[:en]ક્રિકેટમાં અમેરિકાની વધતી રુચિ: ક્રિકેટમાં અમેરિકાની મોટી તૈયારી, 7 હજાર કરોડથી વધુનું રોકાણ[:]

[:en]ક્રિકેટમાં અમેરિકાની વધતી રુચિ: ક્રિકેટમાં અમેરિકાની મોટી તૈયારી, 7 હજાર કરોડથી વધુનું રોકાણ[:]

[:en]

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ન્યૂયોર્ક41 મિનિટ પહેલા

  • કૉપી લિંક

અમેરિકાની ઓળખ બનાવવા લીગનું અનેક દેશોમાં પ્રસારણ કરાશે

  • 2018 લોસ એન્જેલિસ ઓલિમ્પિકમાં ક્રિકેટને સામેલ કરવાનો પ્રયાસ
  • શાહરૂખ પછી નડેલા અને પેટીએમ ફાઉન્ડર પણ લીગમાં રોકાણ કરી શકે છે

દુનિયાની સૌથી મોટી મહાશક્તિ અમેરિકા હવે ભારતના માર્ગે છે. તેણે દેશમાં ક્રિકેટને પ્રોત્સાહન આપવા આ વર્ષે માઈનર લીગની શરૂઆત કરી છે. જોથી આવતા વર્ષે મેજર લીગ ક્રિકેટ(એમએલસી)નું આયોજન થઈ શકે. માઈનર લીગમાં યુએસ સ્પોર્ટ્સ માર્કેટની 24 ફ્રેન્ચાઈઝી આધારિત ટીમો ભાગ લેશે. શાહરૂખ ખાનની માલિકીવાળા નાઈટરાઈડર્સ ગ્રૂપે મેજર લીગની એક ટીમમાં ભાગીદારી ખરીદી છે. આ ઉપરાંત માઈક્રોસોફ્ટના સીઈઓ સત્યા નડેલા, પેટીએમના ફાઉન્ડર વિજય શેખર શર્મા અને એડોબ સિસ્ટમના સીઈઓ શાંતનુ નારાયણ પણ આ ટી20 લીગમાં રોકાણ કરી શકે છે. એમએલસીથી ઘરેલુ ક્રિકેટ ઈન્ડસ્ટ્રીમાં એક બિલિયન ડોલર (લગભગ રૂ.7366 કરોડ)થી વધુનું રોકાણ થશે. એક્સપર્ટનું અનુમાન છે કે, અમેરિકામાં ક્રિકેટ ઈકોનોમી વાર્ષિક 50 મિલિયન ડોલર છે. જો અમેરિકામાં ક્રિકેટ લોકપ્રિય થાય છે તો ઓલિમ્પિકમાં તેને સામેલ કરવામાં સરળતા રહેશે. યુએસએ ક્રિકેટના ચીફ એક્ઝીક્યુટીવ ઈયાન હિંગિસનું માનવું છે કે, 2030 સુધી ક્રિકેટ અમેરિકામાં મુખ્ય રમત બની જશે. યુએસએ ક્રિકેટનું લક્ષ્ય આઈસીસીમાં પૂર્ણ સભ્યપદ મેળવવાનું છે.

હાઈ પરફોર્મન્સ સેન્ટર ઉપરાંત દર્શક ક્ષમતા વધારાશે
એમએલસીની પેરેન્ટ કંપની અમેરિકન ક્રિકેટ એન્ટરપ્રાઈઝિસ(એસીઈ)એ એરહોગ્સ સ્ડેડિયમમાં લોન્ગ ટર્મ કરાર કરી લીધો છે. તેનો પ્લાન દર્શક ક્ષમતા 5445થી વધારી 8 હજાર કરવાનો છે. આ મેદાન અમેરિકાની નેશનલ ક્રિકેટ ટીમનો બેઝ હશે. અહીં હાઈ પરફોર્મન્સ સેન્ટર પણ બનશે.

અમેરિકાને 2030 સુધી આઈસીસીના પૂર્ણ સભ્ય બનવાની અપેક્ષા
યુએસએ ક્રિકેટ અમેરિકામાં ક્રિકેટની ગવર્નિંગ બોડી છે. તેણે અમેરિકામાં ક્રિકેટને પ્રોત્સાહન આપવા ‘ફાઉન્ડેશનલ પ્લાન’ બનાવ્યો છે. મેજર લીગ ક્રિકેટ(એમએલસી) ટી20 આ મહત્ત્વાકાંક્ષી પ્લાનનો ભાગ છે. આ પ્લાન લાગુ થયા પછી યુએસએ ક્રિકેટને આશા છે કે, અમેરિકા 2030 સુધી આઈસીસીમાં પૂર્ણ સભ્યનો દરજ્જો મેળવી લેશે. તેનું બીજા અનેક દેશોમાં પ્રસારણ થશે, જેથી અમેરિકન ક્રિકેટ દુનિયામાં ઓળખ મેળવી શકે. યુએસએ ક્રિકેટના ચેરમેન પરાગ મરાઠે કહે છે, ‘આ ફાઉન્ડેશનલ પ્લાન અમેરિકામાં ક્રિકેટના વિકાસનો રોડમેપ તૈયાર કરશે. તેનાથી ક્રિકેટને 2028 ઓલિમ્પિકમાં સામેલ કરવાના પ્રયાસોને પ્રોત્સાહન મળશે’.

અનેક પૂર્વ ભારતીય ખેલાડી કોચ અને સલાહકાર છે
કર્ણાટકના પૂર્વ ક્રિકેટર જે. અરુણકુમાર મુખ્ય કોચ છે. કિરણ મોરેને સીનિયર ક્રિકેટ ઓપરેશન્સ કન્સલ્ટન્ટની ભૂમિકા મળી છે. પ્રવીણ આમરેને બેટિંગ કન્સલ્ટન્ટ, સુનીલ જોશીને સ્પિન બોલિંગ કન્સલ્ટન્ટ, બ્રિટનના જેમ્સ પામેન્ટને ફિલ્ડિંગ કન્સલ્ટન્ટ તરીકે રાખાયા છે.

ક્રિકેટના સમર્થક હતા પ્રથમ રાષ્ટ્રપતિ જ્યોર્જ વોશિંગ્ટન
અમેરિકામાં 18મી સદીમાં બ્રિટિશ કોલોનિસ્ટ ક્રિકેટ લાવ્યા હતા. પ્રથમ રાષ્ટ્રપતિ જ્યોર્જ વોશિંગ્ટન ક્રિકેટના મોટા સમર્થક હતા. બીજા રાષ્ટ્રપતિ જોન એડમ્સે ભાષણમાં કહ્યું હતું કે, જો ક્રિકેટ ક્લબના લીડરને પ્રેસિડન્ટ કહી શકાય છે તો નવા લીડરે પણ પ્રેસિડન્ટ ન કહેવાનું કોઈ કારણ નથી.

ટીમે પ્રથમ ઈન્ટરનેશનલ મેચ 1844માં કેનેડા સામે રમી હતી
અમેરિકાએ પ્રથમ મેજર ઈન્ટરનેશનલ કેનેડા વિરુદ્ધ 1844માં રમી હતી. ઓસ્ટ્રેલિયા-ઈંગ્લેન્ડ વચ્ચે 1877માં રમાયેલી પ્રથમ ટેસ્ટથી લગભગ 30 વર્ષ પહેલા. મેચ ન્યૂયોર્કના બ્લૂમિંગડેલ્સ પાર્કના સેન્ટ જ્યોર્જ ક્રિકેટ ક્લબ ગ્રાઉન્ડમાં રમાઈ હતી. આ મેચ જોવા 20 હજાર દર્શકો આવ્યા હતા.

[:]

Be the first to comment on "[:en]ક્રિકેટમાં અમેરિકાની વધતી રુચિ: ક્રિકેટમાં અમેરિકાની મોટી તૈયારી, 7 હજાર કરોડથી વધુનું રોકાણ[:]"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: