કોરોનાનો કહેર વધતા અમદાવાદથી વડોદરા અને ભરૂચ વચ્ચેની એસ.ટી.બસ સેવા બંધ


દિવ્ય ભાસ્કર

Jul 13, 2020, 06:12 PM IST

અમદાવાદ. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વધી રહેલા કોરોનાના કેસોને પગલે અમદાવાદથી વડોદરા વચ્ચેની એસ.ટી.બસ સેવાનું સંચાલન બંધ કરવામાં આવ્યું છે. વડોદરાની સાથે સાથે અમદાવાદથી ભરૂચ વચ્ચેની બસ સેવાનું સંચાલન પણ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

સુરતમાં કેસ વધતા અમદાવાદ-સુરત વચ્ચે ST બસ સેવા બે દિવસથી બંધ
તેમજ બે દિવસ પહેલા સુરતમાં કોરોનાના કેસ વધતાં અમદાવાદ મ્યુનિસિલ કોર્પોરેશન દ્વારા સુરતથી આવતા તમામ લોકોનું ચેકિંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમજ સુરતથી અમદાવાદ આવતી જતી એસ.ટી.બસનું સંચાલન બંધ કરવામાં આવ્યું હતું. 

એક્સપ્રેસ વે પર મ્યુનિ.એ 1 હજારને તપાસ્યા, 40થી વધુ પોઝિટિવ નીકળ્યા
સુરતથી અમદાવાદ આવતાં અક્સપ્રેસ વે પર મ્યુનિ.બે દિવસથી પ્રવાસીઓના એન્ટિજન ટેસ્ટ કરવાનું શરૂ કર્યું છે. 1000 પ્રવાસીઓની તપાસ કરતાં 40 લોકો પોઝિટિવ જણાયા હતા. શુક્રવારે 574ની તપાસ કરાઈ હતી. જેમાં 23 જ્યારે શનિવારે 450નો ટેસ્ટ કરાયો હતો, જેમાં 17 પ્રવાસી પોઝિટિવ નીકળ્યા હતા. 

Be the first to comment on "કોરોનાનો કહેર વધતા અમદાવાદથી વડોદરા અને ભરૂચ વચ્ચેની એસ.ટી.બસ સેવા બંધ"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: