અપીલ કરી હતી, પરંતુ કંઈ વાત જામી નહીં.

વીડિયો શૅર કરીને શું કહ્યું ધર્મેન્દ્રે?

મોન્ટાજ વીડિયો શૅર કરીને ધર્મેન્દ્રે કહ્યું હતું, ‘સુમૈલ, ઈસ બેજા ચાહત કા હકદાર, મૈં નહીં…માસૂમિયત હૈ આપ સબકી…હંસતા હૂં હંસાતા હૂં…મગર…ઉદાસ રહતા હૂં…ઈસ ઉમ્ર કે કર કે બેદખિલ…મુઝે મેરી ધરતી સે…દે દિયા સદમા…મુઝે મેરે અપનોં ને.’

આ પોસ્ટ પર એક ચાહકે આંદોલન કરતાં ખેડૂતોની તસવીર શૅર કરીને કહ્યું હતું, ‘આ તમારા લોકો હતા…જે પોતાના હક માટે હજી પણ લડી રહ્યાં છે અને રોજ ઘણાં મરી રહ્યાં છે…પણ અફસોસ આજે તમારા માટે આ લોકો નથી, પણ બીજા છે.’

જવાબમાં ધર્મેન્દ્રે કહ્યું હતું, ‘આ બહુ જ દુઃખદાયી છે. તમને ખ્યાલ નથી કે મેં સેન્ટરમાં કોને કોને શું શું કહ્યું છે, પરંતુ વાત બની નહીં. હું બહુ જ દુઃખી છું. દુઆ કરું છું કે કોઈ ઉકેલ જલદીથી આવે. ધ્યાન રાખો. તમામ માટે પ્રેમ.’

ધર્મેન્દ્રે આ જ પોસ્ટ પર પંજાબીમાં પણ જવાબ આપ્યો હતો અને કહ્યું હતું, ‘પેરી, પંજાબીઓ ક્યારેય તૂટી ના શકે, મારી મજબૂરી સમજો, હવે વધારે દુઃખી ના કરો, આશીર્વાદ.’

દેઓલ પરિવારથી આંદોલનકારી નારાજ છે
ઉલ્લેખનીય છે કે આ મહિનાની શરૂઆતમાં બોબી દેઓલ પંજાબમાં શૂટિંગ કરતો હતો. ખેડૂતોએ પંજાબના પટિયાલામાં ચાલી રહેલા બોબી દેઓલ, વિક્રાંત મેસી અને સાન્યા મલ્હોત્રા સ્ટારર ફિલ્મ ‘લવ હોસ્ટેલ’નું શૂટિંગ અટકાવી દીધું હતું. રિપોર્ટ્સ અનુસાર આ દરમિયાન સેટ પર કોઈ એક્ટર્સ હાજર નહોતા. ક્રૂ મેમ્બર્સ ઇક્વિપમેન્ટ સેટ કરી રહ્યા હતા. ખેડૂતોએ તેમને કામ કરતા અટકાવ્યા અને ત્યાંથી જતાં રહેવા માટે કહ્યું હતું. તેમની વાત સાંભળીને ક્રૂ મેમ્બર્સ સેટ પરથી જતા રહ્યાં હતાં. દેખાવો કરતાં ખેડૂતોએ લોકલ મીડિયા સાથે વાત કરી હતી અને કહ્યું હતું કે તેઓ પંજાબ અને હરિયાણામાં દેઓલ પરિવારના કોઈ પણ સભ્યને શૂટિંગ કરવા દેશે નહીં. ગ્રુપના એક પ્રતિનિધિએ મીડિયાને કહ્યું હતું કે ફિલ્મની સ્ટાર કાસ્ટમાં સામેલ બોબી દેઓલ ભાજપ પાર્ટીના નજીકના દેઓલ પરિવાર સાથે સંબંધ ધરાવે છે. બોબી દેઓલના ભાઈ સની દેઓલ ભાજપ સાંસદ છે. માતા હેમા માલિની ભાજપ સાંસદ છે અને પિતા ધર્મેન્દ્ર ભાજપના પૂર્વ સાંસદ છે. વધુમાં તેમણે કહ્યું હતું કે દેઓલ પરિવારે છેલ્લા બે મહિનાથી ચાલી રહેલા ખેડૂત આંદોલન વિશે કોઈ વાત નથી કરી.

હેમાએ ખેડૂત આંદોલન પર શું કહ્યું હતું?

જાન્યુઆરી મહિનામાં ભારતીય જનતા પાર્ટીના સાંસદ અને બોલિવૂડ અભિનેત્રી હેમા માલિનીએ ધરણાં પર બેઠેલા ખેડૂતોને લઈને સવાલો ઊભા કર્યા હતાં. હેમા માલિનીનું કહેવું હતું કે જે ખેડૂતો ધરણાં પર બેઠા છે, તેમને કાયદામાં શું સમસ્યા છે, તે અંગે કોઈ જાણ જ નથી. હેમા માલિનીએ નિવેદન આપ્યું હતું કે ધરણાં પર બેઠેલા ખેડૂતોને તે ખ્યાલ જ નથી કે તેમને શું જોઈએ છે અને કૃષિ કાયદાની હકિકતમાં શું મુશ્કેલી છે. તેનાથી એ વાત સ્પષ્ટ છે કે તેમને કોઈએ કહ્યું અને તેઓ ધરણાં પર બેસી ગયા.

ખેડૂતોને ઈન્સાફ મળેઃ ધર્મેન્દ્ર

દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રે ખેડૂત-સરકાર વચ્ચેની આઠમા તબક્કાની વાતચીત પહેલાં કહ્યું હતું કે, ‘તેઓ દિલથી દુઆ કરે છે કે આ ખેડૂતોને ઈન્સાફ મળે. આજે, મારા ખેડૂત ભાઈઓને ન્યાય મળી જાય. હાથ જોડીને, જીવથી અરદાસ કરુ છું કે દરેક રુહને સુકૂન મળી જાય.’

ડિસેમ્બરમાં પણ ધર્મેન્દ્રે દુઃખ વ્યક્ત કર્યું હતું
ડિસેમ્બરમાં ધર્મેન્દ્રે કેન્દ્રને કૃષિ કાયદા વિરૂદ્ધ ચાલી રહેલા પ્રદર્શનનો ઉકેલ લાવવાની અપીલ કરી હતી. સોશિયલ મીડિયા પર તેમણે લખ્યું હતું કે ‘ખેડૂત ભાઈઓની પીડા જોઈને હું ઘણો દુઃખી છું, સરકાર ઝડપથી કંઈક કરે.’ રસપ્રદ વાત એ છે કે થોડા દિવસ પહેલાં પણ ધર્મેન્દ્રએ સરકારને પ્રાર્થના કરેલી કે તેઓ ઝડપથી ખેડૂતોના પ્રશ્નોનો ઉકેલ લાવે, પરંતુ પછી કોઈ અગમ્ય કારણોસર તેમણે એ પોસ્ટ ડિલિટ કરી નાખી હતી. એ મુદ્દે તેઓ ખાસ્સા ટ્રોલ પણ થયા હતા.

જોકે, બાદમાં તેમણે આ મેસેજ ડિલિટ કર્યો હતો. એની સ્પષ્ટતા કરતાં તેમણે ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, ‘મારો હેતુ માત્ર એ બોલવાનો હતો કે ખેડૂતોની વાત સાંભળી લો. હું હંમેશાં પોઝિટિવ વાત કરું છું, પરંતુ લોકો એનો અલગ જ અર્થ લે છે. લોકો સો.મીડિયામાં ભડાસ કાઢે છે. હું હવે એનાથી અંતર રાખીશ, કારણ કે આ ઘણી ઝેરી જગ્યા થઈ ગઈ છે. લોકો દિલ તોડી નાખે છે.’

શું લખ્યું હતું ધર્મેન્દ્રે?
ધર્મેન્દ્રે તેમની સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું, ‘સરકારને પ્રાર્થના છે કે ખેડૂત ભાઈઓના પ્રોબ્લેમ્સનો કોઈ ઉપાય જલદી શોધે. કોરોનાના કેસ દિલ્હીમાં વધતા જઈ રહ્યા છે. આ દુઃખદાયક છે.’

1 Trackbacks & Pingbacks

  1. ધર્મેન્દ્રે કહ્યું- ‘મારી મજબૂરી સમજો, કેન્દ્રમાં વાત કરી પણ કંઈ થયું નહીં’ – Gujarati News -

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: