- કરાટે, તાઈક્વાંડો, વુશૂની ઈવેન્ટમાં વિરોધી હોતો નથી, ચેસ અને શૂટિંગ ઓનલાઈન યોજાઈ
- કોરોનાકાળમાં આ રમતોની નેશનલ-ઈન્ટરનેશનલ અને સ્ટેટ ટૂર્નામેન્ટ યોજાઈ
કૃષ્ણ કુમાર પાંડેય
Jul 13, 2020, 04:00 AM IST
ભોપાલ. કોરોનાથી દુનિયાભરમાં સ્પોર્ટ્સ ઈવેન્ટ અટકી ગઈ હતી. જોકે, તેમ છતાં કેટલીક રમતો એવી રહી, જે ચાલુ રહી હતી. જેના સ્વરૂપના કારણે ખેલાડીઓ કોરોનામાં પણ તેને રમી શક્યા. આ રમતો છે, કરાટેની કાતા ઈવેન્ટ, તાઈક્વાન્ડોની પુમસે ઈવેન્ટ અને વુશૂની તાઓલુ ઈવેન્ટ. આ ઉપરાંત શૂટિંગ અને ચેસની પણ ઓનલાઈન ઈવેન્ટ યોજાઈ હતી. લૉકડાઉનમાં આ પાંચેય રમતોની સ્ટેટ, નેશનલ અને ઈન્ટરનેશનલ ટૂર્નામેન્ટ યોજાઈ, જેમાં ખેલાડીઓએ ભાગ લઈને મેડલ જીત્યા. જાણીએ આવી રમતો અંગે:-
તાઈક્વાંડો: પુમસે ઈન્ડિવ્યુઝલ, ગ્રૂપ અને પેર કેટેગરીમાં રમાય છે
- પુમસે ઈન્ડિવિડ્યુઅલ, ગ્રૂપ અને પેર કેટેગરીમાં અલગ-અલગ વયજૂથમાં રમાય છે. પેરમાં ગર્બ-બોય અને ગ્રૂપમાં ત્રણ છોકરા-ત્રણ છોકરીઓ પરફોર્મ કરે છે. જોકે, ઓનલાઈનમાં ઈન્ડિવિડ્યુઅલ ઈવેન્ટ જ યોજાય છે.
- 8 બેઝિક પુમસે અને 9 એડવાન્સ પુમસે હોય છે.
કરાટે : કાતા આભાસી ઈવેન્ટ છે, જે વ્યક્તિગત અને ટીમમાં રમાય છે
- કરાટેમાં 2 ઈવેન્ટ, કાતા અને કુમિતે. કાતા આભાસી ઈવેન્ટ છે, કુમિતે ફાઈટ. કાતામાં ખેલાડીએ એકલા જ પરફોર્મ કરવાનું હોય છે, જેમાં તે ડિફેન્ડ, બ્લોક, કાઉન્ટર વગેરે કરે છે. કાતા વ્યક્તિગત અને ટીમ બંનેમાં રમાય છે.
- ઓનલાઈનમાં સિંગલ કાતા હોય છે. જેમાં ખેલાડીએ મેચ પહેલા નિર્ણાયક પેનલને જણાવવાનું હોય છે કે, તે કયા કાતા મૂવ્સ કરી રહ્યો છે. તેના અનુસાર તેને પોઈન્ટ મળે છે. જો તે પેનલને જણાવેલા મૂવ્સથી અલગ એક્ટ કરે છે તો તેને ડિસક્વોલિફાય કરી દેવાય છે.
ચેસ અને શૂટિંગની ઓનલાઈન ઈન્ટરનેશનલ ચેમ્પિયનશિપ યોજાઈ
ચેસ અને શૂટિંગની અનેક ઓનલાઈન ઈન્ટરનેશનલ ચેમ્પિયનશિપ યોજાઈ. લીચેસ સહિત અનેક પ્લેટફોર્મ દરરોજ અસંખ્ય ટૂર્નામેન્ટ રમાડી રહ્યા છે. જેમાં રેપિડ અને બ્લિટ્ઝ જેવા નાના ફોર્મેટની જ ટૂર્નામેન્ટ યોજાઈ રહી છે.
વુશૂ : તાઓલુમાં ખેલાડીએ મેટ પર એકલા જ પ્રદર્શન કરવાનું હોય છે
- તાઓલુ વુશૂ રમતની એક ઈવેન્ટ છે. સાંશુમાં બે ખેલાડી સામ-સામે કિક, પંચ અને થ્રોથી પ્રહાર કરે છે. તાઓલુમાં ખેલાડીએ એકલા જ પ્રદર્શન કરવાનું હોય છે.
- તેમાં જિમ્નાસ્ટિકની જેમ મેટ પર એક જ ખેલાડી હોય છે. તેમાં કિક, પંચ, બ્લોક, સ્ટાન્સ, બેલેન્સ, જંપ, સ્વીપ અને થ્રો સામેલ છે. આ ઈવેન્ટનો સમય 1:20થી 1:30 મિનિટની વચ્ચે હોય છે.
- આ ઈવેન્ટમાં 6થી 60 વર્ષ સુધીના ખેલાડી ભાગ લે છે. દરેક વયજૂથનો ખેલાડી સ્પર્ધામાં ભાગ લેતા પહેલા કયું પ્રદર્શન કરશે તેની માહિતી આપે છે.
Be the first to comment on "કોરોના ચેમ્પિયન ગેમ્સ, 5 રમત જેના પર કોરોનાની અસર નહીં, ખેલાડીઓ ઘરે બેઠા રમ્યા"