ખાસ વાતચીત: ‘બિગ બોસ 14’ની વિનર રૂબીનાએ ટ્રોફીની સાથે 36 લાખ રૂપિયા જીત્યા, કહ્યું- ‘આ પૈસાથી ગામમાં પાકા રસ્તા બનાવીશ’


Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુંબઈ7 મિનિટ પહેલાલેખક: કિરણ જૈન

  • કૉપી લિંક

ટીવી એક્ટ્રેસ રૂબીના દિલૈક ‘બિગ બોસ 14’ની વિનર બની છે. ટ્રોફીની સાથે રૂબીનાને 36 લાખ રૂપિયા જીત્યા છે. 140 દિવસ સુધી ચાલેલા આ શોમાં રૂબીનાની સાથે ફિનાલે સુધી પહોંચેલા રાહુવ વૈદ્ય રનર અપ રહ્યો હતો. શો જીત્યા બાદ રૂબીનાએ દિવ્ય ભાસ્કર સાથે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે તે જીતેલી રકમમાંથી કેટલાંક પૈસા ગામના લોકો પાછળ ખર્ચ કરશે.

આ પૈસાથી ગામમાં પાકા રસ્તા બનાવીશ
જીતેલી રકમથી કેટલોક ભાગ ખર્ચીને હું મારા ગામમાં પાકા રસ્તા બનાવીશ. મારી માતાએ હંમેશાં મને શીખવ્યું છે કે તમે જે પણ કમાણી કરો, તેમાંથી કેટલોક હિસ્સો સમાજ તથા પોતાના લોકોને આપવો જોઈએ. હું મારી માતાની આ વાતને ફોલો કરું છું. મારી ઈચ્છા હતી કે હું મારા ગામના લોકો માટે પાક્કો રસ્તો તથા ઈલેક્ટ્રિસ્ટી માટે કંઈક કરું. છેલ્લાં કેટલાંક વર્ષોથી હું ગામમાં રહું પણ છું. મને વિશ્વાસ છે કે હું અહીંયાના લોકો માટે જરૂરથી કંઈક કરીશ.

સલમાન ખાન પાસે બેવાર જીત કન્ફર્મ કરી હતી
જ્યારે સલમાન ખાને મારું નામ વિજેતા તરીકે જાહેર કર્યું ત્યારે મને વિશ્વાસ થયો નહોતો. મેં સલમાન પાસેથી કન્ફર્મ કર્યું અને પછી મને વિશ્વાસ થયો હતો. તે સમયે હું બિલકુલ નર્વસ નહોતી. જોકે, સંતોષ હતો કે મેં 140 દિવસની સફર પૂરી કરી. મેં ક્યારેય ‘બિગ બોસ’ને ફોલો કર્યું નહોતું. મને ખ્યાલ નહોતો કે આ શોની પેટર્ન કેવી છે. જોકે, જ્યારે શોમાં ભાગ લીધો ત્યારે ઈચ્છા હતી કે હું ફિનાલે સુધી પહોંચું. ટ્રોફી જીતીશ કે નહીં એ મેં નસીબ પર છોડી દીધું હતું. કહેવાય છે ને કે તમે સાચા મનથી કોઈ કામ કરો તો જરૂર સફળ થાવ છો. મારી સાથે પણ આવું જ થયું. હું ચાહકોની આભારી રહીશ.

મારી ઈમાનદારીએ મને આ શોમાં સફળતા અપાવી
જ્યારે શો ઓફર થયો ત્યારે વિશ્વાસ નહોતો કે હું આ ગેમમાં જઈને શું કરીશ. જોકે, મને મારી ઈમાનદારી પર ભરોસો હતો. મને ખ્યાલ હતો કે મારી આ રમતમાં મને ઈમાનદારી મને અહીં સુધી લઈને આવી છું.

બેવડી જીત છે- એક તરફ શોની ટ્રોફી તથા બીજી તરફ અભિનવ સાથે મારા સંબંધોની જીત
મારી આ જીત પાછળ મારા પતિ અભિનવ શુક્લાનો બહુ જ મોટો હાથ છે. તેમણે મને આ સફરમાં પૂરો સાથ આપ્યો છે. જ્યારે મારી જીતનું એલાન થયું તો મેં સૌ પહેલાં અભિનવને જોયો હતો. તે ડાન્સ કરતા હતા. તેમનો ચહેરો જોઈને અલગ જ સંતોષ થયો. આ શોને કારણે અમારા સંબંધને નવું જીવન મળ્યું. આ મારી સૌથી મોટી જીત છે. આમ તો મારી જીત બેવડી છે, એક બાજુ શોની ટ્રોફી તથા બીજી બાજુ અભિનવ સાથેના મારા સંબંધોની જીત. જીવનની આ ક્ષણ હંમેશાં સ્પેશિયલ રહેશે.

રાહુલને શુભેચ્છા
રાહુલ વૈદ્યની સાથે દલીલો થતી રહેતી હતી. મેં વિચાર્યું નહોતું કે તેની સાથે જ ફિનાલેમાં મારે રમવાનું થશે. મને આનંદ છે કે બેસ્ટ સ્પર્ધકો ફિનાલે સુધી પહોંચ્યા. રાહુલને શુભેચ્છા પાઠવવા ઈચ્છું છું.

ધર્મેન્દ્ર સર પાસેથી મારા તથા અભિનવના સંબંધો અંગે સાંભળીને સારું લાગ્યું
ધર્મેન્દ્ર સર (બોલિવૂડ એક્ટર) પાસેથી મારા તથા અભિનવના સંબંધો અંગે સાંભળીને સારું લાગ્યું હતું. તેઓ પોતાના અનુભવથી અમને સમજાવી રહ્યાં હતાં કે સંબંધો કેટલાં કિંમતી છે. તેમની વાતો અમારા દિલને સ્પર્શી ગઈ.

1 Trackbacks & Pingbacks

  1. ‘બિગ બોસ 14’ની વિનર રૂબીનાએ ટ્રોફીની સાથે 36 લાખ રૂપિયા જીત્યા, કહ્યું- ‘આ પૈસાથી ગામમાં પાકા રસ્તા

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: