[:en]કોરોના વેક્સિનનું કાઉન્ટડાઉન: ઈમરજન્સી ઉપયોગ માટેનો માર્ગ ખુલ્લો, આજે ડ્રગ કંટ્રોલર દ્વારા પણ મંજૂરી મળવાની આશા[:]

[:en]

  • Gujarati News
  • National
  • Clear The Way For Emergency Use, Hoping To Get Approval From The Drug Controller Today As Well

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવી દિલ્હી3 મિનિટ પહેલાલેખક: પવન કુમાર

  • કૉપી લિંક

દેશમાં કોરોનાની રસી (વેક્સિન)ના ઈમરજન્સી ઉપયોગ કરવાનો માર્ગ સાફ થઈ ગયો છે. શુક્રવારે કેન્દ્ર સરકારની નિષ્ણાત સમિતિએ ઓક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકાની વેક્સિન કોવિશિલ્ડને ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવાવાની ભલામણ કરી છે. મળતી માહિતી મુજબ, ડ્રગ કંટ્રોલર દ્વારા શનિવારે આ અંગેની અંતિમ મંજૂરી મળી શકે છે. કોવિશિલ્ડના 5 કરોડ ડોઝ તૈયાર છે.

એક કે બે દિવસમાં હવાઈમાર્ગે દેશભરના પ્રાદેશિક કેન્દ્રોમાં આ વેક્સિનને પહોંચાડવામાં આવશે. કેન્દ્ર સરકારે 6 કે 7 જાન્યુઆરીથી દેશવ્યાપી રસીકરણ અભિયાન શરૂ કરવાની તૈયારી પૂર્ણ કરી દીધી છે. જે એક કરોડ આરોગ્ય કર્મચારીઓની યાદી તૈયાર કરીને રાજ્યોએ કેન્દ્રને આપી છે તેઓને આ રસી પહેલા આપવામાં આવશે.

કોવિશિલ્ડ વેક્સિનને પુણેની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (SSI)દ્વારા બનાવવામાં આવી રહી છે. તેણે 6 ડિસેમ્બરના રોજ ભારતમાં વપરાશની પરવાનગી માટે અરજી કરી હતી. આ પહેલાં બ્રિટનમાં ઓક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકા દ્વારા મંજૂરી આ વેક્સિનને મંજૂરી મળી ચૂકી છે.

વેક્સિન આપના સુધી આ રીતે પહોંચશે

1 કરોડ આરોગ્ય કર્મચારીઓને ફેબ્રુઆરી સુધીમાં, 2 કરોડ ફ્રન્ટ લાઈન કર્મચારીઓને માર્ચ સુધીમાં વેક્સિન લગાવવામાં આવશે.

હાલમાં વેક્સિન હિમાચલમાં રાખવામા આવી છે.

સૌથી પહેલા સરકાર સીરમ ઈન્સ્ટિટ્યૂટ પાસેથી વેક્સિન ખરીદશે. 5 કરોડ વેકસીનના ડોઝને હિમાચલની સેંટ્રલ ડ્રગ્સ લેબોરેટરીએ મંજૂરી આપી દીધી છે. ત્યાંથી વેક્સિનને પ્રાદેશિક સેન્ટરો પર પહોંચાડવાની જવાબદારી પણ સીરમની રહેશે. ત્યાર બાદ આ વેક્સિન રાજ્યોમાં પહોચશે બાદમાં રાજ્ય પોતાના આયોજન દ્વારા રસીકરણ શરૂ કરશે.

1 કરોડ લોકોની યાદી તૈયાર
સૌ પ્રથમ, એક કરોડ આરોગ્ય કર્મચારીઓને વેક્સિન આપવામાં આવશે. તમામ રાજ્યોએ તેમની યાદી કેન્દ્રને મોકલી છે. ફેબ્રુઆરી સુધીમાં તેમને વેક્સિન અપાઈ જશે. તે પછી પોલીસ, મહાનગરપાલિકાના કર્મચારીઓ જેવા ફ્રન્ટલાઈન કર્મચારીઓને વેક્સિન ઓલગાવવામાં આવશે. તેમની સંખ્યા 2 કરોડની આસપાસ છે. કેન્દ્રએ તેમની યાદીઓ પણ મંગાવી છે. તેમને માર્ચ સુધીમાં વેક્સિન લગાવાઈ ચૂકી હશે.

આજે દેશભરમાં રિહર્સલ
રસીકરણ શરૂ કરતાં પહેલા 2 જાન્યુયારીએ અંતિમ રિહર્સલ થશે. તેમાં વેક્સિન સપ્લાય, સ્ટોરેજ અને લોજોસતિકની તૈયારીને ચકાસવામાં આવશે. દરેક રાજયોના બે શહેરોના ત્રણ-ત્રણ સેન્ટરો પર રિહર્ષલ થશે. કેન્દ્રિય આરોગ્ય મંત્રી હર્ષવર્ધને શુક્રવારે આ અંગેની તૈયારીઓ બાબતે જાણકારી મેળવી હતી.

કોવિશિલ્ડ 70% સુધી અસરકારક
ક્લિનિકલ ટ્રાયલ્સમાં કોવિશિલ્ડ 90% સુધી અસરકારક હોવાનું જણાયું હતું. જો કે, માણસોમાં ટ્રાયલ થતાં બ્રિટન અને ભારતમાં જુદા જુદા પરિણામો મળ્યા. હવે કેન્દ્ર સરકારનું માનવું છે કે તે 70% સુધી અસરકારક છે એટલે કે તે 100 માંથી 70 લોકોને કોરોનાથી રક્ષણ પૂરું પાડશે.

વેક્સિનની મૂવમેન્ટ પર ઇ-વિનથી નજર: કોલ્ડ ચેન પર કઈ બેચની કેટલા વેક્સિનના ડોઝ પહોંચ્યા છે તેની સંપૂર્ણ માહિતી ઇ-વિન (ઇલેક્ટ્રોનિક વેક્સીન ઇન્ટેલિજન્સ નેટવર્ક) પર રોજ અપડેટ કરવામાં આવશે. આ સાથે સંપૂર્ણ દેખરેખ રાખવામાં આવશે.

દેશમાં હાલમાં 6 વેક્સિન જુદા-જુદા તબક્કામાં છે, ઓગસ્ટ સુધીમાં બધી બજારમાં આવી જશે

1.કોવિશિલ્ડ: 10 કરોડ ડોઝ આ મહિને
મંજૂરી મળી રહી છે. 5 કરોડના ડોઝ તૈયાર છે. આ મહિના સુધીમાં 10 કરોડ ડોઝ બનાવવામાં આવશે. દેશમાં આ લગાવવામાં આવનારી પહેલી વેક્સિન હશે.

2. કોવેક્સિન : ફેબ્રુઆરીમાં મંજૂરીની શક્યતા
ભારત બાયોટેક, નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (NIV) અને ઇન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ મળીને બનાવી છે. 25 શહેરોમાં ત્રીજા તબક્કાની ટ્રાયલ ચાલુ છે. અત્યાર સુધીમાં કોઈપણ વોલંટિયર પર સાઇટ ઇફેક્ટ જોવા મળી નથી.

3. સ્પુતનિક-વV:માર્ચ સુધીમાં મંજૂરી શક્ય છે
રશિયન વેક્સિન છે. ભારતમાં ડો. રેડ્ડીઝ લેબોરેટરીઝ અને RDIF ફેઝ -1 / 2 ટ્રાયલ હાથ ધરી છે. તેની કિંમત 700 રૂપિયા પ્રતિ ડોઝ હશે.

4. ઝાયકોવ-ડી : માર્ચ બાદ આવશે
ઝાયડસ કેડિલાએ બનાવી છે. તબક્કો-2/3 ટ્રાયલ એક સાથે ચાલી રહ્યા છે. કિંમત નક્કી નથી. માર્ચ પછી ગમે ત્યારે બજારમાં આવી શકે છે.

5. બાયોલોજિકલ E: જુલાઈ સુધીમાં શક્યતા
આ અમેરિકન કંપની ડાયનાવેક્સ ટેકનોલોજી અને હ્યુસ્ટન બેયલર કોલેજ દ્વારા મળીને બનાવવામાં આવી છે. ભારતમાં તબક્કો-2 ટ્રાયલ શરૂ થઈ ગઈ છે. આ રસી જુલાઈ સુધીમાં મળી જશે.

6. HGCO-19: ઓગસ્ટ સુધીમાં શક્યતા
પુણેના જેનેવા ફાર્મ અને એચડીટી બાયોટેકે બનાવી છે. હાલમાં માણસો પર ટ્રાયલ શરૂ થઈ નથી. આ ઓગસ્ટમાં બજારમાં આવી શકે છે.

આ સિવાય ફાઇઝરની વેક્સિન પણ: તેને બ્રિટનમાં ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે. ભારતમાં મંજૂરી માટે અરજી કરી છે. જો કે, શુક્રવાર નિષ્ણાત સમિતિની બેઠકમાં આ અંગે ચર્ચા કરવામાં આવી નથી.

સ્વદેશી વેક્સિનને મંજૂરી મળવાની રાહ : ભારત બાયોટેકની વેક્સિન કોવેક્સિનના દાવા પર નિષ્ણાત સમિતિ દ્વારા ચર્ચા કરવામાં આવી હતી. સમિતિએ કંપનીને કહ્યું કે તે ટ્રાયલ માટે ઝડપી અને વધુ વોલંટિયરોની નોંધણી કરે.

[:]

Be the first to comment on "[:en]કોરોના વેક્સિનનું કાઉન્ટડાઉન: ઈમરજન્સી ઉપયોગ માટેનો માર્ગ ખુલ્લો, આજે ડ્રગ કંટ્રોલર દ્વારા પણ મંજૂરી મળવાની આશા[:]"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: