- Gujarati News
- International
- The Pace Of Meeting New Corona Patients In The U.S. Slowed, But The 27 Countries Of The World Again Exacerbated The Difficulties
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
3 મિનિટ પહેલા
- કૉપી લિંક
ફોટો આયરલેંડના ડબલિનનો છે. અહીંયા વેક્સિનેશન શરૂ થય પહેલેથી જ આરોગ્યકર્મીઓને તાલીમ આપતા એક્સપર્ટ. આયરલેંડ દુનિયાના ટોપ-10 સંક્રમિત દેશોમાં સામેલ છે, જ્યાં સૌથી વધુ એક્ટિવ કેસ છે.
અમેરિકામાં નવા દર્દીઓ મળવાની ગતિમાં 70% જેટલો ઘટાડો નોંધાયો છે. જાન્યુઆરી સુધીમાં અહીં દરરોજ 1.25 થી 2.50 લાખ દર્દીઓ મળી રહ્યા હતાં, હવે તે ઘટીને 80 થી 90 હજાર વચ્ચે રહી ગયા છે. બીજી તરફ ચિંતાની વાત તે છે કે વિશ્વના 27 દેશો એવા છે, જ્યાં કોરોનાના દર્દીઓ વધવાની ગતિ ફરી એકવાર ઝડપી થઈ છે. આમાં યુકે, ફ્રાંસ, ઇઝરાઇલ, નેધરલેન્ડ્સ, ઈરાન, અર્જેન્ટિના, ઇટાલી, પોલેન્ડ, બ્રાઝિલ જેવા દેશો પણ સામેલ છે. આ દેશોમાં દરરોજ 3 થી 60 હજાર નવા કેસ સામે આવી રહ્યા છે, જ્યારે પહેલા 500 થી 30 હજાર સુધી નવા દર્દીઓ મળી આવતા હતા.
37 જુલાઇ સુધીમાં યૂકેના તમામ વૃદ્ધોને વેક્સિનેશન
બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને કહ્યું કે 31 જુલાઇ સુધીમાં દેશમાં તમામ વૃદ્ધોને વેક્સિન આપવામાં આવશે. ડિસેમ્બરથી લઈને અત્યાર સુધીમાં 1.70 કરોડથી વધુ લોકોને વેક્સિન આપવામાં આવી ચૂકી છે. વેકસીનેશનની પ્રક્રિયા ઝડપી બનાવવા માટે જોનસને વેક્સિન પ્રોડકશન કરતી કંપનીઓ સાથે પણ વાતચીત કરી હતી. આ સિવાય આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે વડાપ્રધાન જોનસન આજે લોકડાઉનમાં છૂટ આપવાને લઈને બેઠક કરી શકે છે.
દુનિયામાં અત્યાર સુધીમાં 11.16 કરોડ કેસ
વિશ્વમાં અત્યાર સુધીમાં 11 કરોડ 16 લાખથી વધુ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે. આ 8 કરોડ 68 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 2 કરોડ 23 લાખ દર્દીઓની હજી સારવાર કરવામાં આવી રહી છે. 24 લાખ 71 હજારથી વધુ લોકોએ અત્યાર સુધીમાં પોતાનો જીવ ગુમાવ્યો છે. અત્યાર સુધીમાં 19 કરોડ 44 લાખથી વધુ લોકોને વેક્સિન આપવામાં આવી ચૂકી છે. સૌથી વધુ અમેરિકામાં 5.27 કરોડ, ચીનમાં 4.૦5 કરોડ લોકોને વેક્સિન આપવામાં આવી છે. યુરોપિયન યુનિયનમાં અત્યાર સુધીમાં 2.45 કરોડ અને યુકેમાં 1.70 કરોડ લોકોને વેક્સિનનો ડોઝ આપવામાં આવ્યો છે. ભારતમાં અત્યાર સુધીમાં 1.02 કરોડ લોકોને વેક્સિન આપવામાં આવી છે.

ફોટો આયરલેંડનો છે. અહીં વૃદ્ધને વેક્સિન આપતા આરોગ્ય કર્મચારી. વિશ્વમાં અત્યાર સુધીમાં 19 કરોડથી વધુ લોકોને વેક્સિન આપવામાં આવી છે.
કોરોના અપડેટ્સ
ફ્રાન્સમાં ફરી એક વખત સંક્રમણ અને મૃત્યુઆંક વધવા માગ્યો છે. શનિવારે કુલ મળીને 21 હજાર 231 કેસ નોંધાયા હતા. આ દરમિયાન 328 દર્દીઓ મૃત્યુ પામ્યા હતા. શુક્રવારે 20 હજાર 701 કેસ સામે આવ્યા હતા અને 310 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. એક જ દિવસમાં હૉસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા પણ 10 હજાર કરતાં પણ વધી છે. આરોગ્ય મંત્રાલયે પણ માન્યું છે કે ગત સપ્તાહે કોરોનાના નવા કેસ અને મૃત્યુઆંકમાં પણ વધારો થયો છે.
કોરોના વેક્સિન પર ઓક્સફોર્ડ યુનિવર્સિટીના નવા અધ્યયનમાં દાવો કરવામાં આવ્યો છે કે વેક્સિનના 2 ડોઝ લગાવવામાં 6 સપ્તાહના બદલે 3 મહીનાનું અંતર રાખવામા આવે, ત્યારે પણ તેની અસર બની રહેશે. આવી સ્થિતિમાં પ્રહમ ડોઝ 76% સુધી રક્ષણ આપી શકે છે. તેનાથી જોડાયેલા ટ્રાયલના પરિણામ લેસેંટ જર્નલમાં પ્રકાશિત થયો છે. જે મુજબ, બંને ડોઝની વચ્ચેનું અંતર સુરક્ષિત રીતે 3 મહીના સુધી વધારવામાં આવી શકાય છે. દાવો છે કે જ્યારે વેક્સિનનો સપ્લાય સીમિત છે, એવી સ્થિતિમાં આવું કરવું ફાયદાકારક રહેશે. તેથી દેશોમાં વસ્તીના એક મોટા ભાગને વધુ ઝડપી વેક્સિનેશન કરવામાં મદદ મળી શકે છે.
વેક્સિનેશન વચ્ચે દુનિયાના અનેક દેશોમાં ફરી એક વખત કોરોનાના કેસમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. જેને ધ્યાનમાં રાખતા અમેરિકા, કેનેડા અને મેક્સિકોએ દેશમાં 21 માર્ચ સુધી પ્રતિબંધો લંબાવી દીધા છે. જે મુજબ, અહીં રહેતા લોકો બિહ જરૂરી કામો માટે ટ્રાવેલ કરી શકશો નહીં. લોકોએ પોતાના પ્રવાસનું કારણ જણાવવું પડશે. અત્યાર સુધી આ પ્રતિબંધો 21 ફેબ્રુઆરી સુધી જ લગાવાયા હતા.
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને જાહેરાત કરી છે કે જુલાઈ સુધીમાં દરેક અમેરિકનને વેક્સિન આપવામાં આવશે. તેમણે કહ્યું કે સરકાર આ માટે સંપૂર્ણ તૈયાર છે. આ બાબતે ફાઇઝરે કહ્યું હતું કે તે અમેરિકાને દર અઠવાડિયે 1 કરોડ ડોઝ આપવા માટે તૈયાર છે. અમેરિકામાં અત્યાર સુધીમાં સૌથી વધુ 5.70 કરોડથી વધુ લોકોને વેક્સિન આપવામાં આવી ચૂકી છે.

ફોટો ચેક રિપબ્લિકનો છે. અહીં કોરોના હોસ્પિટલમાં ઓપરેશન માટે દર્દીને શિફ્ટ કરી રહ્યા છે. કોરોના દરમિયાન અહીં ફક્ત ગંભીર દર્દીઓનું ઓપરેશન કરવામાં આવી રહ્યું છે.
ટોપ-10 દેશ, જ્યાં અત્યાર સુધીમાં સૌથી વધુ લોકોને સંક્રમણ લાગ્યું
દેશ |
કેસ |
મૃત્યુ |
સાજા થયા |
અમેરિકા |
28,706,473 |
509,875 |
18,899,272 |
ભારત |
1,09,91,092 |
1,56,339 |
1,06,87,538 |
બ્રાઝિલ |
10,030,626 |
243,610 |
8,995,246 |
રશિયા |
4,125,598 |
81,926 |
3,661,312 |
યૂકે |
4,083,242 |
119,387 |
2,331,001 |
ફ્રાન્સ |
3,514,147 |
83,122 |
245,737 |
સ્પેન |
3,107,172 |
66,316 |
2,410,846 |
ઈટલી |
2,751,657 |
94,540 |
2,268,253 |
તુર્કી |
2,609,359 |
27,738 |
2,496,833 |
જર્મની |
2,362,352 |
67,074 |
2,154,600 |
(આ આંકડા www.worldometers.info/coronavirus/ મુજબના છે.)
Leave a comment