કોરોના દેશમાં: MP-મહારાષ્ટ્ર સહિત 5 રાજ્યોથી દિલ્હી જતા લોકો માટે નેગેટિવ RT-PCR રિપોર્ટ જરૂરી, નવો નિયમ 27 ફેબ્રુઆરીથી 15 માર્ચ સુધી લાગુ રહેશે


  • Gujarati News
  • National
  • Coronavirus Outbreak India Cases & Vaccination LIVE Updates; Maharashtra Pune Madhya Pradesh Indore Rajasthan Uttar Pradesh Haryana Punjab Bihar Novel Corona (COVID 19) Death Toll India Today

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

8 મિનિટ પહેલા

  • કૉપી લિંક

દેશમાં કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકાર એલર્ટ થઈ ગઈ છે. હવે 5 રાજ્યોથી દિલ્હી આવતા લોકોએ તેમનો કોરોના નેગેટિવ રિપોર્ટ લઈને આવવું જરૂરી છે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, કેરળ અને પંજાબથી દિલ્હી આવતા લોકોએ નેગેટિવ RT-PCR દેખાડશો તો જ દિલ્હીમાં એન્ટ્રી મળશે. નિયમ 27 ફેબ્રુઆરથી 15 માર્ચ સુધી લાગુ થશે.

દેશમા કોરોના દર્દીઓની સંખ્યા ખૂબ ઝડપથી વધી રહી છે. મંગળવારે 11 રાજ્યોમાં રિકવરી કરતાં કોરોનાના નવા દર્દીઓની સંખ્યા વધારે નોંધાઈ હતી. તેમાં સૌથી વધારે મહારાષ્ટ્રમાં 6,218 સંક્રમિત નોંધાયા હતા. મહારાષ્ટ્રના હવે દરેક 36 જિલ્લાઓમાં કોરોનાએ સ્પીડ પકડી છે. અહીં રોજ મળતાં કેસોમાં ખૂબ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. સૌથી વધારે પુણે, મુંબઈ,થાણે, નાગપુર, અમરાવતી જેવા જિલ્લામાં નવા કેસની સંખ્યા વધી રહી છે.

મહારાષ્ટ્ર સિવાય ગુજરાતના 4 જિલ્લામાં પણ કેસ વધી રહ્યા છે. તેમાં અમદાવાદ, બરોડા, સુરત, રાજકોટ સામેલ છે. મધ્ય પ્રદેશના 3 જિલ્લામાં પણ સ્થિતિ ખરાબ થઈ રહી છે. તેમાં ઈન્દોર, ભોપાલ અને બૈતૂલ સામેલ છે. આમ, હવે દેશના 122 જિલ્લા છે જ્યાં કોરોનાના કેસ વધી રહ્યા છે.

24 કલાકમાં 100થી વધારે લોકોએ જીવ ગુમાવ્યો
દેશમાં મંગળવારે 13,462 નવા દર્દી નોંધાયા છે. 13,659 લોકો રિકવર થયા છે અને 100 લોકોના મોત થયા છે. અત્યાર સુધી દેશમાં 1 કરોડ 10 લાખથી વધારે લોકો સંક્રમણની ઝપટમાં આવ્યા છે. તેમાંથી 1 કરોડ 7 લાખ લોકો ઠીક થયા છે, જ્યારે 1,56,598 દર્દીઓના મોત થયા છે. 1,44,027 દર્દીઓ એવા છે જેમની સારવાર ચાલી રહી છે.

