[:en]
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સિડની22 મિનિટ પહેલા
- કૉપી લિંક
મંગળવારે પ્રેક્ટિસ સેશન દરમિયાન ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ. આ દરમિયાન રોહિત, પંત, શુભમન અને શો પણ પ્રેક્ટિસ કરતા દેખાયા હતા.
ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ગયેલી ટીમ ઈન્ડિયાને સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. 7 જાન્યુઆરીએ સિડનીમાં શરૂ થનારી ત્રીજી ટેસ્ટ પહેલા વાઇસ-કેપ્ટન રોહિત શર્મા સહિત ભારતના 5 ખેલાડીઓ આઇસોલેટેડ છે. આ સાથે જ લોકેશ રાહુલ ઈજાને કારણે શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. તેના સિવાય ઝડપી બોલરો મોહમ્મદ શમી અને ઉમેશ યાદવ પણ ઈજાને કારણે ભારત પરત ફર્યા છે.
આવી સ્થિતિમાં એ જોવાનું રહેશે કે, કોવિડ પ્રોટોકોલ તોડવાના આરોપનો સામનો કરી રહેલા રોહિત શર્મા, પૃથ્વી શો, શુભમન ગિલ, ઋષભ પંત અને નવદીપ સૈનીને ત્રીજી ટેસ્ટમાં તક મળશે કે નહીં. જોકે, પાંચેય ખેલાડીઓ મંગળવારે ટીમ ઈન્ડિયાની બાકીની ટીમ સાથે પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા હતા અને ત્રીજી ટેસ્ટમાં તેઓ રમશે તે લગભગ નક્કી જ છે.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયા અને બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા (BCCI)ની તપાસમાં જો ટીમ ઈન્ડિયાના વાઇસ કેપ્ટન રોહિત સહિત 5 ખેલાડીઓ દોષી સાબિત થાય તો પણ તેમના પર પ્રતિબંધ મૂકાય તેવી શક્યતા ઓછી છે. કારણ કે ગયા મહિને (ડિસેમ્બરમાં) ઓસ્ટ્રેલિયાની ડોમેસ્ટિક ટી 20 લીગ બિગ બેશમાં 2 ખેલાડીઓ કોવિડ -19 પ્રોટોકોલનું ઉલ્લંઘન કરવા બદલ દોષી જાહેર થયા હતા. તેમાંથી એક બ્રિસ્બેન હીટનો કેપ્ટન ક્રિસ લિન અને બીજો તે જ ટીમનો ડેન લોરેન્સ હતો. આ બંને ખેલાડીઓ પર પ્રોટોકોલનું ઉલ્લંઘન કરવાનો આરોપ માત્ર એક વાર જ નહીં પરંતુ ઘણી વખત લાગ્યો હતો. તેમને કોવિડ -19 પ્રોટોકોલની કલમ 1,3,4 અને 9 ના ઉલ્લંઘન બદલ દોષી ઠેરવવામાં આવ્યા હતા. આ છતાં, તેને ફક્ત દંડ ફટકારવામાં આવ્યો હતો. તેમના પર મેચનો પ્રતિબંધ મુકવામાં આવ્યો નહોતો.
બેકઅપ ન હોવાના કારણે ટૂર રદ્દ કરવી પડે તેવી શકયતા
- ત્રીજી ટેસ્ટમાં 5 આઇસોલેટેડ ખેલાડીઓમાંથી 3નું રમવું લગભગ નક્કી છે. રોહિત, શુભમન અને પંત પ્લેઇંગ-11માં સામેલ હશે.
- રોહિત જો રમશે તો ટીમ ઘણી મજબૂત થઈ જશે. જો પાંચેય ખેલાડી ન રમે તો ટૂર કેન્સલ કરવી પડી શકે છે.
- કારણકે ભારતીય ટીમમાં મયંક અગ્રવાલ સિવાય અન્ય કોઈ ઓપનર નથી.
- જો ટૂર રદ્દ ન થાય અને એ પાંચેય ખેલાડીઓને રમવાની પરવાનગી ન મળે તો રિદ્ધિમાન સાહા અથવા હનુમા વિહારી ઓપનિંગ કરી શકે છે.
- તેવામાં મિડલ ઓર્ડરમાં ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે અને રવિન્દ્ર જાડેજા જ રહેશે. સાથે જ ટીમને 6 બોલર્સ સાથે મેદાનમાં ઉતરવું પડશે.
જો રોહિત સહિત પાંચેય ખેલાડીઓ રમે, તો વર્તમાન પરિસ્થિતિમાં ભારતીય ટીમ
- બેટ્સમેન: રોહિત શર્મા, મયંક અગ્રવાલ, પૃથ્વી શો, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે (કેપ્ટન), શુભમન ગિલ
- ઓલરાઉન્ડર: હનુમા વિહારી, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન
- વિકેટકીપર: રિદ્ધિમાન સાહા, ઋષભ પંત
- બોલર: જસપ્રીત બુમરાહ, નવદીપ સૈની, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, ટી નટરાજન, શાર્દુલ ઠાકુર.
જો રોહિત સહિત પાંચ ખેલાડીઓ ન રમે તો વર્તમાન પરિસ્થિતિમાં ભારતીય ટીમ
- બેટ્સમેન: મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે (કેપ્ટન)
- ઓલરાઉન્ડર: હનુમા વિહારી, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન
- વિકેટ કીપર: રિદ્ધિમાન સાહા
- બોલર: જસપ્રીત બુમરાહ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, ટી નટરાજન, શાર્દુલ ઠાકુર.
[:]
Be the first to comment on "[:en]કોરોના પ્રોટોકોલ ઉલ્લંઘન: રોહિત શર્મા સિડની ટેસ્ટ રમશે કે નહીં, શું કહે છે ઓસ્ટ્રેલિયાના નિયમ?[:]"