ક્લીન બોલ્ડ: બુમરાહે લગ્ન કરવા માટે ક્રિકેટમાંથી લીધો બ્રેક, આવતા અઠવાડિયે ગોવામાં સ્પોર્ટ્સ એન્કર અથવા સાઉથ ઇન્ડિયન એક્ટ્રેસ સાથે પ્રભુતામાં પગલાં માંડે એવી સંભાવના

ક્લીન બોલ્ડ: બુમરાહે લગ્ન કરવા માટે ક્રિકેટમાંથી લીધો બ્રેક, આવતા અઠવાડિયે ગોવામાં સ્પોર્ટ્સ એન્કર અથવા સાઉથ ઇન્ડિયન એક્ટ્રેસ સાથે પ્રભુતામાં પગલાં માંડે એવી સંભાવના


  • Gujarati News
  • Sports
  • Cricket
  • Bumrah Takes A Break From Cricket To Get Married, Likely To Step Into Dominance With Sports Anchor Or South Indian Actress In Goa Next Week

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

12 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • બુમરાહ લગ્ન પછી સીધો IPL 2021થી ક્રિકેટના મેદાન પર પરત ફરશે

હાલમાં જ ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહએ ઈંગ્લેન્ડ સામેની ચોથી અને અંતિમ ટેસ્ટ મેચમાંથી પોતાનું નામ પરત લઈ લીધું હતું. બુમરાહે અંગત કારણોને લીધે ચોથી ટેસ્ટમાં ન રમવાનો નિર્ણય લીધો હતો. તેને T-20 શ્રેણીમાં પણ આરામ આપવામાં આવ્યો છે તેમજ તે વનડે સિરીઝમાં પણ ન રમે એવી સંભાવના છે. સૂત્રો દ્વારા ખબર પડી છે કે બુમરાહ આ મહિને અને મોટે ભાગે આગામી એક અઠવાડિયામાં લગ્ન કરવાનો છે, તેથી તેણે ક્રિકેટ ફિલ્ડ પરથી બ્રેક લીધો છે.

બુમરાહે તાજેતરમાં પોતાની બહેન જુહીકા, જીજુ વરુણ અને મમ્મી સાથેનો ફોટો શેર કર્યો હતો.

બુમરાહે તાજેતરમાં પોતાની બહેન જુહીકા, જીજુ વરુણ અને મમ્મી સાથેનો ફોટો શેર કર્યો હતો.

સ્પોર્ટ્સ એન્કર અથવા સાઉથ ઇન્ડિયન એક્ટ્રેસ સાથે લગ્ન કરશે એવી ચર્ચા
બુમરાહ આવનારા એક સપ્તાહમાં લગ્નના બંધનમાં બંધાઈ રહ્યો છે. બુમરાહ સ્પોર્ટ્સ એન્કર અથવા સાઉથ ઇન્ડિયન એક્ટ્રેસ સાથે લગ્ન કરશે એવી ચર્ચાએ જોર પકડ્યું છે. આ યુવતી કોણ છે એ અંગે હજી ખબર પડી નથી. પરિવારની હાજરીમાં બુમરાહે ગોવામાં લગ્ન કરવાનું નક્કી કર્યું છે. જોકે તારીખ ગુપ્ત રાખવામાં આવી છે. તમને જણાવી દઈએ કે હાલ બુમરાહનો પરિવાર મુંબઈમાં રહે છે. ટીમ ઈન્ડિયા હાલ બાયો-બબલમાં હોવાને કારણે તેના લગ્નમાં જઈ શકે એવી શક્યતાઓ બહુ ઓછી છે. કોરોનાના કારણે તેના લગ્નમાં બહુ ઓછા લોકોને જ બોલાવવામાં આવી શકે છે અને એ જ કારણથી બુમરાહના લગ્ન ગોવામાં રાખવામાં આવશે.

ક્રિકેટમાંથી બ્રેક લીધા પછી બુમરાહે આ ફોટો શેર કર્યો છે.

ક્રિકેટમાંથી બ્રેક લીધા પછી બુમરાહે આ ફોટો શેર કર્યો છે.

BCCIના એક અધિકારીએ જણાવ્યું હતું કે બુમરાહને લગ્ન માટે વધુ સમય જોઈતો હતો એ કારણથી તેણે અંતિમ ટેસ્ટ મેચમાંથી પોતાનું નામ પરત લેવા કહ્યું હતું. હવે લગ્ન બાદ બુમરાહ સીધો આઈપીએલ 2021માં જ ક્રિકેટના મેદાન પર પરત ફરશે.

સાઉથ એક્ટ્રેસ અનુપમા પર્મેશ્વરન સાથે લગ્ન કરે એવી ચર્ચા
25 વર્ષીય અનુપમા પર્મેશ્વરન તેલુગુ અને મલયાલમ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. થોડા સમય પહેલાં તેના અને બુમરાહના ડેટિંગના સમાચાર સામે આવ્યા હતા. બુમરાહની જેમ અનુપમાએ પણ પોતાના કામથી બ્રેક લીધો છે, જે અંગે તેણે પોતાના સોશિયલ મીડિયા પર જાણ કરી હતી.

સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલી રહી છે કે બુમરાહ અને અનુપમા પોતાના ક્લોઝ અફેર રિલેશનને નેક્સ્ટ સ્ટેજ પર લઈ જવા માગે છે અને આવતા અઠવાડિયે લગ્ન કરશે.

સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલી રહી છે કે બુમરાહ અને અનુપમા પોતાના ક્લોઝ અફેર રિલેશનને નેક્સ્ટ સ્ટેજ પર લઈ જવા માગે છે અને આવતા અઠવાડિયે લગ્ન કરશે.

સંજના ગણેશન સાથે પણ બુમરાહના લિંક-અપની વાતો
ગયા વર્ષે જસપ્રીતના સ્ટાર સ્પોર્ટ્સની પ્રેઝેન્ટર સંજના ગણેશન સાથે લિંક-અપ્સની વાતે જોર પકડ્યું હતું. સંજનાએ ગયા વર્ષે સ્ટાર સ્પોર્ટ્સમાં KKR ફેન શોનો પણ ભાગ રહી હતી. એવામાં ઘણા ફેન્સ માની રહ્યા છે કે બુમરાહ-સંજના આગામી અઠવાડિયા પ્રભુતામાં પગલાં ભરશે.

સંજના ગણેશન IPLની ગઈ સીઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સ ફેન શોનો ભાગ હતી.

સંજના ગણેશન IPLની ગઈ સીઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સ ફેન શોનો ભાગ હતી.

અન્ય સમાચારો પણ છે…

Be the first to comment on "ક્લીન બોલ્ડ: બુમરાહે લગ્ન કરવા માટે ક્રિકેટમાંથી લીધો બ્રેક, આવતા અઠવાડિયે ગોવામાં સ્પોર્ટ્સ એન્કર અથવા સાઉથ ઇન્ડિયન એક્ટ્રેસ સાથે પ્રભુતામાં પગલાં માંડે એવી સંભાવના"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: