[:en]
- Gujarati News
- National
- About 22,000 Patients Recovered In 24 Hours, The Lowest In 161 Days; Not A Single Case In 48 Hours In Arunachal
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નવી દિલ્હી12 મિનિટ પહેલા
- કૉપી લિંક
દેશમાં કોરોનાના એક્ટિવ કેસોમાં (સારવાર હેઠળ) સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં લગભગ 22 હજાર દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. છેલ્લા 161 દિવસમાં આ આંકડો સૌથી ઓછો છે. આ પહેલા 17 જુલાઇના રોજ 17 હજાર 486 લોકો કોરોનાથી સાજા થયા હતા. જ્યારે, 21 સપ્ટેમ્બરના રોજ સૌથી વધુ એક લાખથી વધુ લોકો સાજા થયા હતા.
સારી વાત તે છે કે અરુણાચલ પ્રદેશમાં છેલ્લા 2 દિવસથી કોરોનાનો એક પણ કેસ સામે આવ્યો નથી. અહીં 23 ડિસેમ્બરે કોરોનાના 12 કેસ નોંધાયા હતા. 48 કલાકમાં અહીં 53 લોકો સાજા થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 16 હજાર 678 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. જેમાં 168 લોકો સારવાર હઠળ છે અને 16 હજાર 454 લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 56 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.
24 કલાકમાં 22 હજાર પોઝિટિવ કેસ સામે આવ્યા
દેશમાં છેલ્લા 24 કલાકમાં 22 હજાર 350 નવા કેસ નોંધાયા છે. 22 હજાર 184 દર્દીઓ સાજા થયા છે અને 251 લોકો મોતને ભેટ્યા છે. આમ એક્ટિવ કેસ (સારવાર હેઠળના દર્દીઓ)માં ફ્ક્ત 99નો ઘટાડો થયો. એક્ટિવ કેસનો આંક 26 નવેમવાર બાદ સૌથી ઓછો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1.01 કરોસ કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં 97.39 લાખ દર્દીઓ સજા થઈ ચૂક્યા છે. 1.47 લાખ લોકોમાં મૃત્યુ થયા છે, જ્યારે 2.80 લાખ દર્દીઓ સારવાર હેઠળ છે.
ધારાવીમાં પ્રથમ વખત સંક્રમણનો એક પણ કેસ નોંધાયો નથી
મૂંબઈમાં આવેલી અને એશિયાની સૌથી મોટી ઝૂપડપટ્ટી ધરાવીમાં શુક્રવારે કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. અહીં પ્રથમ કેસ 1 એપ્રિલના રોજ નોંધાયો હતો. ત્યારથી આવું પ્રથમ વખત બન્યું છે. અહીંયા કોરોના સામેની લડાઈમાં તંત્ર દ્વારા લેવાયેલા પગલાની વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ)એ પણ પ્રશંસા કરી હતી.
ઉર્દૂના પ્રખ્યાત કવિ શમ્સુર રહેમાન ફારૂકીનું નિધન
શુક્રવારે અલ્હાબાદમાં ઉર્દૂના પ્રખ્યાત કવિ શમ્સુર રહેમાન ફારૂકીનું નિધન થયું છે. 85 વર્ષીય ફારુકી એક મહિના પહેલા જ કોરોનાથી સ્વસ્થ થયા હતા. પદ્મ શ્રીથી સન્માનીત ફારૂકીને 23 નવેમ્બરના રોજ દિલ્હીની હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. કોરોના સંક્રમણ લાગ્યાં બાદ તેમને અહીં દાખલ કરવામાં આવ્યા હતા.
કોરોના અપડેટ્સ
- આ વર્ષે કેરળના સબરીમાલા મંદિરમાં કોરોના મહામારીમાં લોકડાઉન થવાને કારણે માત્ર 9.09 કરોડ રૂપિયાનો ચઢાવો આવ્યો છે. છેલ્લા 39 દિવસમાં અહીં ફક્ત 71 હજાર 706 જ ભક્તોએ દર્શન કર્યા છે. ગયા વર્ષે 156.60 કરોડ રૂપિયાનો ચઢાવો આવ્યો હતો.
- હાલમાં જ બ્રિટનથી પરત આવેલું એક બાળક ઓડિશાના ભુવનેશ્વરમાં કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. તેના સ્વેબનો નમૂના પૂણેની વાઇરોલોજી ઇન્સ્ટિટ્યૂટને મોકલવામાં આવ્યા છે. જેથી તે જાણી શકાય કે તેને બ્રિટનમાં મળેલા કોરોના બે નવા સ્ટ્રેનથી સંક્રમણ તો લાગ્યું નથી. ભુવનેશ્વર મહાનગરપાલિકાએ આ માહિતી આપી છે.
- ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે કહ્યું છે કે બ્રિટનથી ગોવામાં આવતા લોકોને નેગેટિવ રિપોર્ટ મળ્યા પછી પણ કેટલાક દિવસો માટે આઇસોલેશનમાં રાખવામાં આવશે.
5 રાજયોની પરિસ્થિતી
1. દિલ્હી
શુક્રવારે અહીં 758 નવા દર્દીઓ નોંધાયા હતા. 1370 લોકો સાજા થયા અને 30 લોકો મૃત્યુ પામ્યા. અહીં અત્યાર સુધીમાં 6.21 લાખ કેસ નોંધાયા છે. તેમાંથી 6.03 લાખ દર્દીઓ સાજા થયા છે, 10 હજાર 414 મૃત્યુ પામ્યા છે, જ્યારે 7267 સારવાર હેઠળ છે.
2. મધ્યપ્રદેશ
અહીંયા શુક્રવારે 1031 લોકો પોઝિટિવ મળી આવ્યા હતા. 1234 દર્દીઓ સાજા થયા હતા અને 12 લોકોનાં મૃત્યુ થયાં. રાજ્યમાં અત્યાર સુધીમાં 2.36 લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે. આમાંથી 2.22 લાખ લોકો સજા થઈ ચૂક્યા છે, 3536 મૃત્યુ પામ્યા છે અને 10 હજાર 461 સારવાર હેઠળ છે.
3. ગુજરાત
શુક્રવારે અહીં 910 કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. 1114 સાજા થયા અને 6 લોકોના મોત નીપજ્યાં. અત્યાર સુધીમાં કુલ 2.40 લાખ કેસ નોંધાયા છે. તેમાંથી 2.25 લાખ દર્દીઓ સાજા થયા છે, 4268 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જ્યારે 10 હજાર 531 લોકો સારવાર લઈ રહ્યા છે.
4. રાજસ્થાન
શુક્રવારે અહીંયા 1023 નવા કેસ સામે આવ્યા હતા. 987 દર્દીઓ સાજા થયા અને સાત લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યાર સુધીમાં 3.03 લાખ કેસ નોંધાયા છે. જેમાંથી 2.89 લાખ દર્દીઓ સાજા થયા છે, 2657 દર્દીઓ મોતને ભેટ્યા છે, જ્યારે 11 હજાર 700 સારવાર હેઠળ છે.
5. મહારાષ્ટ્ર
શુક્રવારે અહીં 3431 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. 1427 દર્દીઓ સ્વસ્થ થયા અને 71 લોકો મૃત્યુ પામ્યા. અહીં અત્યાર સુધીમાં 19.13 લાખ કેસ નોંધાયા છે. તેમાંથી 18.06 લાખ દર્દીઓ સાજા થયા છે, જ્યારે 49 હજાર 129 સંક્રમિત લોકોનાં મોત નીપજ્યાં છે. હવે 56 હજાર 823 દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે.
[:]
Be the first to comment on "[:en]કોરોના દેશમાં: 24 કલાકમાં લગભગ 22 હજાર દર્દીઓ સાજા થયા, આ 161 દિવસમાં સૌથી ઓછા; અરુણાચલમાં 48 કલાકથી એક પણ કેસ નહીં[:]"