કોરોના દુનિયામાં: છેલ્લાં 24 કલાકના નવા કેસમાં દુનિયામાં ભારત નંબર વન, બ્રાઝિલ સહિત 22 દેશોમાં હવે ત્રીજી લહેરનું જોખમ


  • Gujarati News
  • International
  • India Ranks First In The World In Newly Registered Cases, 22 Countries, Including Brazil, Now At Risk Of A Third Wave

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વોશિંગ્ટન/નવી દિલ્હી5 મિનિટ પહેલા

  • કૉપી લિંક

આ ફોટો બ્રિટનનો છે. અહીં ICUમાં કોરોનાના દર્દીની સારવાર કરતાં ડોકટર. બ્રિટનમાં હાલમાં દરરોજ 2500થી વધુ કોરોનાના નવા દર્દી મળી રહ્યા છે.

  • દુનિયામાં અત્યાર સુધીમાં 13.30 કરોડથી વધુ લોકો કોરોનાની ઝેપેટમાં આવી ચૂક્યા
  • કોરોના વાયરસનો નવો UK સ્ટ્રેન અમેરિકાના 50 રાજ્યોમાં ફેલાઈ ચૂક્યો

ભારત જ્યાં સંક્રમણની બીજી લહેરની ઝપેટમાં આવી ચૂક્યું છે, જ્યારે દુનિયાના 22 દેશ એવા છે જ્યાં હવે કોરોનાની ત્રીજી લહેરે દસ્તક આપી દીધી છે. તેમાં બ્રાઝિલ, ફ્રાન્સ, રશિયા જેવા દેશ પણ સામેલ છે. આ વચ્ચે, સંક્રમણની બીજી લહેર અંગેના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે.

દુનિયાને સૌથી વધુ કોરોનાની બીજી લહેરે નુકશાન પહોંચાડ્યું છે. આ તબક્કામાં સૌથી વધુ કેસ તો વધ્યા જ પણ સાથે સૌથી વધુ મૃત્યુ પણ થયા છે. અમેરિકાના આંકડા પર નજર નાંખીએ તો પ્રથમ તબક્કામાં અહીં એક જ દિવસની અંદર સૌથી વધુ 80 હજાર દર્દીઓ મળ્યા હતા. જ્યારે બીજા તબક્કામાં તેમાં 1000%નો વધારો થયેલો જોવા મળ્યો છે. આ તબક્કામાં એક જ દિવસની અંદર 3.80 લાખથી વધુ નવા દર્દી મળ્યા છે. આ જ પ્રમાણે બ્રાઝિલમાં પ્રથમ તબક્કામાં એક દિવસની અંદર 70 હજાર કેસ સામે આવ્યા હતા. જ્યારે જીજા તબક્કામાં આ વધીને 97 હજારને પાર થઈ ગયા. અહીંયા હવે ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે.

ગત દિવસે દુનિયામાં ભારતમાં સૌથી વધુ કેસ સામે આવ્યા
ભારતમાં ગત દિવસે 1.15 લાખ નવા કેસ નોંધાયા છે. આ સાથે 4 એપ્રિલના રોજ મળેલા 1.03 લાખ દર્દીનો રેકોર્ડ પણ તૂટી ગયો હતો. 59,700 દર્દી સ્વસ્થ થયા અને 630 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જ્યારેનવા કેસોની દૃષ્ટિએ મહારાષ્ટ્ર વિશ્વમાં ત્રીજા નંબરે પહોંચી ગયું છે. આ અંગે હવે બ્રાઝિલ અને અમેરિકા જ એનાથી આગળ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 55,469 નવા કેસ નોંધાયા છે. 34,256 સાજા થયા, જ્યારે 297 લોકો મૃત્યુ પામ્યા છે.

વેક્સિનેશન શરૂ થયા બાદ ફરી ઝડપી વધ્યા કેસ
સમગ્ર દુનિયામાં ખૂબ જ ઝડપી સંક્રમણ ફેલાઈ રહ્યું છે તે ખૂબ જ ભયાનક છે. સૌથી વધુ ચિંતાની વાત તે છે કે વેક્સિનેશન શરૂ થયા બાદ તેમાં ફરીથી વધારો થયો છે. 7 જાન્યુઆરીએ સમગ્ર દુનિયામાં સૌથી વધુ 8.44 લાખ કેસ નોંધાયા હતા. તે સમગ્ર દુનિયાનો પિક હતો. ત્યાર બાદ તેમાં ઘટાડો થવાનો શરૂ થયો હતો. 21 ફેબ્રુઆરીએ સૌથી ઓછા 3.22 લાખ કેસ આવ્યા હતા. આ સાથે જ તેમાં ફરીથી વધારો થવાનો શરૂ થયો હતો. આ દરમિયાન સમગ્ર દુનિયામાં સૌથી વધુ વેક્સિન પણ આપવામાં આવી છે. હવે દરરોજ 5 લાખથી વધુ દર્દી સામે આવી રહ્યા છે.

ફોટો પેરુનો છે. અહીંના કોરોના દર્દીઓની સારવારમાં ઓક્સિજનનો અભાવ છે. સ્થિતિ એ છે કે દર્દીઓના સબંધીઓ ઓક્સિજન સિલિન્ડર માટે ઘણા કલાકો સુધી લાઇનમાં ઊભા રહ્યા છે. આ માટે પ્રિ બુકિંગ પણ કરવું પડી રહ્યું છે.

ફોટો પેરુનો છે. અહીંના કોરોના દર્દીઓની સારવારમાં ઓક્સિજનનો અભાવ છે. સ્થિતિ એ છે કે દર્દીઓના સબંધીઓ ઓક્સિજન સિલિન્ડર માટે ઘણા કલાકો સુધી લાઇનમાં ઊભા રહ્યા છે. આ માટે પ્રિ બુકિંગ પણ કરવું પડી રહ્યું છે.

અત્યાર સુધીમાં 13.30 કરોડ કેસ
દુનિયામાં અત્યાર સુધીમાં 13.30 કરોડથી વધુ લોકો કોરોનાની ઝેપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 28.86 લાખ દર્દીઓ પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે, જ્યારે 10.72 કરોડ લોકો સાજા થયા છે. 2.28 કરોડ દર્દીઓની સારવાર ચાલી રહી છે. તેમાં 2.27 કરોડ દર્દીઓમાં સંક્રમણના હળવા લક્ષણ છે, જ્યારે 99,507 દર્દીઓની હાલત ગંભીર છે.

કોરોના અપડેટ્સ

  • કોરોના વાયરસનો સૌથી જોખમી સ્ટ્રેન B.1.1.7 (UK સ્ટ્રેન) અમેરિકાના તમામ 50 રાજ્યોમાં ફેલાઈ ચૂક્યો છે. અમેરિકાના સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)ના ડિરેકટર ડો. રોશેલ વાલેંસ્કીએ કહ્યું કે છેલ્લા ચાર સપ્તાહથી સંક્રમણ ઝડપી ફેલાઈ રહ્યું છે.
  • અમેરિકાના રાષ્ટ્રપતિના ચીફ મેડિકલ એડવાઇઝર એંથોની ફૌસીએ લોકોને હાલમાં કેટલાક દિવસો સુધી બહાર ઓછામાં ઓછો સમય રહેવાની અપીલ કરી છે. જ્યારે, બ્રાઉન યુનિવર્સિટી બ્રાઉન યુનિવર્સિટી સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના ડીન ડો.આશિષ ઝા એ ચેતવણી આપી હતી કે રાજ્યોને કેટલાક વધુ અઠવાડિયા માટે પ્રતિબંધ હટાવવાની રાહ જોવી પડશે.
  • યુરોપના ડ્રગ રેગ્યુલેટર, EMA એ તે વાતોથી ઇનકાર કર્યો છે કે તેણે ઓક્સફોર્ડ એસ્ટ્રાઝેનેકા વેક્સિન લીધા પછી બ્લડ ક્લોટિંગ જેવા કેસોને લઈને કોઈ લિંકની વાત કરી હતી. EMAના નિષ્ણાતોનું કહેવું છે કે અમે હવે આની તપાસ કરી રહ્યા છીએ, અને આવતા બે દિવસમાં અમને રિપોર્ટ મળશે.
  • બ્રિટીશ વડાપ્રધાન બોરિસ જોનસને આગામી સપ્તાહથી અનલોકના બીજા તબક્કાની શરૂઆત કરવાની જાહેરાત કરી. સરકારી આંકડા મુજબ, દેશે લોકડાઉન પ્રતિબંધોને સરળ બનાવવા માટે તમામ 4 ટેસ્ટ પૂર્ણ કર્યા છે અને પ્રતિબંધોને આગળ વધારવા માટે કોઈ કારણ હોવાનું જણાતું નથી.
જાપાનની રાજધાની ટોક્યોમાં ઓલિમ્પિકની તૈયારીઓ ચાલી રહી છે, પરંતુ હવે અહીં કોરોના સંક્રમણનું જોખમ સતત વધી રહ્યું છે.

જાપાનની રાજધાની ટોક્યોમાં ઓલિમ્પિકની તૈયારીઓ ચાલી રહી છે, પરંતુ હવે અહીં કોરોના સંક્રમણનું જોખમ સતત વધી રહ્યું છે.

જાપાનમાં કોરોનાની ચોથી લહેર
જાપાનમાં બરાબર 107 દિવસ બાદ ઓલમ્પિક શરૂ થવાનો છે, આ દરમિયાન કોરોનાના વધતાં કેસો ચિંતા વધારી છે. સોમવારે એક જ દિવસમાં લગભગ 2,500 કેસ મળી આવ્યા બાદ ચોથી લહેરની આશંકા જણાઈ રહી છે. આ દરમિયાન, જાપાનના આરોગ્ય મંત્રી નોરીહિસા તામુરાએ જણાવ્યુ, કોરોનાના UK સ્ટ્રેનના કારણે સંક્રમણ ઝડપી ફેલાયું છે. જાપાનમાં સોમવારે 2,458 નવા કેસ મળ્યા છે. જ્યારે બે દિવસ પહેલા કેસનો આંકડો 2,702 હતા અને 8 લોકોના મોત થયા છે.

ઓસાકામાં એક જ દિવસમાં સંક્રમિત બમણા થયા છે. સોમવારે 719 નવા દર્દી મળ્યા તેમાં 270માં બ્રિટિશ સ્ટ્રેન મળ્યો છે. રાજધાની ટોક્યોમાં એક જ દિવસમાં 399 દર્દી મળ્યા છે. તેનાથી ટોક્યોમાં યોજાનાર ઓલિમ્પિકની ચિંતા વધારી દીધી છે. જો કે, આરોગ્ય મંત્રીનું કહેવું છે કે કંઇ પણ હોય, ઓલિમ્પિક રદ્દ નહીં થાય. બીજી તરફ, ફ્રાન્સે પણ સંક્રમણ અટકાવવા માટે નિયમો કડક કર્યા છે.

ફોટો ઇન્ડોનેશિયાના જકાર્તાનો છે. અહીં લાંબા સમય પછી ફરીથી શાળાઓ ખુલી. સંક્રમણથી બચવા માટે ફેસ માસ્ક પહેરીને બાળકો પણ શાળાએ પહોંચી રહ્યા છે.

ફોટો ઇન્ડોનેશિયાના જકાર્તાનો છે. અહીં લાંબા સમય પછી ફરીથી શાળાઓ ખુલી. સંક્રમણથી બચવા માટે ફેસ માસ્ક પહેરીને બાળકો પણ શાળાએ પહોંચી રહ્યા છે.

અમેરિકામાં ફૂલોની ઘાટીમાં પ્રવાસીઓની એન્ટ્રી
અમેરિકાના કેલિફોર્નિયામાં આવેલા 55 એકરમાં ફેલાયેલા કાલર્સબેડની ઘાટી સાત કરોડ ફૂલોથી ખીલી ઉઠી છે. અહીંયા રેનનકુલસની અલગ-અલગ પ્રજાતિના ફૂલો ખીલ્યા છે. લોકો ઘાટીમાં સુંદરતાને નિહાળી શકે, એટલા માટે પ્રવાસીઓ માટે ખ્હોલી દેવામાં આવી છે. પરંતુ, મર્યાદિત પ્રવાસીઓને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. લોકોને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા માટે અપીલ કરવામાં આવી રહી છે.

અમેરિકાના કેલિફોર્નિયામાં-55 એકરની કાલર્સબેડની ઘાટી સાત કરોડ ફૂલોથી ખીલી ઉઠી છે, અહીં રેનણકુલસની વિવિધ જાતિના ફૂલો ખીલ્યા છે.

અમેરિકાના કેલિફોર્નિયામાં-55 એકરની કાલર્સબેડની ઘાટી સાત કરોડ ફૂલોથી ખીલી ઉઠી છે, અહીં રેનણકુલસની વિવિધ જાતિના ફૂલો ખીલ્યા છે.

ટોપ-10 દેશ, જ્યાં અત્યાર સુધીમાં સૌથી વધુ લોકોને સંક્રમણ લાગ્યું

દેશ

કેસ

મૃત્યુ

સજા થયા

અમેરિકા

31,560,438

570,260

24,122,221

બ્રાઝિલ

13,106,058

337,364

11,558,784

ભારત

12,799,746

166,208

11,789,759

ફ્રાન્સ

4,841,308

97,273

301,299

રશિયા

4,597,868

101,106

4,220,035

યૂકે

4,362,150

126,862

3,912,562

ઈટાલી

3,678,944

111,326

2,997,522

તુર્કી

3,529,601

32,456

3,130,977

સ્પેન

3,300,965

75,698

3,054,725

જર્મની

2,898,122

77,571

2,581,500

(આ આંકડા www.worldometers.info/coronavirus/ મુજબના છે.)

અન્ય સમાચારો પણ છે…

Be the first to comment on "કોરોના દુનિયામાં: છેલ્લાં 24 કલાકના નવા કેસમાં દુનિયામાં ભારત નંબર વન, બ્રાઝિલ સહિત 22 દેશોમાં હવે ત્રીજી લહેરનું જોખમ"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: