[:en]ખેડૂત આંદોલનનો 46મો દિવસ: હરિયાણામાં પ્રદર્શનકાર ખેડૂતો પર ટીયર ગેસના સેલ છોડાયા, ખરાબ હવામાનનું બહાનું આપી CMની રેલી રદ્દ[:]

[:en]

  • Gujarati News
  • National
  • Farmers Protest: LIVE Update Haryana Punjab Farmers Delhi Chalo March Latest News Today 10 January

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવી દિલ્હી/કરનાલ21 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ખેડૂત આંદોલનનો આજે (10 જાન્યુઆરી)46મો દિવસ છે. દિલ્હીની સરહદ પર બેઠેલા ખેડૂત હાલ પણ કેન્દ્ર સરકાર સાથે અંતર રાખી રહ્યાં છે. આ બધાની વચ્ચે હરિયાણાના કરનાલમાં એ સમયે હોબાળો થઈ ગયો, જ્યારે કેમલા ગામમાં ખેડૂતોએ મુખ્યમંત્રી મનોહર લાલની રેલીનો વિરોધ શરૂ કર્યો. પોલીસે ખેડૂતોને અટકાવ્યા તો બન્ને વચ્ચે ઝપાઝપી શરૂ થઈ ગઈ. હોબાળો એટલી હદે વધી ગયો કે ખેડૂતોને અટકાવવા માટે પોલીસે ટીયર ગેસના સેલ છોડવા પડ્યાં અને વોટર કેનન પણ ચલાવવામાં આવ્યું.

જો કે, હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર કરનાલના કેમલા ગામમાં ખેડૂત મહાપંચાયતની રેલી કરવાના છે. પ્રશાસન તરફથી સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી. અહીં ગઢી સુલ્તાન પાસે પોલીસે નાકાબંધી કરી રાખી હતી. અહીં આગળ વધતા ખેડૂતોને અટકાવવામાં આવ્યા, જ્યારે એ લોકો ન માન્યા તો પોલીસે લાઠીચાર્જ કર્યો.બેકાબૂ આંદોલનકાર હેલીપેડ તરફ રેલી સ્થળ સુધી પહોંચી ગયા. હેલીપેડને પણ તોડી નાંખ્યું. પ્રદેશ ભાજપ પ્રમુખ ઓમ પ્રકાશ ધનખડ સાથે દલીલ પણ થઈ. ખરાબ હવામાનનું બહાનું આપીને મુખ્યમંત્રીનો કાર્યક્રમ રદ્દ કરી દેવાયો છે.

કરનાલઃ ખેડૂત પ્રદર્શન ન કરી શકે, તેના માટે પોલીસે ખેતરમાં નાકાબંધી કરી

કરનાલઃ ખેડૂત પ્રદર્શન ન કરી શકે, તેના માટે પોલીસે ખેતરમાં નાકાબંધી કરી

દિલ્હીમાં ખેડૂતોની બેઠક
દિલ્હીની બોર્ડર પર બેઠેલા ખેડૂતોનો સંયુક્ત મોરચો એક મહત્વની બેઠક કરશે. બેઠકમાં આગળની રણનીતિ અંગે ચર્ચા કરાશે. ખેડૂત 26 જાન્યુઆરીએ તૈયારીઓની જાહેરાત પણ કરી શકે છે. સાથે જ આવતી કાલે 11 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટમાં કૃષિ કાયદાને રદ્દ કરવાની અરજી અંગે સુનાવણી થવાની છે. આ પહેલા પણ બુધવારે થયેલી સુનાવણીમાં કોર્ટે કહ્યું હતું કે, સ્થિતિમાં કોઈ સુધારો નથી. અમે ખેડૂતોની સ્થિતિ સમજીએ છીએ.

ચિલ્લા અને ગાઝીપુર બોર્ડર બંધ
આ બધાની વચ્ચે દિલ્હીની ચિલ્લા અને ગાઝીપુર બોર્ડરને બંધ કરી દેવાઈ છે. દિલ્હી ટ્રાફિક પોલીસે રવિવારે એડવાઈઝરી જાહેર કરતા કહ્યું કે, ખેડૂતોના આંદોલનને ધ્યાનમાં રાખતા બન્ને બોર્ડરને બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આનંદ વિહાર, DND, ભોપરા અને લોની બોર્ડરથી દિલ્હી આવનાર લોકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાનું સૂચન કરાયું છે.

આખા દેશમાં રાજભવનનો ઘેરાવ કરશે કોંગ્રેસ
કૃષિ કાયદા વિરુદ્ધ કોંગ્રેસે 15 જાન્યુઆરીએ દેશભરમાં રાજભવનની બહાર ધરણા-પ્રદર્શન કરવાનો નિર્ણય કર્યો છે. કોંગ્રેસ નેતાઓએ જણાવ્યું કે, દરેક રાજ્યના રાજભવનનો કોંગ્રેસ કાર્યકર્તા ઘેરાવ કરશે.

હવે આગળ ખેડૂતો શું કરશે?
13 જાન્યુઆરીઃ લોહડીને દેશભરમાં ‘ખેડૂત સંકલ્પ દિવસ’તરીકે ઉજવણી કરશે. ત્રણ કાયદાની નકલ સળગાવાશે.
18 જાન્યુઆરીઃ‘મહિલા ખેડૂત દિવસ’ની ઉજવણી કરશે. દરેક ગામમાંથી 10-10 મહિલાઓને દિલ્હી બોર્ડર પર લાવશે.
23 જાન્યુઆરીઃ સુભાષચંદ્ર બોઝની યાદમાં ‘આઝાદ હિન્દ ખેડૂત દિવસ’ની ઉજવણી કરીને રાજ્યોમાં રાજ્યપાલના નિવાસનો ઘેરાવ કરશે.
26 જાન્યુઆરીઃ રાજપથ પર ટ્રેક્ટર પર પરેડ કાઢશે. દાવો છે કે આમાં એક લાખ ટ્રેક્ટર હશે. મહિલાઓ તેનું નેતૃત્વ કરશે.

છેલ્લી 8માંથી 1 બેઠકનું પરિણામ આવ્યું
પહેલી વખત-14 ઓક્ટોબર

શું થયું- મીટિંગમાં કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરની જગ્યાએ કૃષિસચિવ આવ્યા. ખેડૂત સંગઠનોએ મીટિંગનો બોયકોટ કર્યો. તેઓ કૃષિમંત્રી સાથે જ વાત કરવા માગતા હતા.

બીજી વખત-13 નવેમ્બર
શું થયું- કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને રેલવેમંત્રી પીયૂષ ગોયલે ખેડૂત સંગઠનો સાથે મીટિંગ કરી. 7 કલાક વાતચીત ચાલી, પણ એનું કોઈ પરિણામ ન આવ્યું

ત્રીજી વખત-1લી ડિસેમ્બર
શું થયું- ત્રણ કલાક વાત થઈ. સરકારે એક્સપર્ટ કમિટી બનાવવાનું સૂચન આપ્યું, પણ ખેડૂત સંગઠન ત્રણ કાયદાને રદ કરવાની માગ પર અડગ છે.

ચોથી વખત-3 ડિસેમ્બર
શું થયું- સાડાસાત કલાકની વાતચીત થઈ. સરકારે વાયદો કર્યો કે એમએસપી સાથે કોઈ ચેડાં કરવામાં નહીં આવે. ખેડૂતોનું કહેવું હતું કે સરકારે એમએસપી પર ગેરંટી આપવાની સાથે સાથે ત્રણ કાયદા પણ રદ કરે.

5મી વખત- 5 ડિસેમ્બર
શું થયું- સરકાર એમએસપી પર લેખિત ગેરંટી આપવા માટે તૈયાર, પણ ખેડૂતોએ સ્પષ્ટ કહ્યું, કાયદો રદ કરવા અંગે સરકાર હા કે નામાં જવાબ આપે.

6ઠ્ઠી વખત- 8 ડિસેમ્બર
શું થયું- ભારત બંધના દિવસે જ ગૃહમંત્રી અમિત શાહે બેઠક કરી. અગાઉના દિવસે સરકારે 22 પેજનો પ્રસ્તાવ આપ્યો, પણ ખેડૂત સંગઠને નકારી દીધો.

7મી વખતઃ 30 ડિસેમ્બર
શું થયું-નરેન્દ્ર સિંહ તોમર અને પીયૂષ ગોયલે ખેડૂત સંગઠનોના 40 પ્રતિનિધિ સાથે બેઠક કરી. બે મુદ્દા પર મતભેદ યથાવત્, પણ બે માટે રાજી થઈ ગયા.

8મી વખત 4 જાન્યુઆરી
શું થયું- 4 કલાક ચાલેલી બેઠકમાં ખેડૂત કાયદો પાછો લેવાની માગ પર અડગ. મીટિંગ ખતમ થયા પછી કૃષિ મંત્રીએ કહ્યું તાળી બન્ને હાથેથી વાગે છે.

9મી વખતઃ8 જાન્યુઆરી
શું થયું- કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે પણ સ્વીકાર્યું કે, 50 ટકા મુદ્દા પર મામલો અટક્યો છે. ખેડૂતોએ બેઠકમાં સખત વલણ અપનાવ્યું. ખેડૂત નેતાઓએ પોસ્ટર પણ લગાવ્યા, જેની પર ગુરુમુખીમાં લખ્યું હતું- મરીશું કે જીતીશું

[:]

Be the first to comment on "[:en]ખેડૂત આંદોલનનો 46મો દિવસ: હરિયાણામાં પ્રદર્શનકાર ખેડૂતો પર ટીયર ગેસના સેલ છોડાયા, ખરાબ હવામાનનું બહાનું આપી CMની રેલી રદ્દ[:]"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: