ખાસ વાતચીત: રાજકુમાર રાવ અને વરૂણ શર્માએ ‘રૂહી’ માટે મુરાદાબાદી એક્સેંટ માટે 3 મહિના પ્રેક્ટિસ કરી, હોમટાઉન જઈને શેરીના યુવકો સાથે સમય પસાર કર્યો


Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

14 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ફિલ્મ ‘રૂહી’માં મુરાદાબાદી એક્સેંટ માટે રાજકુમાર રાવ અને વરૂણ શર્માએ 3 મહિના પ્રેક્ટિસ કરી

હિન્દી ફિલ્મોની સ્ટોરીર્સ હવે હાર્ટલેન્ડ વિસ્તારમાંથી આવી રહી છે. આવી સ્થિતિમાં હીરો-હિરોઈન હવે ફિલ્મોમાં સ્થાનિક બોલી હરિયાણવી, બુંદેલખંડી એક્સેંટમાં બોલતા જોવા મળે છે. 11 માર્ચે રિલીઝ થઈ રહેલી જાન્હવી કપૂર સ્ટારર ફિલ્મ ‘રૂહી’માં પણ મુરાદાબાદ અને આસપાસના વિસ્તારની ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેના માટે વરૂણ શર્મા અને રાજકુમાર રાવ ત્રણ મહિના સુધી પ્રેક્ટિસ કરી. તેમણે મુરાદાબાદી એક્સેંટ શીખવા માટે હોમટાઉન જઈને ગલી-મહોલ્લાના યુવકોની સાથે સમય પણ પસાર કર્યો હતો.

રાજકુમાર આખી ફિલ્મમાં તોતડું બોલ્યો, જાન્હવી પણ તોતડાઈ રહી હતી
દૈનિક ભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં વરૂણ શર્માએ કહ્યું, ફિલ્મ સાથે જોડાયેલા ગૌતમનું ઘર મારા ઘરની પાસે હતું. આવી સ્થિતિમાં અમે એક બીજાના ઘરે 2થી 3 મહિના સુધી આવતા જતા રહ્યા. મુરાદાબાદની આસપાસ એક્સેંટને અમે શીખ્યાં. રાજકુમાર રાવ તો આખી ફિલ્મમાં તોતડાઈને ડાયલોગ્સ બોલે છે. જાહન્વી કપૂરનું કેરેક્ટર પણ ડરવાળી સ્થિતિમાં તોતડું બોલવા લાગે છે. એટલું જ નહીં અમે અમારા હોમટાઉન પણ ગયા. ત્યાં ગલી મહોલ્લાના યુવકોની સાથે ઘણો સમય પસાર કર્યો હતો.

વરૂણ શર્માએ કહ્યું, ફિલ્મ ‘રૂહી’ના શૂટ દરમિયાન પણ ઘણા રોમાંચક વાક્યો હતા. રુડકીમાં શૂટનો પહેલો દિવસ હતો. અમે ત્રણેય કલાકાર પોતપોતાની ભૂમિકાને લઈને થોડા નર્વસ પણ હતા. તેમજ ત્યાં શૂટિંગ જોઈને પાંચ હજાર લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. આવી સ્થિતિમાં અમે ડરી ગયા હતા. બાદમાં ભીડે અમારો ઉત્સાહ વધાર્યો, ત્યારે જઈને અમારા ત્રણમાં આત્મવિશ્વાસ આવ્યો. ફરીથી સિંગલ ટેકમાં દૃશ્યો ફિલ્માંકન થવા લાગ્યા.

જાહન્વીએ ડબલ રોલને સેમ શિડ્યુઅલમાં જ પ્લે કર્યો
વરૂણે ફિલ્મ માટે જાહન્વીની મહેનતની પ્રશંસા કરતા જણાવતા કહ્યું કે, તેના ખભા પર બે ભૂમિકા ભજવવાનો ભાર હતો, બંને એક બીજાથી અલગ હતી. તેણે રૂહી અને અફઝા બંનેનો રોલ અલગ અલગ નહીં પરંતુ એક જ શિડ્યુઅલમાં પ્લે કર્યો. એક એક્ટર માટે આ પડકારજનક કામ હોય છે. તે એટલા માટે કેમ કે એક કલાક પહેલા તમે રૂહી પ્લે કરી રહ્યા હતા અને બીજી જ ક્ષણે અફઝા. બંને પાત્રોને સ્ક્રિનમાં એક જ સમયે આવવા-જવાનું ઘણું મુશ્કેલ કામ હોય છે.

બંને રોલને એક સાથે પ્લે કરવાની મજબૂરી હતી
વરુણે કહ્યું, બંને રોલને એક જ સમયે પ્લે કરવાની પણ મજબૂરી હતી. તે એટલા માટે કેમ કે જે લોકેશન હતું, ત્યાં રૂહી અને અફઝા બંનેના જ દૃશ્યા હતા. એક સમયમાં જાહન્વીને નોર્મલ છોકરીની ભૂમિકા ભજવવાની હતી તો બીજી તરફ તે જ સમયે એણે ભૂત બનવાનું હતું. રૂહીને અમે બંને જુદી રીતે જોતા અને રિએક્ટ કરતા હતા. તેમજ અફઝાને જુદી રીતે જોતા હતા.

અફઝાવાળા રોલમાં હેવી VFX
વરૂણે કહ્યું, ખાસ કરીને અફઝાના સીનમાં ઘણા VFX હતા. અફઝા પ્લે કરવાનો સમય આવતો હતો, ત્યારે સેટ પર VFXવાળા લોકો ભેગા થઈ જતા હતા. બોડી પર માર્ક્સ હતા. આસપાસ ગ્રીન સ્ક્રીન હતી. ચહેરા પર નિશાન હતા. આવી સ્થિતિમાં જાહન્વીને અફઝા માટે ઈમેજીન કરવી પડી હતી કે તેમણે પોતાની મૂવમેન્ટ કંટ્રોલમાં રાખવી પડતી હતી. જેથી પોસ્ટ પ્રોડક્શન બાદ જ્યારે ફાયનલ પ્રોડક્ટ બને તો તેમાં અફઝાની સુપરનેચરલ પાવર કન્વિંસિંગ લાગે.

અન્ય સમાચારો પણ છે…

1 Trackbacks & Pingbacks

  1. રાજકુમાર રાવ અને વરૂણ શર્માએ ‘રૂહી’ માટે મુરાદાબાદી એક્સેંટ માટે 3 મહિના પ્રેક્ટિસ કરી, હોમટાઉન

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: