કોહલીની બ્રાન્ડ વેલ્યુ સૌથી વધુ: 1733 કરોડ રૂપિયાની વેલ્યુ સાથે વિરાટ સતત ચોથીવાર દેશનો નંબર-1 સેલિબ્રિટી બન્યો, અક્ષય કરતાં પણ 866 કરોડ વધુ

કોહલીની બ્રાન્ડ વેલ્યુ સૌથી વધુ: 1733 કરોડ રૂપિયાની વેલ્યુ સાથે વિરાટ સતત ચોથીવાર દેશનો નંબર-1 સેલિબ્રિટી બન્યો, અક્ષય કરતાં પણ 866 કરોડ વધુ


  • Gujarati News
  • Sports
  • Cricket
  • With A Value Of Rs 1733 Crore, Virat Became The Country’s No. 1 Celebrity For The Fourth Time In A Row, 866 Crore More Than Akshay.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવી દિલ્હી8 દિવસ પહેલા

  • કૉપી લિંક

કોહલીના પોર્ટફોલિયોમાં હાલમાં 30થી વધુ બ્રાન્ડ છે. એની બ્રાન્ડ વેલ્યુમાં કોઈ જ ઘટાડો થયો નથી અને તે 4 વર્ષથી સતત અનેક બ્રાન્ડની પસંદગી બની રહ્યો છે. (ફાઇલ ફોટો)

ડફ એન્ડ ફેલ્પ્સે 2020માં ભારતની મોસ્ટ વેલ્યુએડ સેલિબ્રિટીની યાદી બહાર પાડી છે. આમાં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી સતત ચોથી વખત ટોપ પર રહ્યો છે. કોહલીની બ્રાન્ડ વેલ્યુ 237.7 મિલિયન યુએસ ડોલર (લગભગ 1733 કરોડ રૂપિયા) છે. ડફ અને ફેલ્પ્સએ આ રિપોર્ટને ‘ઇમ્બ્રેસિંગ ધ ન્યૂ નોર્મલ’ નામ આપ્યું છે. રિપોર્ટમાં ટોપ-10 ની યાદીમાં કોહલી એકમાત્ર ખેલાડી છે. બાકીના 9 સેલેબ્સ ફિલ્મજગત સાથે સંકળાયેલા છે, એમાં 2 મહિલા અભિનેત્રીઓ પણ સામેલ છે.

કોહલીની ભારતમાં સૌથી વધુ બ્રાન્ડ વેલ્યુ
કોહલી પાસે હાલમાં તેના પોર્ટફોલિયોમાં 30થી વધુ બ્રાન્ડ છે. તેમની બ્રાન્ડ વેલ્યુમાં કોઈ ઘટાડો થયો નથી અને તેઓ 4 વર્ષથી સતત અનેક બ્રાન્ડની પસંદગી રહ્યા છે. જ્યારે, તેમના સિવાય ટોપ -20 સેલેબ્સની બ્રાન્ડ વેલ્યુમાં 5% એટલે કે 1 અબજ ડોલર (7292 કરોડ)નો ઘટાડો થયો છે.

બીજા નંબર પર અક્ષય અને રણવીર ત્રીજા નંબર પર
બોલિવુડના સુપરસ્ટાર અક્ષય કુમાર 118.9 મિલિયન ડોલર (લગભગ 867 કરોડ રૂપિયા) સાથે સૌથી વધુ મૂલ્યવાન સેલેબ્સમાં બીજા ક્રમે છે. તેમની બ્રાન્ડ વેલ્યુમાં પણ 13.8%નો વધારો થયો છે, જ્યારે રણવીરસિંહ સતત બીજા વર્ષે ત્રીજા સ્થાન પર કાયમ છે. તેની બ્રાન્ડ વેલ્યુ 102.9 મિલિયન ડોલર (લગભગ 750 કરોડ રૂપિયા) છે.

શાહરુખ ચોથા નંબરે અને દીપિકા પાંચમા નંબર પર
શાહરુખ ખાન 51.1 મિલિયન ડોલર (લગભગ 372 કરોડ રૂપિયા) સાથે ચોથા સ્થાન પર છે. જ્યારે, દીપિકા પાદુકોણની બ્રાન્ડ વેલ્યૂમાં ઘટાડો થયો છે. તે 50.4 મિલિયન ડોલર (લગભગ 367 કરોડ રૂપિયા) સાથે ત્રીજાથી પાંચમા માનબર પર પહોંચી ગઈ છે. આલિયા ભટ્ટ 48 મિલિયન ડોલર (લગભગ 349 કરોડ)ની બ્રાંડ વેલ્યુ સાથે છઠ્ઠા નંબર પર છે.

પ્રોડક્ટ ઇંડોર્સમેંટ પોર્ટફોલિયોના આધારે રિપોર્ટ તૈયાર
આ રિપોર્ટ મુજબ, બ્રાન્ડ વેલ્યૂને સેલેબ્સની પ્રોડક્ટ ઇંડોર્સમેંટ પોર્ટફોલિયો અને સંબંધિત સોશિયલ મીડિયા પ્રેજેંસના આધારે તૈયાર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં સેલિબ્રિટીની બ્રાન્ડ વેલ્યુ પર કોરોનાની અસર અને સેલિબ્રિટી ઇંડોર્સમેન્ટ સ્પેસને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે.

સૌથી વધુ વેલ્યુડ સેલિબ્રિટી 2020

સેલિબ્રિટી

બ્રાન્ડ વેલ્યુ યુએસ ડોલરમાં (રૂપિયામાં)

વિરાટ કોહલી

237.7 મિલિયન (અંદાજે 1733 કરોડ રૂપિયા)

અક્ષય કુમાર

118.9 મિલિયન (અંદાજે 867 કરોડ રૂપિયા)

રણવીરસિંહ

102.9 મિલિયન (અંદાજે 750 કરોડ રૂપિયા)

શાહરુખ ખાન

51.1 મિલિયન (અંદાજે 372 કરોડ રૂપિયા)

દિપીકા પાદુકોણ

50.4 મિલિયન (અંદાજે 367 કરોડ રૂપિયા)

આલિયા ભટ્ટ

48 મિલિયન (અંદાજે 349 કરોડ રૂપિયા)

આયુષ્યમાન ખુરાના

48 મિલિયન (અંદાજે 349 કરોડ રૂપિયા)

સલમાન ખાન

45 મિલિયન (અંદાજે 328 કરોડ રૂપિયા)

અમિતાભ બચ્ચન

44.2 મિલિયન (અંદાજે 322 કરોડ રૂપિયા)

ઋતિક રોશન

39.4 મિલિયન (અંદાજે 287 કરોડ રૂપિયા)

Be the first to comment on "કોહલીની બ્રાન્ડ વેલ્યુ સૌથી વધુ: 1733 કરોડ રૂપિયાની વેલ્યુ સાથે વિરાટ સતત ચોથીવાર દેશનો નંબર-1 સેલિબ્રિટી બન્યો, અક્ષય કરતાં પણ 866 કરોડ વધુ"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: