[:en]ક્યાંક ઠંડી, ક્યાંક ગરમી: જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદને પગલે અનંતનાગમાં ત્રણ મકાન ધસી પડ્યાં, MP-પંજાબ સહિત 5 રાજ્યમાં તાપમાન વધ્યું[:]

[:en]

  • Gujarati News
  • National
  • Heavy Rains In Jammu And Kashmir Cause Three Houses To Collapse In Anantnag, Temperature Rises In 5 States Including MP Punjab

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવી દિલ્હી20 મિનિટ પહેલા

  • કૉપી લિંક

લોકોને હાલ ઠંડીથી રાહત મળશે નહિ. હિમાચલ પ્રદેશ અને પાકિસ્તાનના કબજાવાળી કાશ્મીરમાં(ગિલગિત-બાલ્ટિસ્તાન, મુઝ્ઝફરાબાદ) પણ આગામી 24 કલાક દરમિયાન વરસાદ અથવા તો બરફવર્ષા થવાનું અનુમાન છે. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં ભારે વરસાદને પગલે ત્રણ મકાન ધસી પડ્યાં છે, જ્યારે શ્રીનગરથી ઊપડતી તમામ ઉડાનોને રદ કરવામાં આવી છે. પંજાબ, દક્ષિણ તટીય આંધ્રપ્રદેશ, તામિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં પણ અલગ-અલગ જગ્યાઓએ ભારે વરસાદ થવાની શક્યતા છે. મંગળવારે કાશ્મીરમાં ભારે વરસાદ પડ્યો તો રાજસ્થાનમાં બરફના કરા પડ્યા. ગુજરાત અને દક્ષિણ કર્ણાટકના મોટા ભાગના વિસ્તારોમાં, પશ્ચિમ બંગાળમાં ગગાના તટવર્તી ક્ષેત્રમાં તાપમાન સામાન્યથી 1.6થી 3.0 ડીગ્રી ઉપર રહ્યું.

MP: ભોપાલમાં દિવસનું તાપમાન 6 ડીગ્રી વધીને 25ને પાર પહોંચી ગયું
મધ્યપ્રદેશમાં હવા બદલાતાં જ મોસમનો મિજાજ પણ બદલાઈ ગયો છે. રાજધાની ભોપાલમાં મંગળવારે બપોર પછી ગાઢ વાદળો અદૃશ્ય થઈ ગયાં અને તાપ નીકળ્યો. એને પગલે દિવસના તાપમાનમાં 6 ડીગ્રીનો વધારો થયો. દિવસનું તાપમાન 25.3 ડીગ્રી નોંધાયું, જે સામાન્યથી 1 ડીગ્રી વધુ છે. રાતનું તાપમાન 16.7 ડીગ્રી વધુ નોંધાયું, જે સામાન્યથી 7 ડીગ્રી વધુ છે. એ છેલ્લાં 5 વર્ષમાં જાન્યુઆરીમાં રાતનું સૌથી વધુ તાપમાન છે.

રાજસ્થાનઃ ઘણા જિલ્લાઓમાં સવારે ધુમ્મસ, સૌથી ઓછું તાપમાન શ્રીગંગાનગરમાં
જોરદાર ઠંડી પછી રાજસ્થાનમાં વરસાદ અને કરા પડી રહ્યા છે. સતત પાંચમા દિવસે જયપુર, ચૂરુ, શ્રીગંગાનગર, અલવર સહિત રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ અને કરા પડ્યા હતા. સવારે ગાઢ ધુમ્મસ રહ્યું. સીકર જિલ્લાના શ્રીમાધોપુરમાં 2 ઈંચ, જયપુરના સાંભરમાં પોણાબે ઈંચ વરસાદ થયો. જોકે વરસાદ પછી પણ તાપમાન 10 ડીગ્રી સુધી ઊછળ્યું છે. સૌથી વધુ તાપમાન પિલાનીમાં રહ્યું. અહીં રાતનો પારો 4 ડીગ્રીથી 14.1 ડીગ્રી સુધી પહોંચ્યો. આ સિવાય તમામ શહેરોમાં રાતનો પારો 10 ડીગ્રીથી વધુ રેકોર્ડ નોંધાયો.