12 રાજ્યોમાં 75%થી વધારે હેલ્થ કેર વર્કર્સને વેક્સીન લગાવાઈ
કેન્દ્રીય સ્વાસ્થય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, ગુજરાત સહિત 12 રાજ્યોમાં 75 ટકાથી વધારે હેલ્થકેર વર્કર્સને પહેલો ડોઝ આપી દેવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં 19 લાખ 7 હજાર 391 લોકોને વેક્સિનનો ડોઝ આપવામાં આવ્યો છે. તેમાંથી 64 લાખ 71 હજાર 47 હેલ્થકેર વર્કર્સને પહેલો ડોઝ આપી દેવામાં આવ્યો છે. જ્યારે 13 લાખ 21 હજાર 635 હેલ્થકેર વર્કર્સને બીજો ડોઝ પણ આપી દેવામાં આવ્યો છે. પહેલાં ફેઝમાં 16 જાન્યુઆરીએ હેલ્થકેર વર્કર્સને વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું છે.
જ્યારે દેશમાં રજિસ્ટર્ડ ફ્રન્ટલાઈન વર્કર્સમાંથી 41.7% એટલે કે 41 લાખ 14 હજાર 710 લોકોને વેક્સિનનો પહેલો ડોઝ આપી દેવામાં આવ્યો છે. બીજા ફેઝમાં 2 ફેબ્રુઆરીથી ફ્રન્ટ વર્કર્સને વેક્સિનનો ડોઝ આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે. વેક્સિનેશનના 39 દિવસ પછી એટલે કે મંગળવાર સાંજ સુધીમાં 1.61 લાખ લોકોને વેક્સિન આપી દેવામાં આવી છે. 98,382ને પહેલો ડોઝ આપી દેવામાં આવ્યો છે. જ્યારે 63,458 હેલ્થકેર વર્કર્સને બીજો ડોઝ આપી દેવામાં આવ્યો છે. આ દરમિયાન 8,557 સેશન્સ આયોજિત કરવામાં આવ્યા છે.

કોરોના અપડેટ્સ

  • કેન્દ્ર સરકારે મંગળવારે જણાવ્યું કે, દેશના 3 રાજ્યોમાં કોરોનાના 2 નવા વેરિયેન્ટ સામે આવ્યા છે. મહારાષ્ટ્ર, કેરણ અને તેલંગાણામાં કોરોનાના બે મ્યૂટેટેડ વેરિએન્ટ N44OK અને E484K મળ્યા છે. નીતિ આયોગના સભ્ય ડૉ. વીકે પોલે જણાવ્યું કે, દેશમાં હાલ આ વાઈરસના કારણે જ કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે એવા કોઈ પુરાવા નથી મળ્યા. મિનિસ્ટ્રીના જણાવ્યા પ્રમાણે, દેશમાં સાઉથ આફ્રિકી સ્ટ્રેનના વધુ બે કેસ સામે આવ્યા છે. અહીં અત્યાર સુધી 6 લોકો આ સ્ટ્રેનના કારણે સંક્રમિત થયા છે. જ્યારે UK વેરિએન્ટમાં અત્યાર સુધી 187 કેસ નવા સામે આવ્યા છે. એક વ્યક્તિમાં બ્રાઝિલવાળા સ્ટ્રેનનો ખુલાસો થયો છે.
  • મહારાષ્ટ્રના મંત્રી સંજય રાઠોડનો એખ વીડિયો સામે આવ્યો છે. તેમાં કોવિડ-19 પ્રોટોકોલનું ઉલ્લંઘન કરતા વાશિમ જિલ્લાના એક મંદિરમાં હજારો સમર્થકો સાથે જતા જોવા મળ્યા છે. મોટા ભાગના લોકોએ માસ્ક પહેર્યો નહતો. વીડિયો વાઈરલ થયા પછી મહારાષ્ટ્ર સરકાર ભાજપના નિશાને આવી ગઈ હતી. ભાજપે મંત્રી વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગણી કરી છે.
  • બીજી બાજુ દેશમાં કોરોનાના વધતા કેસની સમીક્ષા કરતાં પીએમઓએ બેઠક બોલાવી છે. બેઠકમાં કોરોનાના મ્યૂટેડ સ્ટ્રેન વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે દેશ અને વિદેશમાં શરૂ થયેલા કોરોનાના નવા સ્ટ્રેન ઝડપથી ફેલાઈ શકે છે. આ સ્ટ્રેન દેશમાં વધતાં સંક્રમણ માટે જવાબદાર હોઈ શકે છે.

6 રાજ્યોની સ્થિતિ
1. મહારાષ્ટ્ર

રાજ્યમાં મંગળવારે 6,218 લોકો કોરોના સંક્રમિત નોંધાયા છે. 5,869 દર્દીઓ સાજા થયા અને 51 લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં 21,12,312 લોકોને સંક્રમણ થયું છે. તેમાંથી 20 લાખ 5 હજાર 851 લોકો ઠીક થઈ ચૂક્યા છે. 51 હજાર 857 લોકોએ આ મહામારીમાં જીવ ગુમાવ્યો છે. 53 હજાર 409 દર્દીઓની સારવાર ચાલી રહી છે.

2. કેરળ
રાજ્યમાં મંગળવારે 4,034 નવા સંક્રમિત લોકોની ઓળખ થઈ છે. 4,823 દર્દી સાજા થયા અને 14 સંક્રમિતોના જીવ ગયા. અહીં અત્યાર સુધીમાં 10 લાખ 40 હજાર 904 લોકો સંક્રમિત થયા છે. તેમાંથી 9 લાખ 81 હજાર 835 દર્દી સાજા થઈ ગયા છે. 4,120ના જીવ ગયા છે, જ્યારે 54,665 લોકોની સારવાર ચાલી રહી છે.

3. મધ્યપ્રદેશ
અહીં મંગળવારે 246 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો. 200 દર્દીઓ સાજા થયા છે અને એકનું મોત થયું છે. અત્યાર સુધીમાં 2 લાખ 59 હજાર 967 લોકો સંક્રમણની ઝપટમાં આવ્યા છે. તેમાંથી 2 લાખ 53 હજાર 963 લોકો સાજા થયા છે. જ્યારે 3,855 દર્દીઓના મોત થયા છે. 2,149 દર્દીઓની સારવાર ચાલી રહી છે.

4. ગુજરાત
અહીં મંગળવારે 348 નવા કેસ નોંધાયા છે. 294 લોકો સાજા થયા છે. અત્યાર સુધીમાં 2 લાખ 67 હજાર 767 લોકો સંક્રમિત થયા છે. તેમાંથી 2 લાખ 61 હજાર 575 લોકો સાજા થયા છે. જ્યારે 4406 દર્દીઓના મોત થયા છે. 1,786 દર્દીઓ એવા છે જેમની સારવાર ચાલી રહી છે.

5. રાજસ્થાન
રાજ્યમાં મંગળવારે 76 નવા કેસ નોંધાયા છે. 87 લોકો સાજા થયા છે. જ્યારે અત્યાર સુધી 3 લાખ 19 હજાર 702 લોકોને સંક્રમણ થઈ ચૂક્યું છે. તેમાંથી 3 લાખ 15 હજાર 722 લોકો સાજા થઈ ગયા છે. જ્યારે 2,785 દર્દીઓના મોત થયા છે. 1,195 દર્દીઓ એવા છે જેમની સારવાર ચાલી રહી છે.

6. દિલ્હી
અહીં 154 કેસ નવા નોંધાયા છે અને 130 લોકો સાજા થયા છે. અહીં અત્યાર સુધીમાં 6 લાખ 38 હજાર 173 લોકો સંક્રમિત થયા છે. તેમાં 6 લાખ 26 હજાર 216 લોકો સાજા થયા છે. જ્યારે 10 હજાર 903 લોકોના મોત થયા છે. 1054 લોકોની સારવાર ચાલી રહી છે.

1 Trackbacks & Pingbacks

  1. MP-મહારાષ્ટ્ર સહિત 5 રાજ્યોથી દિલ્હી જતા લોકો માટે નેગેટિવ RT-PCR રિપોર્ટ જરૂરી, નવો નિયમ 27 ફેબ્રુઆરીથ

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: