કોરોના દેશમાં: 91 જિલ્લામાં કોરોનાએ ફરી વેગ પકડ્યો; સૌથી વધુ મહારાષ્ટ્રના 34 જિલ્લા પ્રભાવિત, અહીંયા નવા દર્દીઓની સંખ્યામાં ભારે વધારો


Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવી દિલ્હી7 મિનિટ પહેલા

  • કૉપી લિંક

આ તસવીર મુંબઈની છે. અહીંયા સલૂનમાં કોરોના ટેસ્ટિંગ માટે સેમ્પલ લેતા સ્વાસ્થ્યકર્મી. મુંબઈમાં એક વાર ફરીથી કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે.

દેશમાં કોરોના વાઈરસે ફરીથી જોર પકડ્યું છે. 91 જિલ્લામાં દર્દી મળવાની ગતિ વધી રહી છે. જેમાં 34 જિલ્લા મહારાષ્ટ્રના જ છે. આ ઉપરાંત કર્ણાટકના 16, હરિયાણા, પંજાબ, છત્તીસગઢ, ગુજરાત અને બિહારના 4-4, જ્યારે કેરળના બે જિલ્લા સામેલ છે. અહીંયા છેલ્લા અમુક દિવસોથી દરરોજ સંક્રમિતોની સંખ્યા સાજા થનાર દર્દીઓ કરતા વધુ છે.

એક દિવસમાં 4,412 એક્ટિવ કેસ વધ્યા
રવિવારે દેશમાં 13,979 નવા દર્દી નોંધાયા. 9,476 સાજા થયા, જ્યારે 79 લોકોના મોત થઈ ગયા. 4,412 એક્ટિવ કેસ વધ્યા, જે 87 દિવસમાં સૌથી વધુ છે. આ પહેલા 25 નવેમ્બરે 7,234 એક્ટિવ કેસ વધ્યા હતા. એક્ટિવ કેસ એટલે કે જે દર્દીઓની સારવાર ચાલી રહી છે.

વેક્સિનેશનમાં તેજી લાવવાનો આદેશ

  • કેન્દ્રએ તમામ રાજ્યોને પત્ર લખીને વેક્સિનેશનમાં તેજી લાવવા માટે કહ્યું છે. હાલ ઘણા રાજ્યોમાં સપ્તાહમાં બે દિવસ જ વેક્સિનેશન થઈ રહ્યું છે. હાલ ફ્રન્ટલાઈન અને હેલ્થ કેર વર્કર્સને જ વેક્સિન લગાવવામાં આવી રહી છે. માર્ચથી 50 વર્ષથી વધુ ઉમરના તમામ અને 50થી ઓછી ઉંમરના એવા નાગરિકોને પણ વેક્સિન લગાવાશે જેમને અન્ય બિમારીઓ પણ છે. કેન્દ્રએ આના માટે પણ તૈયાર રહેવા માટે કહ્યું છે.
  • કોરોના અપડેટ્સ
  • મહારાષ્ટ્રમાં કોરોના ઝડપથી વધતા કેસે રાજ્ય સરકારની ચિંતામાં વધારો કરી દીધો છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરએ આજે એટલે કે સોમવારે રાજ્યમાં ભીડ ભાડ વાળા તમામ રાજકીય અને ધાર્મિક કાર્યક્રમો પર પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરી દીધી છે. તેમણે કહ્યું કે, સ્થિતિ નહીં સંભાળાય તો રાજ્યમાં ફરી લોકડાઉન લાગી શકે છે.
  • ઉદ્ધવ ઠાકરેએ રવિવારે લોકોને 8 દિવસનું અલ્ટીમેટમ આપતા કહ્યું કે, જે લોકો લોકડાઉન નથી ઈચ્છતા, તે માસ્ક જરૂર પહેરે. પ્રાઈવેટ કંપનીને પણ વર્કફોર્મ હોમ પોલિસી અપનાવવા માટે કહેવાયું છે, જેથી ભીડથી બચી શકાય. તેમણે કહ્યું કે, આગામી 8થી 15 દિવસમાં અમને ખબર પડી જશે કે આ કોરોનાની નવી લહેર છે કે નહીં?
  • પૂણે જિલ્લા પ્રશાસને પણ નાઈટ કર્ફ્યૂ લગાવી દીધો છે. અહીં રાતે 11થી સવારે 6 વાગ્યા સુધી લોકોના ઘરેથી નીકળવા પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. માત્ર ઈમર્જન્સીમાં જ લોકો બહાર નીકળી શકશે. શાળા-કોલેજ 28 ફેબ્રુઆરી સુધી બંધ કરી દેવાયા છે.
  • મહારાષ્ટ્રના અમરાવતી મંડળના 5 અન્ય જિલ્લા અમરાવતી, અકોલા, વામિશ, બુલ્ઢાડા અને યવતમાલમાં પણ ઘણા પ્રકારના પ્રતિબંધ લગાવી દેવાયા છે. અહીંયા જરૂરી સામાનોની દુકાનોને બાદ કરતા બાકીની તમામ બંધ દુકાનોને બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. શાળા-કોલેજ, કોચિંગ સંસ્થા પણ બંધ રહેશે. લોકોને સવારે નવથી સાંજે 5 વાગ્યા સુધી જ સામાન ખરીદવાની છૂટ મળશે.
  • વધતા કેસના કારણે ભારત એકવાર ફરી દુનિયાના એવા 15 દેશોમાં સામેલ થઈ ગયો છે, જ્યાં કોરોનાના સૌથી વધુ એક્ટિવ કેસ છે. એટલે કે એવા દર્દી જેમની સારવાર ચાલી રહી છે, બાકી કાં તો સાજા થઈ ચૂક્યાં છે કે પછી તેમના મોત થઈ ચૂક્યાં છે.ભારત આ યાદીમાં 15માં નંબર પર આવી ગયો છે. 30 જાન્યુઆરીએ પોર્ટુગલ, ઈન્ડોનેશિયા અને આર્યેન્ડને પાછળ છોડતા 17માં નંબર પર પહોંચી ગયું હતું.
  • આખા દેશમાં દરરોજ થતા ટેસ્ટિંગમાં છેલ્લા એક મહિનામાં 5 લાખનો ઘટાડો નોંધાયો છે. ડિસેમ્બર જ્યાં, દરરોજ 11 લાખ લોકોની તપાસ થતી હતી, ત્યાં હવે સરેરાશ 6 લાખ લોકોના ટેસ્ટ થઈ રહ્યાં છે. રાજ્યોમાં કોરોના કેસ વધવાનું એક મોટું કારણ ટેસ્ટિંગની સંખ્યામાં ઘટાડો કરવાનું પણ છે. હવે ફરીથી કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ તમામ 9 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારોને ચિઠ્ઠી લખીને ટેસ્ટિંગ વધારવાનો આદેશ આપ્યો છે.

6 રાજ્યોની સ્થિતિ
1. મહારાષ્ટ્ર

રાજ્યમાં રવિવારે 6,971 લોકો કોરોના સંક્રમિત થયા છે. 2,417 દર્દી સાજા થયા અને 35 લોકોના મોત થયા છે. અત્યાર સુધી 21 લાખ 884 લોકો સંક્રમણના સકંજામા આવી ચૂક્યા છે, જેમાં 19 લાખ 94 હજાર 997 લોકો સાજા થઈ ચૂક્યા છે. 51 હજાર 788એ આ મહામારીથી જીવ ગુમાવ્યો છે. 52 હજાર 956 દર્દીઓની સારવાર હાલ ચાલી રહી છે.

2. કેરળ
રાજ્યમાં રવિવારે 4,070 નવા સંક્રમિતોની ઓળખ થઈ છે. 4,345 દર્દી સાજા થયા અને 15 સંક્રમિતોનો મોત થયા છે. અહીંયા અત્યાર સુધી 10 લાખ 34 હજાર 658 લોકો સંક્રમિત થયા છે. જેમાંથી 9 લાખ 71 હજાર 975 દર્દી સાજા થઈ ચૂક્યા છે. 4,090 લોકોના મોત થયા છે, જ્યારે 58,316ની સારવાર ચાલી રહી છે.

3. મધ્યપ્રદેશ
અહીંયા રવિવારે 299 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. 238 દર્દી સાજા થયા અને ચાર લોકોના મોત થયા છે. અત્યાર સુધી 2 લાખ 59 હજાર 427 લોકો સંક્રમણના સકંજામાં આવી ચૂક્યા છે. જેમાં 2 લાખ 53 હજાર 522 લોકો સાજા થઈ ચૂક્યાં છે, જ્યારે 3,854 દર્દીઓના મોત થયા છે. 2,051 દર્દીઓની હાલ સારવાર ચાલી રહી છે.

4. ગુજરાત
અહીંયા રવિવારે 283 લોકો કોરોના સંક્રમિત થયા છે 264 લોકો સાજા થયા અને એકનું મોત થયું છે. અત્યાર સુધી 2 લાખ 67 હજાર 104 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. જેમાં 2 લાખ 61 હજાર 9 લોકો સાજા થઈ ચૂક્યાં છે, જ્યારે 4405 દર્દીઓના મોત થઈ ચૂક્યા છે. 1,690 દર્દી એવા છે જેમની સારવાર ચાલી રહી છે.

5. રાજસ્થાન
રાજ્યમાં રવિવારે 82 લોકો કોરોના સંક્રમિત થયા છે. 137 લોકો સાજા થયા. અત્યાર સુધી 3 લાક 19 હજાર 543 લોકો સંક્રમણના સકંજામાં આવી ચૂક્યા છે. જેમાં 3 લાખ 15 હજાર 513 લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 2,785 દર્દીઓના મોત થયા છે. 1,245 દર્દી એવા છે જેમની સારવાર ચાલી રહી છે.

6. દિલ્હી
અહીંયા રવિવારે 145 નવા દર્દી નોંધાયા છે અને 97 સાજા થયા છે. બે લોકોના મોત પણ થયા છે. અહીંયા અત્યાર સુધી 6 લાખ 37 હજાર 900 લોકો સંક્રમણના સકંજામાં આવી ચૂક્યા છે. જેમાં 6 લાખ 25 હજાર 929 લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 10 હજાર 900 દર્દીઓના મોત થઈ ચૂક્યાં છે. 1071ની સારવાર ચાલી રહી છે.

1 Trackbacks & Pingbacks

  1. 91 જિલ્લામાં કોરોનાએ ફરી વેગ પકડ્યો; સૌથી વધુ મહારાષ્ટ્રના 34 જિલ્લા પ્રભાવિત, અહીંયા નવા દર્દીઓની

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: