[:en]
- Gujarati News
- International
- The Situation In Britain Is Uncontrollable, With No Space In Hospitals; “If Vaccinated Properly, The Situation Could Return To Normal By July,” US Experts Said
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વોશિંગ્ટન26 મિનિટ પહેલા
- કૉપી લિંક
- વિશ્વમાં અત્યાર સુધીમાં 8.22 કરોડથી વધુ કેસ, 17.95 લાખ લોકો મૃત્યુ પામ્યા, 5.83 કરોડ સાજા થયા
- અમેરિકામાં કોરોનાના કેસની સંખ્યા 1.99 કરોડથી વધુ, અત્યાર સુધીમાં 3.46 લાખ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો
દુનિયામાં કોરોના દર્દીઓની સંખ્યા 8.30 કરોડને પાર થઈ ગઇ છે. 5 કરોડ 88 કરોડ લોકો સાજા થઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં 18 લાખ 10 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવી ચૂક્યા છે. આ આંકડા www.worldometers.info/coronavirus અનુસાર છે. અમેરિકાના વાયરલ રોગના નિષ્ણાંત ડોક્ટર એન્થોની ફૌસીએ કહ્યું છે કે જો દેશમાંયોગ્ય રીતે વેક્સિનેશન કરવામાં આવે છે, તો પછી આવતા વર્ષના અંતે, પરિસ્થિતિ સામાન્ય બની શકે છે. બીજી બાજુ, બેલ્જિયમ પાસે બહારથી આવતા લોકો માટે બે દિવસ ક્વોરેન્ટાઇન થયું ફરજિયાત કરવામાં આવ્યું છે.
બ્રિટનમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેન બાદ મહામારી હવે બેકાબૂ
બ્રિટનમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેન બાદ આ મહામારી હવે બેકાબૂ બની છે, જેના કારણે સ્થિતિ એ છે કે હોસ્પિટલો દર્દીઓથી ભરેલી છે અને લોકોને ટેન્ટમાંમાં સારવાર લેવી પડી રહી છે. બ્રિટને પહેલાથી જ 10 કરોડ ડોઝ માટે ઓર્ડર આપ્યો છે. ઓક્સફર્ડની આ વેક્સિન ખૂબ સસ્તી છે અને તે એક સામાન્ય રેફ્રિજરેટરમાં સંગ્રહિત કરી શકાય છે જેથી તેનો ઉપયોગ કરવો સહેલો છે.

બ્રિટનમાં મહામારી હવે બેકાબૂ બની, હોસ્પિટલોમાં જગ્યા નહીં. લોકોને ટેન્ટમાંમાં સારવાર લેવી પડી રહી છે.
વેક્સિનેશન સૌથી વધુ જરૂરી
અમેરિકન મેડિકલ એક્સપર્ટ અને ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનના કોરોના ટાસ્ક ફોર્સના સભ્ય ડોક્ટર ફૌસીએ કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યૂસનને એક ઇન્ટરવ્યુ આપ્યું હતું. તેમાં કહ્યું કે- જો અમેરિકન વહીવટીતંત્ર તેના નાગરિકોને યોગ્ય રીતે અને સમયસર વેક્સિનેશન કરાવવામાં સફળ રહ્યું, તો તેમાં કોઈ શંકા નથી કે 2021 ના અંત સુધીમાં પરિસ્થિતિ એકદમ સામાન્ય બની જશે. મને લાગે છે કે એપ્રિલ સુધીમાં અમે મોટી સંખ્યામાં વેક્સિનેશન કરી ચૂક્યા હોઈશું. એપ્રિલ સુધીમાં, તેની અસર સામે આવવાની શરૂ થશે. તમે એ માની લોકો કે અમારા માટે એપ્રિલથી લઈને જુલાઇ સુધીના મહિના ખૂબ જ મહત્વપૂર્ણ હશે.
ફૌસીએ એક પ્રશ્નના જવાબમાં કહ્યું- જો લોકો વેક્સિનેશન કરાવે છે તો જુલાઈ સુધીમાં આપણે પહેલાની જેમ શાળાઓ, થિયેટરો, સ્પોર્ટ્સ ક્લબ અને રેસ્ટોરાંમાં જઇ શકીશું. તેથી હું ફરીથી લોકોને અપીલ કરું છું કે બને તેટલી વહેલી તકે વેકસીને મુકાવે.

ગુરુવારે કેલિફોર્નિયાની એક હોસ્પિટલમાં વેક્સિનેશન કરાવતી એક મહિલા.
બેલ્જિયમમાં નવા નિયમો
બેલ્જિયમ સરકારે બુધવારે બે પ્રકારની ગાઈડલાઇન બહાર પાડી છે. આમાંથી, અન્ય દેશોના બહારના લોકો પર વધુ ધ્યાન આપવામાં આવ્યું છે. ગાઈડલાઇન અનુસાર, હવે દેશમાં પ્રવેશ કરનાર મુસાફરે બે દિવસ ક્વોરેન્ટાઇનમાં રહેવું પડશે. આ દરમિયાન, તેના ટેસ્ટ પણ કરવામાં આવશે. જો રિપોર્ટ પોઝિટિવ આવે છે ટી તેને સરકારી હોસ્પિટલમાં રાખવામા આવશે. આવા દરેક મુસાફરે પ્રથમ અને સાતમાં દિવસે ટેસ્ટ કરાવવો જરૂરી હશે. તેનો રિપોર્ટ નેગેટિવ ન આવે ત્યાં સુધી તેને ક્વોરેન્ટાઇન રહેવું પડશે. બ્રિટનથી આવતા લોકો પર પ્રતિબંધ હાલમાં ચાલુ છે.
ચીનમાં નવા વર્ષ પર લોકોને મુસાફરી ન કરવાની સલાહ
ચીને લાખો મુસફારોને નવા વર્ષની રજા દરમિયાન મુસાફરી ન કરવાની સલાહ આપી છે જેથી કોરોનાનો ફેલાવો ન થાય. નેશનલ હેલ્થ કમિશને આ બાબતનો સીધો ઇનકાર કર્યો ન હતો, પણ છતાં કહ્યું હતું કેઆ લોકોને મુશ્કેલીમાં મૂકનારો નિર્ણય છે.
ફેબ્રુઆરીમાં ચીનમાં ઉજવવામાં આવતું નવું વર્ષ સૌથી મોટી ટ્રેડિશનલ હોલિડે છે. આ વર્ષનો એક માત્ર પ્રસંગ છે જ્યારે કર્મચારીઓને પરિવારને મળવા ઘરે જવાની તક મળે છે. ચીને કોરોના વાયરસ પર કાબૂ મેળવી લીધો છે. તે ફરીથી ફેલાય નહીં તેવી આશંકાને લઈને અધિકારીઓ હાઈએલર્ટ પર છે. આ માટે પ્રવાસીઓને રજા દરમિયાન રાજધાની બેઇજિંગમાં ન આવવા માટે જણાવવામાં આવ્યું છે.
કોરોનાથી અસરગ્રસ્ત ટોપ-10 દેશોની પરિસ્થિતી
દેશ |
કેસ |
મૃત્યુ |
સાજા થયા |
અમેરિકા |
20,216,991 |
350,778 |
11,998,794 |
ભારત |
10,267,283 |
148,774 |
9,859,762 |
બ્રાજિલ |
7,619,970 |
193,940 |
6,707,781 |
રશિયા |
3,131,550 |
56,426 |
2,525,418 |
ફ્રાન્સ |
2,574,041 |
64,078 |
191,806 |
યૂકે |
2,432,888 |
72,548 |
ઉપલબ્ધ નહીં |
તુર્કી |
2,194,272 |
20,642 |
2,078,629 |
ઈટલી |
2,083,689 |
73,604 |
1,445,690 |
સ્પેન |
1,906,057 |
50,442 |
ઉપલબ્ધ નહીં |
જર્મની |
1,693,712 |
32,498 |
1,302,600 |
(આંકડા www.worldometers.info/coronavirus અનુસાર છે.)
[:]
Be the first to comment on "[:en]કોરોના દુનિયામાં: બ્રિટનમાં પરિસ્થિતિ બેકાબૂ, હોસ્પિટલોમાં જગ્યા નહીં; અમેરિકાના વિશેષજ્ઞોએ કહ્યું- યોગ્ય રીતે વેક્સિનેશન થશે તો જુલાઇ સુધીમાં સ્થિતી સામાન્ય બની શકે[:]"