ખભામાં ઈજા જતા એજાઝ ખાનને રિયાલિટી શોમાંથી હાંકી કઢાયો હતો, મેકર્સે કહ્યું હતું- અમે તમને હેન્ડિકેપ્ડ થવાનો ફાયદો ના આપી શકીએ, આ સ્પેશિયલ શો નથી


  • Gujarati News
  • Entertainment
  • Television
  • Aijaz Khan Was Kicked Out Of A Reality Show With A Shoulder Injury, The Makers Said We Can’t Give You The Benefit Of Being Handicapped, This Is Not A Special Show

મુંબઈ7 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ટીવીથી લઈ ફિલ્મમાં પોતાની અલગ ઓળખ બનાવનાર એજાઝ ખાન હાલમાં ‘બિગ બોસ 14’માં જોવા મળે છે. પહેલા અઠવાડિયે એજાઝ ખાન બેકફુટ પર રહ્યો હતો. જોકે, હવે તેણે ઘરમાં પોતાનો પરચો બતાવી દીધો છે. આ દરમિયાન એક્ટરનો એક જૂનો ઈન્ટરવ્યૂ સામે આવ્યો છે. આ ઈન્ટરવ્યૂમાં એજાઝે ખભા પર ઈજા થતાં તેને ડાન્સ રિયાલિટી શો ‘ઝલક દિખલાજા’ શરૂ થતાં પહેલા જ છોડવો પડ્યો હતો. આ દરમિયાન કેટલાક લોકોએ તેને હેન્ડિકેપ્ડ કહ્યો હતો.

એજાઝ ખાને વેબ પોર્ટલ પિંકવિલા સાથેની વાતચીતમાં પોતાની કરિયરના સૌથી મુશ્કેલ દિવસની વાત કરી હતી. તેણે કહ્યું હતું, ‘મને બે વાર ખભામાં ઈજા થઈ હતી અને આ સમય મારા માટે સૌથી વધુ મુશ્કેલ હતો. તે સમયે ઈન્ટરનેટ નહોતું. એક સમય એવો આવ્યો કે મારા ખભાનું ઓપરેશન સક્સેસ રહ્યું નહોતું. 16 દિવસ બાદ જ તે ખભામાં બીજીવાર ઈજા થઈ હતી. દોઢ વર્ષ સુધી મારો ખભો ઠીક થયો નહોતો, પરંતુ મને વિશ્વાસ હતો કે હું સાજો થઈ જઈશ.’

વધુમાં એક્ટરે કહ્યું હતું, ‘તે સમયે હું બાંદ્રામાં એક નાનકડા ફ્લેટમાં રહેતો હતો અને જીવન બહુ જ સરળ હતું. ઈજા હોવા છતાં મેં ઘણાં કામ કર્યા હતા. હું દુખાવાને કારણે રડી પડતો હતો અને મને આમાંથી બહાર આવવામાં દોઢ વર્ષ જેટલો સમય થયો હતો. જોકે, આ ઈજાએ મને એ વાત શીખવી કે જો મનથી તમે નક્કી કરો તો તમે ચોક્કસથી કમબેક કરી શકો છો.’

ડાન્સ રિહર્સલ દરમિયાન આ ઘટના બની હતી
ખભાની ઈજાને કારણે એજાઝે માત્ર ડાન્સ રિયાલિટી શો જ નહોતો છોડ્યો પરંતુ તેણે ઘણું બધું સાંભળવું પણ પડ્યું હતું. આ અંગે એક્ટરે કહ્યું હતું, ‘હું ‘ઝલક દિખલાજા’ શોમાં કામ કરતો હતો. શો લોન્ચ થાય તેના ત્રણ દિવસ પહેલાં જ હું મારી ડાન્સ પાર્ટનરને ઊંચકવાની પ્રેક્ટિસ કરતો હતો. આ દરમિયાન યુવતીની પકડ છૂટી ગઈ અને મારી આંગળી વળી ગઈ હતી અને તે મારા ખભા પર સીધી પડી હતી. હું મારી જાતને શ્વાસ લેવાનું કહેતો હતો. હું એક ડાન્સર હતો અને મને ડાબા ખભામાં પહેલેથી જ તકલીફ હતી અને આ ઘટના બાદ મને જમણાં ખભામાં ઈજા થઈ હતી. તે સમયે કેટલાક લોકોએ મને ત્યાં સુધી કહ્યું હતું કે અમે તમને હેન્ડિકેપ્ડ હોવાનો ફાયદો આપી શકીએ નહીં. અમે કોઈ સ્પેશિયલ ડાન્સ શો ચલાવતા નથી. આ સાંભળીને મને ઘણું જ દુઃખ થયું હતું, કારણ કે આ બધું ડાન્સ રિહર્સલ દરમિયાન જ થયું હતું. જોકે, મેં પૂરી મક્કમતાથી કમબેક કર્યું હતું.’

એજાઝ ખાન વર્ષ 2013માં ‘ઝલક દિખલાજા’ શોમાં જોવા મળવાનો હતો પરંતુ છેલ્લી મિનિટે તેણે શોમાં કામ કરવાની ના પાડી દીધી હતી.

Be the first to comment on "ખભામાં ઈજા જતા એજાઝ ખાનને રિયાલિટી શોમાંથી હાંકી કઢાયો હતો, મેકર્સે કહ્યું હતું- અમે તમને હેન્ડિકેપ્ડ થવાનો ફાયદો ના આપી શકીએ, આ સ્પેશિયલ શો નથી"

Leave a comment

Your email address will not be published.


*