છત્તીસગઢઃ વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસર, ઠંડી નથી
ઠંડી ઓછી થવા છતાં ધુમ્મસ હાલ પણ યથાવત્ છે. છત્તીસગઢના સૌથી ઠંડા જિલ્લા અંબિકાપુરમાં દિવસ અને રાતનું તાપમાન સામાન્યથી 5 ડીગ્રી સુધી વધ્યું છે. ઉત્તરની જગ્યાએ દક્ષિણ-પૂર્વથી આવી રહેલી હવામાં ભેજ વધુ છે, આ કારણે ઠંડી ઓછી છે. ઠંડીને કારણે ભેજથી સવારે અને રાતે હળવું ધુમ્મસ જ રહ્યું છે.

હિમાચલઃ બરફના વરસાદ પછી પહાડીક્ષેત્રોની મુશ્કેલી વધી
સખત ઠંડી અને ઊંચાઈવાળા વિસ્તારોમાં થઈ રહેલા બરફના વરસાદને પગલે લોકોની મુશ્કેલી વધી ગઈ છે. શિમલામાં એની ખાસ અસર જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાકમાં શિમલાનું તાપમાન 7.5 ડીગ્રી સેલ્સિયસ સુધી ઘટ્યું. મોસમ વિભાગના જણાવ્યા મુજબ, આજે પણ મોસમ ખરાબ રહેશે અને બરફના વરસાદનો સિલસિલો ચાલુ રહેશે. પર્યટન સ્થળ કુફરી અને નારકંડામાં ટ્રાન્સપોર્ટ બંધ થયું છે. 3 નેશનલ હાઈવે સહિત 377 રસ્તા પર અવર-જવર બંધ થઈ ગઈ છે. 110 વીજળી ટ્રાન્સફાર્મરને નુકસાન પહોંચ્યું છે. પર્યટકોના સોલંગનાલાથી આગળ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

પંજાબઃ રાતનું તાપમાન 14 ડીગ્રી પર પહોંચ્યું
રાજ્યના ઘણા જિલ્લામાં ઝરમર-ઝરમર વરસાદ થયો છે. એનાથી દિવસનો પારો 18 ડીગ્રી, જ્યારે રાતનું તાપમાન 14 ડીગ્રી સુધી પહોંચ્યો છે. જલંધરમાં મોડી રાતે ગાજવીજ સાથે વરસાદ થયો હતો. હવાનું લો પ્રેશર અગામી 2 દિવસ સુધી સક્રિય રહેશે. 11 જિલ્લા પઠાનકોટ, ગુરદાસપુર, અમૃતપુર, હોશિયારપુર, તરનતારન, નવાંશહર, કપૂરથલા, ફતેહગઢ સાહિબ, પટિયાલા, મોહાલી અને રૂપનગરમાં બુધવારે ઝરમર-ઝરમર વરસાદ થવાની શક્યતા છે.

બિહારઃ બે દિવસ પછી તાપમાનમાં આવશે ઘટાડો
પટનામાં જાન્યુઆરી મહિનામાં સખત ઠંડીનો અનુભવ થવાની જગ્યાએ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. હવામાનમાં આ ફેરફાર ભેજવાળી હવાઓ અને આકાશમાં છવાયેલાં વાદળોને કારણે છે. એને પગલે રાજ્યમાં અધિકતમ અને લઘુતમ તાપમાન સામાન્યથી 4થી 5 સેલ્સિયસથી વધુ રેકોર્ડ નોંધાયું. હવામાનની આ સ્થિતિ 24 કલાક સુધી રહેશે. એ પછી હવા સૂકી થઈ જશે. પહાડોમાં બરફના વરસાદની અસર રાજ્યના તમામ ભાગમાં જોવા મળશે. મંગળવારે પટનામાં અધિકતમ તાપમાન 25.9 ડીગ્રી અને ન્યૂનતમ 13 ડીગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

[:]

Be the first to comment on "[:en]ક્યાંક ઠંડી, ક્યાંક ગરમી: જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદને પગલે અનંતનાગમાં ત્રણ મકાન ધસી પડ્યાં, MP-પંજાબ સહિત 5 રાજ્યમાં તાપમાન વધ્યું[:]"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: