- Gujarati News
- International
- The United States, Canada And Mexico Extended The Ban Until March 21, During Which Time People Will Not Be Able To Travel Without The Necessary Work.
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
એક કલાક પહેલા
- કૉપી લિંક
ફોટો અર્જેન્ટિનાનો છે. અહીં, આરોગ્ય મંત્રાલયના સચિવ કારેલા વિઝોટ્ટી ઘરે-ઘરે જઈને કોરોનાનાં લક્ષણો વિશે માહિતી મેળવી રહ્યા છે.
વેક્સિનેશનની વચ્ચે દુનિયાના અનેક દેશોમાં ફરી એક વખત કોરોનાના દર્દીઓ વધવાની ગતિ ઝડપી થઇ રહી છે. જેને ધ્યાનમાં રાખતા અમેરિકા, કેનેડા અને મેક્સિકોએ દેશમાં 21 માર્ચ સુધી પ્રતિબંધોને લંબાવી દીધા છે. જે અનુસાર, અહીં રહેતા લોકો જરૂરી કામ સિવાય ટ્રાવેલ નહીં કરી શકે. લોકોએ પોતાના પ્રવાસનું કારણ ફરજિયાત જણાવવું પડશે. અત્યાર સુધી તે પ્રતિબંધો 21 ફેબ્રુઆરી સુધી જ લગાવાયા હતા.
આ વચ્ચે, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને જાહેરાત કરી છે કે જુલાઇ સુધી દર અમેરિકને વેક્સિન મૂકવવી પડશે. તેમણે કહ્યું હતું કે સરકાર આ માટે પૂરી રીતે તૈયાર છે. આ બાબતે ફાઇઝરે કહ્યું હતું કે તે દર સપ્તાહે અમેરિકાને એક કરોડ ડોઝ આપવા માટે તૈયાર છે. અમેરિકામાં અત્યાર સુધીમાં સૌથી વધુ 5.70 કરોડથી વધુ લોકોને વેક્સિન આપવામાં આવી ચૂકી છે. બીજા નંબર પર ચીન છે, જ્યાં 4 કરોડ લોકો સુધી વેક્સિન પહોંચી ચૂકી છે. યૂરોપિયન યૂનિયનમાં અત્યાર સુધીમાં 2.45 કરોસ અને ભારતમાં 1.04 કરોડ લોકોને વેક્સિન લગાવવામાં આવી છે.
અત્યાર સુધીમાં 11.12 કરોડ દર્દીઓ નોંધાયા
સમગ્ર દુનિયામાં અત્યાર સુધીમાં 11 કરોડ 12 લાખથી વધુ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે. જેમાં 24 લાખ 62 હજારથી વધુ લોકોના મૃત્યુ થયા છે, જ્યારે 8 કરોડ 61 લાખ લોકો સજા થઈ ચૂક્યા છે. 2 લાખ 26 હજાર દર્દીઓ હજી સારવાર હેઠળ છે. દુનિયામાં 19 કરોડ લોકોને વેક્સિન આપવામાં આવી ચૂકી છે.

ફોટો અમેરિકાનો છે. રાષ્ટ્રપતિ જજો બાઈડેન શુક્રવારે ફાઇઝર વેક્સિનના પ્લાન્ટ ખાતે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમના ભાષણ પહેલાં પોડિયમને સેનિટાઇઝ કરવામાં આવ્યું હતું.
કોરોના અપડેટ્સ
- વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ને આશંકા છે કે ચીનના વુહાનના માર્કેટમાં વેચાયેલા ફેરેટ બેઝર અને સસલા દ્વારા કોરોના વાઇરસ માણસોમાં ફેલાયો હતો. ધ વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટમાં આ બાબતે ખુલાસો કરવામાં આવ્યો છે. જો કે, બજારમાં આવા અને અન્ય પ્રાણીઓના સપ્લાયરની પણ તપાસ કરવામાં આવી રહી છે. હાલમાં નિષ્ણાતો વુહાન માર્કેટમાં કાયદેસર અથવા ગેરકાયદેસર રીતે વેચવામાં આવી રહેલા જીવંત અને મૃત પ્રાણીઓની યાદી તૈયાર કરવામાં આવી રહી છે.
- બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને ભરોસોં આપ્યો હતી કે તેમના દેશમાં સરપ્લસ વેક્સિન થશે તો તેઓ વેક્સિનને ગરીબ દેશોને જરૂરથી આપશે. જોનસનનું આનિવેદન મહત્વપૂર્ણ છે. હજી બે દવસ પહેલા જ UNચીફ એંટોનિયો ગુટેરેસે સ્પષ્ટ કહ્યું હતુ કે ધનવાન દેશો પાસે વેક્સિનનો જરૂરી કરતાં પણ વધુ સ્ટોક ઉપલબ્ધ છે અને તે બાકીની દુનિયા ખાસ કરીને ગરીબ દેશો માટે જોખાંભરેલો સંકેત છે. આ નિવેદનના ડિપ્લોમેટિક અર્થ પણ છે. રશિયા અને ચીન વેક્સિન ડિપ્લોમેસી દ્વારા કેટલાક દેશોમાં પોતાનો દબદબો બનાવવાના પ્રયાસ કરી રહયા છે. ચીન તો ગરીબ આફ્રીકી દેશોને ટાર્ગેટ કરી રહ્યું છે.
- ગ્રીસ સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે જો બ્રિટનના નાગરિકો તેમના દેશમાં પર્યટક તરીકે આવવા માંગતા હોય તો તેમાં કોઈ વાંધો નથી, પરંતુ આ માટે તેમની પાસે વેક્સિન પાસપોર્ટ હોવો જરૂરી છે. વેક્સિન પાસપોર્ટનો અર્થ એ છે કે પ્રવાસીઓએ ગ્રીસ પહોંચતા પહેલા ઓનલાઇન દસ્તાવેજો દ્વારા તે જણાવવું પડશે કે તેમણે વેક્સિનેશન કરવી લીધું છે. તેમાં ડોઝની માહિતી પણ આપવી પડશે. આ પહેલા ડેનમાર્ક અને સ્વીડને પણ આ પગલું ભઋ ચૂક્યા છે.
- સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ (UN secretary general) એંટોનિયો ગુટેરેસના જણાવ્યા મુજબ દુનિયામાં 130 દેશો છે, જેમની પાસે કોવિડ-19 વેક્સિનનો એક પણ સિંગલ ડોઝ પણ પહોંચ્યો નથી. જે ખુબજ અયોગ્ય છે. સિક્યોરિટી કાઉન્સીલની બેઠક દરમિયાન ગુટેરેસે કહ્યું હતું કે- ખુબ જ દુખ સાથે કહેવું પડી રહ્યું છે કે આપણે દુનિયાના 130 દેશોને મહામારી સામે લડવા માટે વેક્સિનનો એક ડોઝ પણ ઉપલબ્ધ કરાવી શક્યા નથી. જ્યારે, 10 દેશ એવા છે જ્યાં 75% વેક્સિનેશનની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે.
ટોપ-10 દેશ, જ્યાં અત્યાર સુધીમાં સૌથી વધુ લોકોને સંક્રમણ લાગ્યું
દેશ |
કેસ |
મૃત્યુ |
સાજા થયા |
અમેરિકા |
28,603,813 |
507,746 |
18,803,723 |
ભારત |
1,09,76,776 |
1,56,240 |
1,06,75,882 |
બ્રાઝિલ |
10,030,626 |
243,610 |
8,995,246 |
રશિયા |
4,125,598 |
81,926 |
3,661,312 |
યૂકે |
4,083,242 |
119,387 |
2,331,001 |
ફ્રાન્સ |
3,514,147 |
83,122 |
245,737 |
સ્પેન |
3,107,172 |
66,316 |
2,410,846 |
ઈટલી |
2,751,657 |
94,540 |
2,268,253 |
તુર્કી |
2,609,359 |
27,738 |
2,496,833 |
જર્મની |
2,362,352 |
67,074 |
2,154,600 |
(આ આંકડા www.worldometers.info/coronavirus/ મુજબના છે.)
Be the first to comment on "કોરોના દુનિયામાં: અમેરિકા, કેનેડા અને મેક્સિકોએ 21 માર્ચ સુધી પ્રતિબંધો લંબાવ્યા, આ દરમિયાન લોકો જરૂરી કામ સિવાય પ્રવાસ નહીં કરી શકે"