કોરોના દેશમાં: 24 કલાકમાં 1 લાખથી વધુ દર્દી મળી આવ્યા, આ નવા કેસનો અત્યાર સુધીનો સૌથી મોટો આંક; એક્ટિવ કેસમાં પણ રેકોર્ડ 50,000નો વધારો


 • Gujarati News
 • National
 • More Than 1 Lakh Patients Were Found In 24 Hours, The Highest Number Of This New Case So Far; A Record 50,000 Increase In Active Cases As Well

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવી દિલ્હી3 મિનિટ પહેલા

 • કૉપી લિંક
 • દેશમાં કોરોના વિસ્ફોટ, એક જ દિવસમાં એક લાખથી વધુ કેસ સામે આવ્યા સમગ્ર દેશમાં કોરોનાની મહામારી ભયાનક બની

દેશમાં રવિવારે રેકોર્ડ 1 લાખ 3 હજાર 794 નવા કેસ નોંધાયા છે. આ એક દિવસનો સૌથી મોટો આંકડો છે. આ પહેલા 16 સપ્ટેમ્બરના રોજ 97,860 નવા દર્દીઓ મળી આવ્યા હતા. છેલ્લા 24 કલાકમાં 52,840 દર્દીઓ સાજા થયા અને 477ના મોત થયા હતા. એક્ટિવ કેસની સંખ્યા, એટલે કે, સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યામાં પણ રેકોર્ડ 50,438નો વધારો થયો છે. ભારત વિશ્વનો એકમાત્ર દેશ છે, જ્યાં છેલ્લા 24 કલાકમાં 1 લાખથી વધુ કેસ મળી આવ્યા છે.

સમગ્ર દેશમાં મહામારી ભયાનક બની ગઇ છે, પરંતુ મહારાષ્ટ્રમાં તે સંપૂર્ણ રીતે બેકાબૂ છે. અહીં નવા સંક્રમિત થયાના ડેટા રોજ નવા રેકોર્ડો બનાવી રહ્યા છે. રવિવારે રાજ્યમાં 57,074 કેસ નોંધાયા હતા. તેની તુલના ભારત સિવાય બીજા દેશોમાં રવિવારે મળી આવેના કેસો સાથે કરીએ તો ફક્ત ફ્રાન્સ (60,922) જ આગળ હતું.

અત્યાર સુધીમાં દેશમાં લગભગ 1.26 કરોડ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી લગભગ 1.17 કરોડ સાજા થયા છે અને 1.65 લાખ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. 7.37 લાખ એક્ટિવ કેસ છે, એટલે કે, તેમની સારવાર ચાલી રહી છે. આ આંકડા covid19india.org પરથી લેવામાં આવ્યા છે.

કોરોના અપડેટ્સ

 • નવા કેસ મુદ્દે ભારત અનેરીકા અને બ્રાઝિલને પાછળ ધકેલીને પ્રથમ નંબર પર આવી ગયું છે. ગત દિવસે અમેરિકામાં 37 હજાર અને બ્રાઝિલમાં 31 હજાર કેસ નોંધાયા હતા.
 • ઉત્તરપ્રદેશમાં અચાનક કોરોનાના કેસોમાં વધારો થયા પછી એક્ટિવ બનેલી સરકારે નવી ગાઈડલાઇન બહાર પાડી છે. આ અંતર્ગત, જો કોઈ કેસ મળી આવે તો 25-મીટરનો વિસ્તાર કન્ટેનમેન્ટ ઝોન બનાવવામાં આવશે. જો એક કરતાં વધુ કેસો મળી આવે છે, તો 50 મીટરના વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવશે.
 • મલ્ટિસ્ટોરી એપાર્ટમેન્ટ્સ માટે અલગ નિયમો હશે. જ્યારે કોઈ એક દર્દી મળી આવે છે, ત્યારે એપાર્ટમેન્ટના તે ફ્લોરને કન્ટેનમેન્ટ ઝોન બનાવવામાં આવશે. જો એક કરતા વધુ દર્દીઓ મળી આવે તો સંબંધિત બ્લોક સીલ કરી દેવાશે. 14 દિવસ સુધી એક પણ દર્દી ન મળે ત્યારે જ કન્ટેનમેન્ટ ઝોન સમાપ્ત થશે.
 • કોરોના કેસોમાં વધારાને કારણે, રાજસ્થાન સરકારે રાજ્યમાં અને બહાર આવતા લોકો માટે RT-PCR ટેસ્ટ જરૂરી બનાવ્યો છે. સરકારે કહ્યું છે કે કલેક્ટર્સ નાઇટ કર્ફ્યુ લગાવી શકે છે પરંતુ, રાતના આઠ વાગ્યા પહેલાં અને સવારે છ વાગ્યા પછી, નાઇટ કર્ફ્યુ માટેની પરવાનગી સરકાર પાસેથી લેવી પડશે.
 • બોલિવુડ એક્ટર અક્ષય કુમાર પછી ગોવિંદાનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. જ્યારે, ગાયક ઉદિત નારાયણના પુત્ર આદિત્ય નારાયણને પણ સંક્રમણ લાગ્યું છે. તકલીફ વધી જતા તેને હોસ્પિટલમાં દાખલ કરાયો છે. આદિત્યની પત્ની શ્વેતા અગ્રવાલ પહેલા પોઝિટિવ આવી હતી. તેઓ ઘરે આઇસોલેશનમાં છે.

મુખ્ય રાજયોની પરિસ્થિતી

1. મહારાષ્ટ્ર
અહીં રવિવારે 57,074 નવા દર્દીઓ મળી આવ્યા હતા. 27,508 દર્દીઓ સાજા થયા અને 222 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યાર સુધીમાં 30.10 લાખ લોકો મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 25 લાખથી વધુ લોકો સ્વસ્થ થયા છે, જ્યારે 55,878 લોકો મૃત્યુ પામ્યા છે. હાલમાં અહીં લગભગ 4.01 લાખ લોકોની સારવાર કરવામાં આવી રહી છે.

2. દિલ્હી
અહીં રવિવારે 4,033 નવા કેસ નોંધાયા હતા. 2,677 દર્દી સાજા થયા અને 21 લોકોના મોત થયા . અહીં અત્યાર સુધીમાં 6.76 લાખ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે, 6.51 લાખ લોકો સાજા થયા છે અને 11,801 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હાલમાં 13,982 દર્દી સારવાર હેઠળ છે.

3. મધ્યપ્રદેશ
અહીં રવિવારે 3,178 કેસ નોંધાયા હતા. 2201 લોકો સાજા થયા અને 11 લોકોના મોત થયા હતા. રાજયમાં અત્યાર સુધીમાં 3.06 લાખ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાં 2.81 લાખ સાજા થયા છે, જ્યારે 4,040 લોકોના મોત થયા છે. હાલમાં 21,335 લોકોની સારવાર ચાલી રહી છે.

4. પંજાબ
રવિવારે 3,006 નવા દર્દીઓ મળી આવ્યા હતા. 2,955 સાજા થયા, જ્યારે 51 મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યાર સુધીમાં 2.51 લાખ લોકો મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 2.19 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 7,083 લોકોના મૃત્યુ થયા છે. હાલમાં 25,314 લોકો સારવાર લઈ રહ્યા છે.

5. ગુજરાત
રવિવારે અહીં 2,875 નવા કોરોના દર્દીઓ મળી આવ્યા હતા. 2,024 દર્દીઓ સાજા થયા, જ્યારે 14 લોકોનાં મોત નીપજ્યાં. રાજ્યમાં અત્યાર સુધીમાં 3.18 લાખ લોકોને સંક્રમણની અસર થઈ છે. જેમાંથી 2.98 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 4,566 દર્દીઓ મૃત્યુ પામ્યા છે અને 15,135 લોકો હાલમાં સારવાર લઈ રહ્યા છે.

6. રાજસ્થાન
રવિવારે અહીં કોરોનાના 1,729 કેસ નોંધાયા હતા. 587 દર્દીઓ સાજા થયા અને 2 લોકોનાં મોત થયાં. રાજ્યમાં અત્યાર સુધીમાં 3.39 લાખ દર્દીઓ આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 3.23 લાખ લોકો સજા થયા છે, જ્યારે 2,829 પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. હાલમાં, 12,878 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે…

1 Trackbacks & Pingbacks

 1. 24 કલાકમાં 1 લાખથી વધુ દર્દી મળી આવ્યા, આ નવા કેસનો અત્યાર સુધીનો સૌથી મોટો આંક; એક્ટિવ કેસમાં પણ રેક

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: