[:en]કોરોનામાં સાઇબર ક્રાઇમમાં 350%નો વધારો: હોમ ડિલીવરી અને વેક્સિન બુકિંગના નામ પર છેતરપિંડી, ડેટા હેકિંગમાં તો સરકારો પણ સામેલ[:]

[:en]

  • Gujarati News
  • Business
  • Fraud In The Name Of Home Delivery And Vaccine Booking, Even Governments Involved In Data Hacking

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુંબઈ8 મિનિટ પહેલા

  • કૉપી લિંક

વર્ષ 2020 કોવિડ-19 મહામારીના નામે તો રહ્યું, તેના નામનો ઉપયોગ કરીને સાયબર ક્રાઇમ પણ ખૂબ વધી ગયો. સાયબર ગુનેગારોએ જે રીત અપનાવી છે તેમાં સમાનની હોમ ડિલિવરીના નામે છેતરપિંડી કરવાથી લઈને સોશિયલ મીડિયા પર કોઈના નામની બનાવટી પ્રોફાઇલ બનાવી તેમના દોસ્તો પાસેથી રૂપિયા માંજીઆઇ છેતરપિંડી આચારવાનું પણ સામેલ છે. યુ.એન. અનુસાર તમામ દેશોમાં કોવિડ દરમિયાન સાયબર ક્રાઇમ 350% વધ્યો છે. કોવિડથી સંબંધિત ડેટા હેકિંગ પણ થઈ રહ્યું છે અને નિષ્ણાતોના મતે, સરકારો પણ આમ કરવામાં સામેલ છે. એક દેશ બીજા દેશમાં વાઇરસ અને વેક્સિન બનાવવાનો ડેટા હેક કરાવી રહ્યો છે. આ માટે ગ્રે માર્કેટમાં બોલીં પણ લગાવવામાં આવી રહી છે.

કોરોના વેક્સિનનું બુકિંગ કરવાના નામે છેતરપિંડી
જયપુર પોલીસના સાયબર ક્રાઇમ કન્સલ્ટન્ટ મુકેશ ચૌધરીએ જણાવ્યું હતું કે સૌથી નવી પદ્ધતિ કોવિડ-19 વેક્સિનના નામે છેતરપિંડી કરવાની છે. સાયબર ક્રિમિનલ વેક્સિનના નામે લોકોને ફોન કરી રહ્યા છે.તેઓ કહે છે, ” આપ વેક્સિન અત્યારે બુક કરવી લો, તે તમારા ઘરે પહોંચાડવામાં આવશે.” અત્યારે આ ઓફર મર્યાદિત સંખ્યામાં લોકો માટે છે.” સાયબર ગુનેગાર લોકો બુકિંગના નામે લોકો પાસેથી રૂપિયા પડાવી રહ્યા છે, જ્યારે સરકાર કે કોઈ કંપનીએ હજી સુધી આવી કોઈ જાહેરાત કરી નથી.

ઓનલાઇન શોપિંગ અને હોમ ડિલીવરીના નામે છેતરપિંડી
સાયબર ક્રિમિનલ્સ પણ બેંકો અને ઓનલાઇન શોપિંગ પોર્ટલ જેવી જ વેબસાઇટ્સ બનાવીને લોકોને છેતરે છે. ચૌધરીએ જણાવ્યું હતું કે મુંબઈના એક શખ્સે દારૂની હોમ ડિલિવરી માટે 60 હજાર રૂપિયાનું પેમેન્ટ કર્યું હતુ, પરંતુ ડિલીવરી થઈ ન હતી. ગુનેગારોએ આ પ્રકારના ગુના માટે ફેસબુક પર એક પેજ બનાવ્યું હતુ અને તેના પરથી લોકોને ઓફર મોકલતા હતા.

ઘરે બેઠા કામ કરવાના નામે રૂપિયા પડાવી રહ્યા
લોકડાઉનને કારણે લાખો લોકોએ નોકરી ગુમાવી છે. સાયબર નિષ્ણાત અભિષેક ધાભાઇએ જણાવ્યું હતું કે ઘરેથી કામ કરવાના નામે ઘણી છેતરપિંડી થઈ રહી છે. ઘરેથી કામ કરવાના નામે લોકો પાસેથી એડવાન્સ રૂપિયા લેવામાં આવી રહ્યા છે. જો કે આ પદ્ધતિ પહેલાથી જ વ્યવહારમાં છે, પરંતુ આ દિવસોમાં તેમાં ઘણો જ વધારો થયો છે. આ સિવાય લોકોને સરકારી એજન્સીઓના નામે ઇમેઇલ મોકલવામાં આવી રહ્યા છે. તેમાં કહેવામા આવે છે કે આપ કોરોના દર્દીના સંપર્કમાં આવ્યા છો. ત્યાર બાદ તેઓ ઓનલાઈન ફોર્મ ભરાવડાવે છે, જેના દ્વારા વ્યક્તિની અનેક જનકારીઓ મેળવી લે છે.

મોબાઈલ એપ્સ દ્વારા લોન લેનાર લોકો સામે આત્મહત્યા કરવા સુધીની પરિસ્થિતિ
એપ ડાઉનલોડ કરતાં સમતે યુઝરના ફોન બુક અને ગેલેરીનું એક્સેસ લઈ લેવામાં આવે છે. કોઈએ લોન લીધી અને ઈન્સ્ટોલમેન્ટ સમય પર ન ચૂકવ્યું તો ફોન બુક દ્વારા કોન્ટેક્ટ લઈને તેમણે મેસેજ કરવામાં આવે છે કે કોઈક વ્યક્તિએ લોન લીધી છે અને તેમણે આપનો કોન્ટેક્ટ આપ્યો છે કે જો તેઓ સમયપર ઈન્સ્ટોલમેંટ ન ચૂકવી શકે તો આપની પાસેથી વસૂલવામાં આવે. આવા જ એક કેસમાં હૈદરાબાદની બે યુવતીઓએ આત્મહત્યા કરી હતી. તે પછી હૈદરાબાદ પોલીસે કેટલાક લોકોની ધરપકડ પણ કરી હતી. મુંબઈ, દિલ્હી, બેંગ્લોર સહિતના ઘણા સ્થળો આવા કેસ નોંધાયા છે.

કોવિડ સિવાય નવા પ્રકારના સાયબર ક્રાઇમ
જે લોકોએ ફેસબુક પર પોતાનો મોબાઈલ નંબરને જ યૂઝર નેમ અને તેને જ પાસવર્ડ રાખ્યો છે, ગુનેગારો એવા લોકોને લક્ષ્ય બનાવે છે. તેમના ફ્રેન્ડ લીસ્ટમાં જઈને રૂપિયા મિકલવા માટે રિકવેસ્ટ કરે છે. તેમાં ખાસ કરીને એવા લોકોને નિશાન બનાવાય છે જેઓ સોશિયલ મીડિયાનો ખૂબ ઉપયોગ કરતા નથી. ફેસબુક યૂઝરને બીજી રીતે નિશાન બનાવવામાં આવી રહ્યા છે

ગુનેગાર કોઈ સરકારી અધિકારીના ફેસબુક એકાઉન્ટની બનાવટી પ્રોફાઇલ બનાવે છે. તેઓ અધિકારીના નામની ડિસ્પ્લેની નકલ કરે છે અને તેના ઉપયોગ દેયરા બનાવટી આઈડી બનાવે છે. જેનું ફ્રેન્ડ લિસ્ટ વિઝિબલ છે, તેમના નામ લઈને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલે છે અને તેમની પાસેથી રૂપિયા માંગે છે. ડીઆઈજી સુધીના અધિકારીઓ સાથે આવી ઘટનાઓ બની છે.

ઓનલાઈન છેતરપિંડીથી કેવી રીતે બચીએ
નિષ્ણાતોના મતે, ફિશિંગ ઇમેઇલથી સાવધાન રહો. જો ઇમેઇલમાં કોઈપણ પ્રકારની માહિતી પૂછવામાં આવે છે, અથવા જો તમને ફોર્મ ભરવાનું કહેવામાં આવે છે, તો પ્રથમ તે જુઓ કે ઇમેઇલનો સ્ત્રોત યોગ્ય છે કે નહીં. એન્ટીવાયરસ અને ફાયરવોલ અપડેટ રાખો. સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર ક્યાંય આવવા-જવાનું કે ઘરના લોકેશન વિશેની માહિતી અપલોડ કરશો નહીં. વર્ચ્યુઅલ પ્રાઈવેટ નેટવર્ક (VPN)નો ઉપયોગ કરવો વધુ સારું છે, જેમાં IP એડ્રેસ છુપાઇ જાય છે. સોશિયલ મીડિયા પર ફ્રેન્ડ લિસ્ટ અથવા ફોટો ગેલેરી સૌના માટે ખુલ્લી ન રાખો. આ સિવાય મોબાઇલ નંબરને યૂઝર નામ અને પાસવર્ડ બનાવવો જોઈએ નહીં, કારણ કે તેનો અનુમાન લગાવવું ખૂબ જ સરળ છે.

[:]

Be the first to comment on "[:en]કોરોનામાં સાઇબર ક્રાઇમમાં 350%નો વધારો: હોમ ડિલીવરી અને વેક્સિન બુકિંગના નામ પર છેતરપિંડી, ડેટા હેકિંગમાં તો સરકારો પણ સામેલ[:]"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: