[:en]ખેડૂત આંદોલનનો 24મો દિવસ: વડાપ્રધાનની અપીલ અને કૃષિ મંત્રીના પત્રની અસર નહીં, દિલ્હીની ઠંડીમાં હાલ પણ અડગ ખેડૂતો[:]

[:en]

  • Gujarati News
  • National
  • Farmers Protest: Haryana Punjab Farmers Delhi Chalo March Latest News Today 19 December

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવી દિલ્હી5 મિનિટ પહેલા

  • કૉપી લિંક

કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરના પત્ર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ છતા ખેડૂત આંદોલન 24માં દિવસે પણ યથાવત છે. ખેડૂત ત્રણ નવા કૃષિ કાયદા વિરુદ્ધ દિલ્હી-યુપી અને હરિયાણા બોર્ડર પર અડગ છે. દિલ્હીમાં વધતી ઠંડી અને પવન વચ્ચે તે પીછેહઠ કરવા માટે તૈયાર નથી.

સિંધુ બોર્ડર પર આંદોલન કરી રહેલા ખેડૂતો વચ્ચે સિંગર બબ્બૂ માન.

સિંધુ બોર્ડર પર આંદોલન કરી રહેલા ખેડૂતો વચ્ચે સિંગર બબ્બૂ માન.

આંદોલન કરી રહેલા ખેડૂતોને સમર્થન આપવા માટે ઘણા સેલિબ્રિટી પણ સતત પહોંચી રહ્યાં છે. શુક્રાવારે સિંગર બબ્બૂ માન અને એક્ટ્રેસ સ્વરા ભાસ્કર પહોંચી.

મોબાઈલ ચાર્જ કરવા માટે ઘરેથી સોલર પેનલ લઈને આવ્યા
મોબાઈલ ચાર્જ કરવા માટે તકલીફ ન પડે તેના માટે ખેડૂત સોલર પેનલ અને ટ્રેક્ટરની બેટરી ચાર્જ કરી રહ્યાં છે. એક ખેડૂત અમૃત સિંહે જણાવ્યું કે તે પોતાની સાથએ સોલર પ્લેટ લઈને આવ્યા છે જો ફોનની બેટરી ડિસ્ચાર્જ થઈ જશે તો ઘરે વાત નહીં થઈ શકે. અહીં કોઈ સુવિધા મળવાના સવાલ અંગે તેમણે કહ્યું કે, સરકાર શું સુવિધા આપશે, તે તો અમારી માગ પણ નથી સ્વીકારી રહી.

ચિદમ્બરમે વડાપ્રધાન પર પ્રહાર કર્યા
કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમે MSPના મુદ્દા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાને વિપક્ષ પર જુઠ્ઠાણા ફેલાવવાનો આરોપ લગાવ્યો છે. અહીં ત્રણ તથાકથિત જુઠ્ઠાણા છે, જેની પર કદાચ તે ટિપ્પણી ન કરવા માગે. ખેડૂતોના વિરોધનો સમન્વય કરનારી AIKSCCએ કહ્યું કે, ખેડૂત 900 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ પર ધાન વેચી રહ્યાં છે, જો કે, MSP 1,870રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે. શું આ ખોટું છે?

વડાપ્રધાન મોદીએ વિપક્ષ પર આરોપ લગાવ્યો હતો કે તે ખેડૂતોને ઉશ્કેરી રહ્યાં છે. પૂર્વ નાણા મંત્રીનું આ નિવેદન આ આરોપના જવાબમાં આવ્યું છે. તેમણે તબલિઘી જમાત અને હાથરસ કેસનો પણ ઉલ્લેખ કર્યો છે.

કોંગ્રેસે કહ્યું કે, મોદી સરકારે ખેડૂતો પર 3 પ્રહાર કર્યા
સુરજેવાલાએ કહ્યું કે, સત્તા સંભાળતાની સાથે જ મોદી સરકારે ખેડૂતોને બાજુમાં કરી દીધા અને સરકારી સંસાધન મૂડીપતિઓના હાથમાં આપી દીધા. તેમણે કહ્યું કે, મોદી સરકારે ખેડૂતો પર 3 પ્રહાર કર્યા.
પહેલો પ્રહાર- 12 જૂન 2014ના રોજ મોદી સરકારે તમામ રાજ્યોને પત્ર લખીને ફરમાજ જાહેર કર્યું કે, સમર્થન મૂલ્ય પર જો કોઈ પ રાજ્યએ ખેડૂતોને બોનસ આપ્યું તો તે રાજ્યનું અનાજ સમર્થન મૂલ્ય પર ખરીદવામાં નહીં આવે અને ખેડૂત ભાઈઓને બોનસથી વંચિત કરી દેવાયા.

બીજો પ્રહારઃ ડિસેમ્બર 2014માં મોદી સરકાર ખેડૂતોની ભૂમિના ઉચિત વળતર કાયદા 2013ને ખતમ કરવા માટે એક પછી ત્રણ અધ્યાદેશ લાવી, જેથી ખેડૂતોની જમીન સરળતાથી છીનવીને મૂડીપતિઓને સોંપી શકાય.
ત્રીજો પ્રહારઃ ફેબ્રુઆરી 2015માં મોદી સરકારે સુપ્રીમ કોર્ટમાં શપથ પત્ર આપવાની ચોખ્ખી ના પાડી દીધી કે જો ખેડૂતોને સમર્થન મૂલ્ય ખર્ચના 50%થી ઉપર આપવામાં આવશે, તો બજાર ખરાબ થઈ જશે એટલે કે ફરી મૂડિપતીઓના પડખે ઊભા થઈ ગયા.

અપડેટ્સ

  • ચિપકો આંદોલનના નેતા સુંદરલાલ બહુગુણાએ ખેડૂત આંદોલનને સમર્થન આપ્યું છે. બહુગુણાએ વીડિયો રિલીઝ કરીને કહ્યું- હું અન્નાદાતાઓની માગનું સમર્થન કરું છું. દેશની ખાદ્ય સુરક્ષા આપવામાં ખેડૂત દેશના અસલી હીરો છે.
  • દિલ્હીની સિંધુ બોર્ડર પર આંદોલન કરી રહેલા ખેડૂતોએ કહ્યું, વડાપ્રધાને ખેડૂતો સાથે વાત કરવી જોઈએ. ખેડૂત કાયદા વિરુદ્ધ પોતાની લડાઈ નહીં છોડે.
  • ખેડૂતોનું કહેવું છે કે તે કૃષિ કાયદા વિરુદ્ધ લાંબી લડાઈની તૈયારી કરી રહ્યા છે. ઠંડીને ધ્યાનમાં રાખીને વધુ ટેન્ટ લગાવી રહ્યા છે
  • ઉદ્યોગ સંગઠન FICCIએ કહ્યું હતું કે ખેડૂત આંદોલનને કારણે નોધર્ન રીઝનની ઈકોનોમીને દરરોજ 3000 કરોડ રૂપિયાનું નુકસાન થવાનો અંદાજ છે.

મોદીની અપીલ- કૃષિમંત્રીની ચિઠ્ઠી જરૂર વાંચજો
2 દિવસ પહેલાં જ કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે ગ્વાલિયરમાં ખેડૂત સંમેલનને સંબોધિત કર્યું હતું. તેમણે કહ્યું હતું કે નવા કાયદા ખેડૂતોના ફાયદા માટે છે. તોમરે ગુરુવારે ખેડૂતોના નામે ચિઠ્ઠી પણ લખી હતી, જેમાં ન્યૂનતમ સમર્થન મૂલ્ય(MSP) સહિત અન્ય ચિંતાઓ પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. મોદીએ ખેડૂતો સાથે સાથે આખા દેશને તોમરની ચિઠ્ઠી વાંચવા માટે અપીલ કરી, એને સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટે કહ્યું- સરકાર કાયદો હોલ્ડ કરવાનો રસ્તો વિચારે
ખેડૂતોને રસ્તા પરથી હટાવવાની અરજી અંગે સુપ્રીમ કોર્ટમાં ગુરુવારે સતત બીજા દિવસે સુનાવણી થઈ. કોર્ટે કહ્યું હતું કે ખેડૂતોને વિરોધ કરવાનો અધિકાર છે, પણ કોઈની સંપત્તિ અથવા કોઈના જીવને જોખમ ન થવું જોઈએ, સાથે જ સલાહ આપી કે વિરોધની પદ્ધતિમાં ફેરફાર કરો, કોઈ શહેરને જામ ન કરી શકાય. કોર્ટે સરકારને પણ પૂછ્યું કે આ મામલાની સુનાવણી પૂરી થાય ત્યાં સુધી શું તમે ખેડૂત કાયદાને અટકાવી શકો છો?

હાલ નવા કૃષિ કાયદા લાગુ કરવાના નિયમ જ નથી બન્યા, જેવી રીતે CAAના નથી બન્યા
લોકસભાના પૂર્વ મહાસચિવ પીડીટી આચારીએ કૃષિ કાયદા અંગે સુપ્રીમ કોર્ટની કોમેન્ટ સાથે જોડાયેલા સવાલોના જવાબ જણાવ્યા.

શું કોઈ કાયદા પર અમલને અટકાવી શકાય છે?
બિલ પર અમલનો અધિકાર કાર્યપાલિકાનો છે. અમલ માટે નિયમ અને દિશાનિર્દેશ હોય છે. કૃષિ કાયદાને લાગુ કરવાના નિયમ હાલ નથી બન્યા, એટલે કે એ લાગુ જ નથી થયા, તો પછી એને કેવી રીતે અટકાવી શકાય છે.

શું પહેલાં ક્યારેય આવું થયું છે કે બિલ સંસદમાં પસાર થઈ ગયું અને એની પર અમલ નથી થયો?
આનું સૌથી મોટું ઉદાહરણ નાગરિકતા કાયદા સંશોધન એક્ટ છે, જે ગત વર્ષે સંસદમાં પસાર થયો હતો, પણ હજુ સુધી એને લાગુ કરવાના નિયમ અને દિશાનિર્દેશ બનાવાયા નથી. એટલા માટે આ કાયદો હાલ કોલ્ડસ્ટોરેજમાં છે.

જો સરકાર ઝડપથી જ નિયમ બનાવી લેશે તો?
સુપ્રીમ કોર્ટ ઈચ્છે તો કેસ ચાલે ત્યાં સુધી અમલના નિયમ ન બનાવવાનો આદેશ આપી શકે છે.

સુપ્રીમ કોર્ટનો ઈરાદો શું લાગે છે?
સરકાર અને ખેડૂતો વચ્ચે વાતચીતમાં પ્રગતિ નથી થઈ રહી. કોર્ટ સંભાવના શોધી રહી છે કે શું વાતચીત ચાલુ રહે ત્યાં સુધી કાયદાની અસરને મોકૂફ રાખી શકાય છે. મને લાગે છે કે કોર્ટનું આ પગલું સમાધાનની દિશામાં છે.

શું કોઈ સરકાર કાયદાને નિષ્પ્રભાવી કરવા માટે અધ્યાદેશ પણ લાવી શકે છે?
ના. કોઈપણ કાયદાને નિષ્પ્રભાવી અથવા રદ કરવા માટે સંસદનું સત્ર એકમાત્ર વિકલ્પ છે. આમ તો કાયદાના અમલને અટકાવવા માટે નિયમ ન બનાવવો એ જ કારગર પદ્ધતિ છે.

[:]

Be the first to comment on "[:en]ખેડૂત આંદોલનનો 24મો દિવસ: વડાપ્રધાનની અપીલ અને કૃષિ મંત્રીના પત્રની અસર નહીં, દિલ્હીની ઠંડીમાં હાલ પણ અડગ ખેડૂતો[:]"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: