[:en]કોરોના દેશમાં: આજે સાજા થયેલા દર્દીઓનો આંકડો એક કરોડને પાર થશે, છેલ્લા 5 દિવસમાં 89 હજાર દર્દી વધ્યા, 1.14 લાખ સાજા થયા[:]

[:en]

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવી દિલ્હી14 મિનિટ પહેલા

  • કૉપી લિંક

આસામમાં સોશિયલ ડિસટન્સિંગ વચ્ચે શાળામાં ક્લાસિસ ચાલી રહ્યાં છે

દેશમાં સાજા થનાર કોરોના દર્દીઓનો આંકડો આજે એક કરોડને પાર પહોંચી જશે. મંગળવારે 17 હજાર 909 કોરોના સંક્રમિતોની ઓળખ થઈ, 21 હજાર 161 સાજા થઈ ગયા, જ્યારે 265 લોકોના મોત થયા. એક્ટિવ કેસ એટલે કે સારવાર કરાવી રહેલા દર્દીઓની સંખ્યામાં 3531નો ઘટાડો થયો. હવે 2.24 લાખ એક્ટિવ કેસ વધ્યા છે. અત્યાર સુધી કુલ 1.03 કરોડ કેસ નોંધાઈ ચૂક્યાં છે, 99.96 લાખ દર્દી સાજા થઈ ચૂક્યાં છે અને 1.50 લાખ સંક્રમિતોના મોત થઈ ચૂક્યાં છે. આ આંકડા covid19india.org વેબસાઈટ પરથી લેવામાં આવ્યા છે.

કોરોના અપડેટ્સ

  • રાજસ્થાનમાં 18 જાન્યુઆરીથી 9માંથી 12માં ધોરણ સુધીની તમામ શાળા ખૂલી જશે. આ ઉપરાંત યૂનિવર્સિટી અને ડિગ્રી કોલેજમાં ફાઈનલ યરના ક્લાસિસ પણ શરૂ થઈ જશે. રાજ્ય સરકારે કોચિંગ ક્લાસ પણ ખોલવાનો આદેશ જાહેર કરી દીધો છે.
  • કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે મંગળવારે કહ્યું કે, વેક્સિનેશનના ડ્રાય રનના આધારે જે ડેટા મળ્યો છે, તેના હિસાબથી સરકાર 10 દિવસમાં વેક્સિનેશન શરૂ કરવાની તૈયારીમાં છે. ભૂષણે કહ્યું કે, હેલ્થ વર્કર્સ અને ફ્રન્ટ લાઈન વર્કર્સને રજિસ્ટ્રેશનની જરૂર નહીં પડે, કારણ કે આ હાઈ પ્રાયોરિટી ગ્રુપમાં છે અને તેમનો ડેટા પહેલાથી Co-WIN વેક્સિન ડિલેવરી મેનેજમેન્ટ સિસ્ટમ પર હાજર છે.
  • આર્મી ચીફ એમએમ નરવણેએ મંગળવારે દિલ્હીમાં કેન્ટોનમેન્ટ સ્થિતિ બેઝ હોસ્પિટલમાં કોવિડ-19 વોરિયર્સની મુલાકાત કરી હતી.
  • વેક્સિનના ઈમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી મેળવી ચૂકેલી બન્ને કંપનીઓએ મંગળવારે જોઈન્ટ સ્ટેટમેન્ટ જાહેર કર્યું. જેમાં સીરમના CEO અદાર પૂનાવાલા અને ભારત બાયોટેકના ચેરમેન ડો. કૃષ્ણા એલ્લાએ કહ્યું કે, આપણી સામે સૌથી મહત્વપૂર્ણ ટાસ્ક છે- દેશ અને દુનિયાના લોકોનો જીવ બચાવવાનો.
  • મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ મંગળવારે કહ્યું કે, તેમણે વેક્સિનેશન ડ્રાઈવ સાથે જોડાયેલા મુદ્દાઓ અંગે કેન્દ્ર સરકાર પાસે સ્પષ્ટતા માંગી છે. ટોપેએ જણાવ્યું કે, રાજ્યમાં વેક્સિનેશન માટે પુરી તૈયારી છે. કોલ્ડ સ્ટોરેજ અને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પણ પૂરતી છે.
  • કેન્દ્ર સરકારે કહ્યું કે, કોવિ-19 વેક્સિનના એક્સપોર્ટ પર કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ નથી લગાવાયો. આ અંગે મીડિયામાં ચાલી રહેલા સમાચાર ખોટા છે.

પાંચ રાજ્યોની સ્થિતિ
1. દિલ્હી

રાજ્યમાં મંગળવારે 442 લોકો કોરોના સંક્રમિત થયા. 557 લોકો સાજા થયા અને 12 લોકોના મોત થયા. અત્યાર સુધી 6 લાખ 27 હજાર 698 લોકો સંક્રમણના સકંજામાં આવી ચૂક્યાં છે. જેમાંથી 6 લાખ 12 હજાર 527 લોકો સાજા થઈ ચૂક્યાં છે, જ્યારે 10 હજાર 609 લોકોના મોત થયા. હાલ 4362 દર્દી એવા છે જેમની સારવાર ચાલી રહી છે.

2.મધ્યપ્રદેશ
રાજ્યમાં મંગળવારે 671 લોકો સંક્રમિત થયા હતા. 839 લોકો સાજા થયા અને 14 લોકોના મોત થયા. અત્યાર સુધી 2 લાખ 45 હજાર 318 લોકો સંક્રમણના સકંજામાં આવી ચૂક્યાં છે. જેમાંથી 2 લાખ 33 હજાર 229 લોકો સાજા થઈ ચૂક્યાં છે, જ્યારે 3662 લોકોના મોત થઈ ચૂક્યાં છે. 8427 દર્દી એવા છે જેમની સારવાર ચાલી રહી છે.

3. ગુજરાત
રાજ્યમાં મંગળવારે 655 લોકો કોરોના સંક્રમિત થયા. 868 લોકો સાજા થયા અને 4 લોકોના મોત થયા. અત્યાર સુધી 2 લાખ 48 હજાર 581 લોકો સંક્રમણના સકંજામાં આવી ચૂક્યા છે. જેમાંથી 2 લાખ 35 હજાર 526 લોકો સાજા થઈ ચૂક્યાં છે, જ્યારે 4325 દર્દીઓના મોત થયા છે. 8730 દર્દી એવા છે જેમની સારવાર ચાલી રહી છે.

4. રાજસ્થાન
રાજ્યમાં મંગળવારે 397 લોકો કોરોના સંક્રમિત થયા. 751 લોકો સાજા થયા અને 5 લોકોના મોત થયા. અત્યાર સુધી 3 લાખ 10 હજાર 675 લોકો સંક્રમણના સકંજામાં આવી ચૂક્યાં છે. જેમાંથી 3 લાખ 126 લોકો સાજા થઈ ચૂક્યાં છે, જ્યારે 2719 દર્દીઓના મોત થઈ ચૂક્યાં છે. 7830 દર્દી એવા છે જેમની સારવાર ચાલી રહી છે.

5. મહારાષ્ટ્ર
રાજ્યમાં મંગળવારે 3160 નવા કેસ નોંધાયા. 2828 લોકો સાજા થયા અને 64 લોકોના મોત થયા. અત્યાર સુધી 19 લાખ 50 હજાર 171 લોકો સંક્રમણના સકંજામાં આવી ચૂક્યાં છે. જેમાંથી 18 લાખ 50 હજાર 189 લોકો સાજા થઈ ચૂક્યાં છે, જ્યારે 49 હજાર 759 દર્દીઓના મોત થઈ ચૂક્યાં છે. 49 હજાર 67 દર્દી એવા છે જેમની સારવાર ચાલી રહી છે.

[:]

Be the first to comment on "[:en]કોરોના દેશમાં: આજે સાજા થયેલા દર્દીઓનો આંકડો એક કરોડને પાર થશે, છેલ્લા 5 દિવસમાં 89 હજાર દર્દી વધ્યા, 1.14 લાખ સાજા થયા[:]"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: