[:en]
- સ્વિત્ઝરલેન્ડનું મોડલ અપનાવશે ભારત, આંશિક ફેરફારો સાથે લાગુ કરાશે સ્કૂલો ખોલવાની ગાઈડ લાઈન
- હરિયાણા, આસામ, આંધ્ર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ગોવા જેવા રાજ્યો ઈચ્છે છે કે સ્કૂલો સપ્ટેમ્બરમાં ખુલે, દિલ્હીમાં હાલ સરકાર તૈયાર નથી
દિવ્ય ભાસ્કર
Aug 18, 2020, 11:11 AM IST
કોરોના વાઈરસના પ્રકોપના કારણે આ વખતે અભ્યાસ પર ખૂબ ખરાબ અસર થઈ છે. માર્ચમાં જ્યારે પહેલીવાર લોકડાઉન લાગ્યું ત્યારથી સ્કૂલ-કોલેજો બંધ છે. ઘણાં રાજ્યોમાં પરિક્ષાઓ પણ થઈ શકી નથી. નવું સત્ર શરૂ થઈ ગયું છે અને ન્યૂ નોર્મલની જેમ ઘણી સ્કૂલોમાં ઓનલાઈન અભ્યાસ પણ ચાલુ થઈ ગયા છે. જ્યારે નરેન્દ્ર મોદી સરકારે અનલોકિંગની પ્રક્રિયા શરૂ કરી ત્યારથી વારંવાર આ સવાલ સામે આવી રહ્યો છે કે, સ્કૂલો ક્યારથી શરૂ થશે? તો આવો જાણીએ કે સ્કૂલોને ફરી ખોલવા માટે શું તૈયારીઓ કરવામાં આવી રહી છે અને સરકાર અનલોક 4.0માં સ્કૂલો ખોલવા માટે શું ગાઈડલાઈન લાવી શકે છે.
શું છે કેન્દ્ર સરકારની યોજના?
કેન્દ્ર સરકારના સ્કૂલ શિક્ષણ વિભાગે જુલાઈમાં પેરેન્ટ્સનો એક સર્વે કરાવ્યો હતો. મોટાભાગના પેરેન્ટ્સનું કહેવું છે કે, તેઓ હાલ બાળકોને સ્કૂલ મોકલવા માટે તૈયાર નથી.
જોકે અમુક રાજ્યોનું કહેવું છે કે, વિદ્યાર્થીઓના અભ્યાસ પર ખૂબ ખરાબ અસર થઈ રહી છે. તેમની પાસે ઓનલાઈન અભ્યાસ માટે લેપટોપ કે ઈન્ટરનેટ જેવી કોઈ સુવિધા નથી.
કોવિડ-19 મેનેજમેન્ટ માટે સ્વાસ્થય મંત્રી હર્ષવર્ધનના નેતૃત્વમાં બનેલા મંત્રી સમૂહ સાથે જોડાયેલા સચિવોએ એક પ્લાન બનાવ્યો છે. તેમાં 31 ઓગસ્ટ પછી શું ગતિવિધિઓ શરૂ થશે તે અનલોક 4.0માં સામેલ કરવામાં આવશે.
સ્વિત્ઝરલેન્ડ મોડલની વાત થઈ રહી છે, શું છે આ મોડલ
- સચિવોમા ગ્રૂપે સ્વિત્ઝરલેન્ડ મોડલ અપનવવાન વાત કરી છે. તેમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. સ્વિત્ઝરલેન્ડે 11 મેના રોજ સ્કૂલ ખોલી દીધી છે. જુલાઈ સુધી સ્કૂલોમાં અભ્યાસ ચાલતો રહ્યો હતો.
- ધોરણોને બે ગ્રૂપમાં વહેંચવામાં આવ્યા હતા. રોજ એક ગ્રૂપ ક્લાસમાં આવતું હતું અને બીજુ ગ્રૂપ ઘરેથી અભ્યાસ કરે. બીજા સપ્તાહ પછી 16 વર્ષથી ઓછી ઉંમરના બધા બાળકોને રોજ સ્કૂલ આવવાનું કહેવામાં આવ્યું હતું.
- આ દરમિયાન, 8 જૂનને મોટા બાળકોને ઓછી સંખ્યામાં સ્કૂલે બોલાવવામાં આવ્યા. અમુક વિદ્યાર્થીઓએ ઘરે રહીને જ અભ્યાસ કરવાનો નિર્ણય કર્યો અને તેમને સ્કૂલ તરફથી મંજૂરી પણ આપવામાં આવી.
- સ્વિસ સરકારે 16 વર્ષથી નાની ઉંમરના બાળકોને સોશિયલ ડિસ્ટન્સિંગ માટે મજબૂર ન કર્યા. મોટા બાળકોને 6 ફૂટના અંતરનું પાલન કરાવ્યું.
- બાળકો માટે માસ્ક ફરજિયાત નહતા, પરંતુ અમુક રાજ્યોમાં મોટા બાળકો માટે માસ્ક ફરજિયાત રાખવામાં આવ્યા હતા. તે ઉપરાંત તેમને ભણાવનાર ટીચર્સ માટે પણ માસ્ક ફરજિયાત રાખવામાં આવ્યા હતા.
- સ્વિસ સરકારે સ્કૂલોને પણ તેમની રીતે નિયમ બનાવવા અને લાગુ કરવાની છૂટ આપી હતી. સ્કૂલોએ અલગ અલગ વર્ષના બાળકોને અલગ અલગ ગ્રૂપ્સમાં રાખ્યા હતા. તેમના ટાઈમિંગ પણ અલગ રાખ્યા હતા, જેથી મોટા ગ્રૂપ્સ ન બને.
કયા રાજ્યો સપ્ટેમ્બરથી સ્કૂલ ખોલવા તૈયાર?
- હરિયાણા તો ઓગસ્ટમાં જ સ્કૂલ ખોલવા તૈયાર હતું, પરંતુ હવે અહીં સપ્ટેમ્બરથી સ્કૂલો ખુલશે. અહીં એક સર્વે કરાવવામાં આવ્યો હતો જેમાં 30 ટકા પેરેન્ટ્સે સ્કૂલ ખોલવાની માંગણી કરી હતી.
- આસામે સ્પષ્ટ કહ્યું છે કે, તેઓ 25 ઓગસ્ટ પછી સ્કૂલ ક્યારે ખોલવી તેનો નિર્ણય લેશે. મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલે કહ્યું છે કે, તેઓ 1 સપ્ટેમ્બરથી સ્કૂલ ખોલવા વિશે વિચારી રહ્યા છે.
- આંધ્ર અને પશ્ચિમ બંગાળમાં 5 સપ્ટેમ્બરે ટીચર્સ-ડેના દિવસે સ્કૂલ ખોલવાની તૈયારી કરવામાં આવી રહી. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યું કે, સ્થિતિમાં સુધારો થશે તો સપ્ટેમ્બરથી સ્કૂલ શરૂ કરશે.
- પૂર્વોત્તરના રાજ્યો હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા અને અન્ય કેન્દ્ર શાસિત રાજ્યોની સાથે સાથે ઓરિસ્સા, તમિલનાડૂ, તેલંગાણા અને કેરળમાં પણ સપ્ટેમ્બર મહિનામાં સ્કૂલો ખુલી શકે છે.
- દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સ્પષ્ટ કહી દીધું છે કે, તેઓ હાલ સ્કૂલ ખોલવા માટે તૈયાર નથી. જ્યાં સુધી કોરોના વાઈરસ સંપૂર્ણ રીતે કાબુમાં નહીં આવી જાય ત્યાં સુધી સ્કૂલો બંધ રહેશે.
- મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, ઝારખંડ, મહારાષ્ટ્ર, ગુજરાત, બિહાર અને ઉત્તર પ્રદેશમાં સ્કૂલો શરૂ કરવા માટે કોઈ ઉતાવળ નથી. કેન્દ્ર સરકારની ગાઈડલાઈન આવ્યા પછી જ આ રાજ્યો ગાઈડલાઈન જાહેર કરશે.
[:]
Be the first to comment on "[:en]ક્યારે ખુલશે સ્કૂલો, અમુક રાજ્યો ઈચ્છે છે કે, સપ્ટેમ્બરથી સ્કૂલો ખુલે-અમુક નહીં, તે બધુ જ જે તમારા માટે જાણવું જરૂરી છે[:]"