કોરોના દેશમાં: ગત દિવસે 92,994 કેસ નોંધાયા, જે સાડા 6 મહિનામાં સૌથી વધુ; સતત બીજા દિવસે 500થી વધુ લોકોના થયા મોત


  • Gujarati News
  • National
  • 92,994 Cases Were Reported Last Day, The Highest In Six And A Half Months; More Than 500 People Died For The Second Day In A Row

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવી દિલ્હી6 મિનિટ પહેલા

  • કૉપી લિંક

આ ફોટો નોઈડાનો છે. અહીં વેક્સિનેશન સેન્ટર પરએક મહિલાને વેક્સિન લગાવતા આરોગ્ય કર્મચારી.

  • મહારાષ્ટ્રમાં ધોરણ 1 થી 8ના તમામ વિદ્યાર્થીઓ પરીક્ષા વિના જ પાસ કરી દેવામાં આવશે

દેશમાં કોરોનાની બીજી લહેર જોખમી બની રહી છે. શનિવારે અહીં 92,994 લોકો પોઝિટિવ મળી આવ્યા હતાં. આ દરમિયાન 60,059 લોકો સાજા થયા અને 514 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. એક જ દિવસમાં મળી આવતા સંક્રમિતો વિશે વાત કરીએ તો, છેલ્લા 197 દિવસ બાદ (સાડા 6 મહિના) બાદ આટલી મોટી સંખ્યામાં સંક્રમિતો સામે આવ્યા છે. આ પહેલા 19 સપ્ટેમ્બરના રોજ 92,574 લોકોમાં કોરોનાની પુષ્ટિ થઈ હતી. મૃત્યુના કિસ્સામાં સતત બીજો દિવસે 500થી વધુ લોકોના મોત થયા હતા. આ પહેલા શુક્રવારે 713 લોકોનાં મોત નીપજ્યાં હતાં.

દેશમાં અત્યાર સુધીમાં 1.24 કરોડ લોકો મહામારીની ઝપેટમાં આવ્યા
દેશમાં અત્યાર સુધીમાં લગભગ 1.24 કરોડ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. લગભગ 1.16 કરોડ લોકો સાજા થઈ ચૂક્યા છે. 1.64 લાખ લોકોએ જીવ ગુમાવ્યો છે. 6.87 લાખ લોકોની સારવાર ચાલી રહી છે. આ આંકડા covid19india.org પરથી લેવામાં આવ્યા છે.

કોરોના અપડેટ્સ

  • કોરોના વધતા જતા કેસોને જોતા મહારાષ્ટ્રમાં ધોરણ 1 થી 8ની પરીક્ષાઓ રદ કરવામાં આવી છે. રાજ્યના શિક્ષણ પ્રધાન વર્ષા ગાયકવાડે શનિવારે જણાવ્યું હતું કે ધોરણ 1 થી 8ના તમામ વિદ્યાર્થીઓ પરીક્ષા વિના જ પાસ કરી દેવામાં આવશે. આગામી આદેશ સુધી તમામ શાળાઓ બંધ રહેશે.
  • બિહાર સરકારે 12 એપ્રિલ સુધી શાળાઓ અને કોલેજો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. શનિવારે CM નીતીશ કુમારની સમીક્ષા બેઠક બાદ તરત જ યોજાયેલી ક્રાઈસિસ મેનેજમેન્ટ ગ્રૂપની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
  • ઓડિશામાં જગન્નાથ મંદિર 4 એપ્રિલથી દર રવિવારે સેનિટાઈઝ માટે બંધ રહેશે. આ સમય દરમિયાન, ભક્તો દર્શન કરી શકશે નહીં. આ નિર્ણય કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.
  • નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લાને શ્રીનગરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમના પુત્ર ઓમર અબ્દુલ્લાએ સોશિયલ મીડિયા પર આ માહિતી આપી હતી. ફારુકનો કોરોના રિપોર્ટ 30 માર્ચે પોઝિટિવ આવ્યો હતો.

6. મુખ્ય રાજયોની પરિસ્થિતી

1. મહારાષ્ટ્ર
શનિવારે અહીં 49,447 નવા દર્દીઓ મળી આવ્યા છે. 37,821 દર્દીઓ સાજા થયા અને 277 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યાર સુધીમાં 29.53 લાખ લોકો મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 24.95 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 55,656 લોકો મૃત્યુ પામ્યા છે. હાલમાં અહીં લગભગ 4.01 લાખ લોકોની સારવાર કરવામાં આવી રહી છે.

2. પંજાબ
શનિવારે અહીં 2,686 નવા દર્દીઓ મળી આવ્યા હતા. 2,781 સાજા થયા, જ્યારે 49 મૃત્યુ પામ્યા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 2.48 લાખ લોકો સંક્રમણથી અસરગ્રસ્ત થયા છે. તેમાંથી 2.16 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 7,032 લોકોના મોત થયા છે હાલમાં 25,314 લોકો સારવાર લઈ રહ્યા છે.

3. દિલ્હી
શનિવારે અહીં 3,567 નવા કેસ આવ્યા હતા. 2,904 દર્દીઓ સાજા થયા અને 10 લોકોનાં મોત નીપજ્યાં. આ રોગચાળાથી અત્યાર સુધીમાં 6.72 લાખ લોકો સંક્રમણથી અસરગ્રસ્ત થયા છે,6.48 લાખ લોકો સાજા થયા છે અને 11,060 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.હાલમાં 12,647 ની સારવાર ચાલી રહી છે.

4. મધ્યપ્રદેશ
​​​​​​​શનિવારે અહીં 2,839 નવા દર્દીઓ મળી આવ્યા હતા. 1,791 લોકો સ્વસ્થ થયા, જ્યારે 15 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યાર સુધીમાં 3.33 લાખ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 2.79 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 4,029 મૃત્યુ પામ્યા છે. હાલમાં, 20,369 લોકો સારવાર લઈ રહ્યા છે.

5. ગુજરાત
​​​​​​​શનિવારે અહીં 2,815 નવા કોરોના દર્દીઓ મળી આવ્યા હતા. 2,063 દર્દીઓ સાજા થયા, જ્યારે 13 લોકોનાં મોત નીપજ્યાં. રાજ્યમાં અત્યાર સુધીમાં 3.15 લાખ લોકોને સંક્રમણથી અસરગ્રસ્ત થયા છે. જેમાંથી 2.96 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 4,552 દર્દીઓ મૃત્યુ પામ્યા છે અને હાલમાં 14,298 લોકો સારવાર લઈ રહ્યા છે.

6. રાજસ્થાન
​​​​​​​શનિવારે અહીં 1,675 નવા કેસ નોંધાયા હતાં. 418 દર્દીઓ સ્વસ્થ થયા અને 3 લોકોનાં મોત નીપજ્યાં. રાજ્યમાં અત્યાર સુધીમાં લગભગ 3.37 લાખ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 3.23 લાખ સાજા થયા, જ્યારે 2,827 પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. હાલમાં, 11,738 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે…

Be the first to comment on "કોરોના દેશમાં: ગત દિવસે 92,994 કેસ નોંધાયા, જે સાડા 6 મહિનામાં સૌથી વધુ; સતત બીજા દિવસે 500થી વધુ લોકોના થયા મોત"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: