કોરોના દેશમાં: દર્દીઓની સંખ્યામાં ફરી વધારો થવા લાગ્યો, સતત ત્રીજા દિવસે સાજા થનાર કરતા સંક્રમિતોનો આંકડો વધુ


Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવી દિલ્હી3 મિનિટ પહેલા

  • કૉપી લિંક

દેશમાં કોરોના સંક્રમિતોના આંકડા ફરી એકવાર ચિંતામાં વધારો કરી રહ્યાં છે. રવિવારે 11,431 નવા દર્દી નોંધાયા, 9,267 સાજા થયા.આ સતત ત્રીજો દિવસ હતો, જ્યારે સાજા થનાર કરતા નવા સંક્રમિતોનો આંકડો વધુ રહ્યો. છેલ્લા 24 કલાકમાં 87 સંક્રમિતોના મોત થયા, જ્યારે એક્ટિવ કેસ એટલે કે સારવાર કરાવી રહેલા દર્દીઓની સંખ્યામાં 2,073નો વધારો થયો છે. 26 નવેમ્બર પછી એક્ટિવ કેસમાં આ સૌથી મોટો વધારો છે. ત્યારે 2927 એક્ટિવ કેસ વધ્યા હતા.

દેશમાં અત્યાર સુધી 1.09 કરોડ લોકો સંક્રમણના સકંજામાં આવી ચૂક્યાં છે. જેમાં 1.06 કરોડ સાજા થઈ ચૂક્યાં છે. જ્યારે 1.55 લાખ લોકોના મોત થયા છે. હાલ 1.36 લાખ લોકોના સારવાર ચાલી રહી છે.

7 રાજ્યોમાં આજે વેક્સિનેશન નહીં
કેન્દ્ર સરકારે આ સપ્તાહ માટે વેક્સિનેશનનો ચાર્ટ જાહેર કર્યો છે. જેના પ્રમાણે, આજે એટલે કે સોમવારે 15 ફેબ્રુઆરીએ ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, ચંદીગઢ, દાદરા નગર હવેલી, ગોવા અને ગુજરાતમાં વેક્સિનેશન નહીં હોય.

કોરોના અપડેટ્સ

  • યૂનિયન હેલ્થ મિનીસ્ટ્રીએ રવિવારે ઓફિસ અથવા વર્કપ્લેસ અંગે નવી SOP જાહેર કરી છે. જેના પ્રમાણે, જો કોઈ ઓફિસમાં કોરોનાનો કેસ મળે છે તો એ એરિયાને ડિસઈન્ફેક્ટેડ કર્યા પછી ફરી કામ શરૂ કરી શકાય છે. જેના માટે આખી બિલ્ડિંગને બંધ કાંતો સીલ કરવાની જરૂર નહીં પડે.
  • મિનીસ્ટ્રીના જણાવ્યા પ્રમાણે, કોઈ ઓફિસમાં 1 અથવા 2 કેસ મળે છે તો ડિસઈન્ફેક્શનની પ્રોસેસ માત્ર એ જગ્યાએ હશે, જ્યાં દર્દી છેલ્લા 48 કલાકમાં હાજર રહ્યો હોય. ત્યારપછી પ્રોટોકોલના હિસાબથી કામ ફરીથી શરૂ કરી શકાય છે.જો વર્કપ્લેસ પર મોટી સંખ્યામાં કોરોનાના કેસ સામે આવે તો આખા બ્લોક અથવા બિલ્ડિંગને ડિસઈન્ફેક્ટેડ કરવો જોઈએ.
  • કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, દેશમાં મૃત્યુદરમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. હવે આ 1.5% થી પણ નીચે થઈ ગયું છે. દુનિયાના એવા દેશોની યાદીમાં સામેલ થઈ ગયું છે જ્યાં સૌથી ઓછો મૃત્યુદર છે.
  • સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, દેશમાં રિકવરી રેટ 97.31% થઈ ગયો છે. જે દુનિયાના સૌથી શ્રેષ્ઠ રિકવરી રેટ વાળા દેશમાં સામેલ છે. દેશમાં હાલ 1.26% એક્ટિવ કેસ છે.
  • કેરળમાં કોરોનાના દર્દીઓની સંખ્યા રવિવારે 10 લાખને પાર થઈ ગઈ છે. મહારાષ્ટ્ર પછી કેરળ આટલા દર્દીઓ વાળું બીજું રાજ્ય છે. છેલ્લા 24 કલાકમાં અહીં 4,612 નવા દર્દી નોંધાયા છે. 15 લોકોના મોત સાથે મૃતકોની સંખ્યા 3,985 પર પહોંચી ગઈ છે.
  • સેન્ટ્રલ ગવર્નમેન્ટના તમામ કર્મચારી કામના દિવસોમાં ઓફિસ આવશે.

પાંચ રાજ્યોની સ્થિતિ
1. દિલ્હી

રાજધાનીમાં રવિવારે 150 લોકો સંક્રમિત થયા. 158 લોકો રિકવર થયા અને બે લોકોના મોત થયા. અત્યાર સુધી 6 લાખ 36 હજાર 946 લોકો સંક્રમણના સકંજામાં આવી ચૂક્યાં છે. જેમાં 6 લાખ 25 હજાર 24 લોકો સાજા થઈ ચૂક્યાં છે, જ્યારે 10 હજાર 891 દર્દીઓના મોત થયા છે. હાલ 1031 દર્દી એવા છે જેમની સારવાર ચાલી રહી છે.

2. મધ્યપ્રદેશ
રાજ્યમાં રવિવારે 223 લોકો કોરોના સંક્રમિત થયા છે. 205 લોકો રિકવર થયા અને 5 લોકોના મોત થયા છે. અત્યાર સુધી 2 લાખ 57 હજાર 646 લોકો સંક્રમિત થઈ ચૂક્યાં છે. જેમાં 2 લાખ 51 હજાર 970 લોકો સાજા થઈ ચૂક્યાં છે, જ્યારે 3834 દર્દીઓના મોત થઈ ચૂક્યાં છે. હાલ 1,842 દર્દી એવા છે, જેમની સારવાર ચાલી રહી છે.

3. ગુજરાત
રાજ્યમાં રવિવારે 247 લોકો કોરોના સંક્રમિત થયા છે. 270 લોકો રિકવર થયા અને એકનું મોત થઈ ગયું. અત્યાર સુધી 2 લાખ 65 હજાર 244 લોકો સંક્રમિત થઈ ચૂક્યાં છે. જેમાં 2 લાખ 59 હજાર 104 લોકો સાજા થઈ ચૂક્યાં છે, જ્યારે 4,401 દર્દીઓના મોત થઈ ચૂક્યાં છે. હાલ 1739 દર્દી એવા છે જેમની સારવાર ચાલી રહી છે.

4. રાજસ્થાન
રાજ્યમાં રવિવારે 103 લોકો કોરોના સંક્રમિત થયા છે. 103 લોકો જ રિકવર થયા. સારી વાત તો એ છે કે આ દરમિયાન કોઈનું મોત નથી થયું. અત્યાર સુધી 3 લાખ 18 હજાર 923 લોકો સંક્રમિત થઈ ચૂક્યાં છે. જેમાં 3 લાખ 14 હજાર 733 લોકો સાજા થઈ ચૂક્યાં છે, જ્યારે 2781 દર્દીઓના મોત થઈ ચૂક્યાં છે. હાલ 1409 દર્દી એવા છે જેમની સારવાર ચાલી રહી છે.

5. મહારાષ્ટ્ર
રાજ્યમાં રવિવારે 4,092 નવા કેસ નોંધાયા. 1,355 લોકો સાજા થયા અને 40 લોકોના મોત થયા. અત્યાર સુધી 20 લાખ 64 હજાર 278 લોકો અહીંયા સંક્રમિત થઈ ચૂક્યાં છે. જેમાં 19 લાખ 75 હજાર 603 લોકો સાજા થઈ ચૂક્યાં છે, જ્યારે 51 હજાર 529 દર્દીઓના મોત થઈ ચૂક્યાં છે. 35 હજાર 965 દર્દી એવા છે, જેમની સારવાર ચાલી રહી છે.

1 Trackbacks & Pingbacks

  1. દર્દીઓની સંખ્યામાં ફરી વધારો થવા લાગ્યો, સતત ત્રીજા દિવસે સાજા થનાર કરતા સંક્રમિતોનો આંકડો વધુ

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: