કોરોનાની પરિસ્થિતિ કાબૂ બહાર જતાં ગુજરાત સરકારે મહેસુલ વિભાગના અગ્ર સચિવ પંકજકુમારને ખાસ જવાબદારી સોંપી


  • સુરત શહેર જિલ્લામાં પોઝિટિલ કેસનો આંક 8600થી વધુ
  • શહેર જિલ્લામાં મૃત્યુઆંક 355 અને કુલ 5221 રિકવર થયા

દિવ્ય ભાસ્કર

Jul 14, 2020, 02:56 PM IST

સુરત. શહેરમાં કોરોનાના કેસમાં દિવસેને દિવસે ધરખમ વધારો થઈ રહ્યો છે. ત્યારે શહેરની પરિસ્થિતિ કાબૂ બહાર જતાં ગુજરાત સરકારે મહેસુલ વિભાગના અગ્ર સચિવ પંકજકુમારને ખાસ જવાબદારી સોંપી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, સુરતમાં હાલ 8600થી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે. જ્યારે મૃત્યુઆંક 355 થઈ ગયો છે.

આરોગ્ય અગ્ર સચિવ બાદ પંકજકુમારને ખાસ જવાબદારી સોંપી
મહાનગર પાલિકાના જણાવ્યા પ્રમાણે, શહેર જિલ્લામાં પોઝિટિવ કેસનો આંક 8659 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં મૃત્યુઆંક 355 પર પહોંચી ગયો છે. ગત રોજ શહેરમાં 159 અને જિલ્લામાં 44 લોકોએ કોરોનાને માત આપી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા હતા.જેને પગલે ડિસ્ચાર્જ થનારાની કુલ સંખ્યા 5221 પર પહોંચી ગઈ છે. દરમિયાન કોરોનાની પરિસ્થિતિ કાબૂ બહાર જતાં ગુજરાત સરકારે મહેસુલ વિભાગના અગ્ર સચિવ પંકજકુમારને ખાસ જવાબદારી સોંપવામાં આવી છે. છેલ્લા 10થી વધુ દિવસોથી આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવિ સુરતમાં હતા. ત્યારબાદ હવે પંકજકુમાર સુરત શહેરની જવાબદારી સોંપવામાં આવી છે.

ગત રોજ વલસાડમાં બેઠક યોજી હતી
વલસાડ જિલ્લામાં વધી રહેલા કોરોના સંક્રમણને લક્ષમાં લઇને રાજ્યના મહેસુલ વિભાગના અધિક મુખ્‍ય સચિવ પંકજકુમારે કલેક્‍ટકર કચેરીના સભાખંડ ખાતે જિલ્લાના અમલીકરણ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં અધિક મુખ્ય સચિવ પંકજકુમારે જિલ્લામાં કોરોના અંગેની ઝીણવટભરી માહિતી મેળવી હતી. જિલ્લામાં કોવિદ-19ના બેડની સંખ્‍યા ભવિષ્‍યમાં પડનારી જરૂરિયાતને ધ્‍યાને રાખીને વ્‍યવસ્‍થા કરવા, હોસ્‍પિટલમાં વેન્‍ટીલેટર, આઇસોલેશન બેડ, ઓક્‍સિજનની જરૂરિયાત, આઇ.સી.યુ.ની વ્‍યવસ્‍થા અને સવલત, સર્વેલન્‍સ ટીમની કામગીરી, ડૉક્‍ટર્સની વ્‍યવસ્‍થા, કન્‍ટેઇનમેન્‍ટ, માઇક્રો કન્‍ટેઇનમેન્‍ટ ઝોન, પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરી હતી.

Be the first to comment on "કોરોનાની પરિસ્થિતિ કાબૂ બહાર જતાં ગુજરાત સરકારે મહેસુલ વિભાગના અગ્ર સચિવ પંકજકુમારને ખાસ જવાબદારી સોંપી"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: