કોરોનાના કારણે ભારતમાં પાછલા 10 વર્ષનું સૌથી ખરાબ બિઝનેસ સેન્ટિમેન્ટ, બજારમાં નિરાશાનો માહોલ દેખાઈ રહ્યો છે


  • 2009 પછી પહેલીવાર આટલું ખરાબ સેન્ટિમેન્ટ જોવા મળ્યું

દિવ્ય ભાસ્કર

Jul 13, 2020, 06:05 PM IST

મુંબઈ. કોરોના મહામારીના પગલે ભારતમાં પાછલા એક દાયકાનું સૌથી ખરાબ બિઝનેસ સેન્ટિમેન્ટ બન્યું છે. સોમવારે બહાર પડેલા IHS માર્કેટ ઈન્ડિયા બિઝનેસ આઉટલુકના સર્વેમાં જણાવ્યું છે કે, બજારમાં ચારે તરફ નિરાશાજનક વાતાવરણ જોવા મળે છે. સર્વે મુજબ બિઝનેસ એક્ટિવિટી નેટ બેલેન્સ જુનમાં ઝડપી ઘટીને -30% થઇ ગયું જે જુનમાં +26% હતું. IHSએ કહ્યું કે, 2009માં સિરીઝ શરુ થયા બાદનું આ સૌથી ઓછુ રીડિંગ છે અને નકારાત્મક આઉટલુકના સંકેતો મળી રહ્યા છે.

અર્થતંત્રને લઈને હજુ પણ અનિશ્ચિતતા છે
IHS મુજબ, ઘણાએ સંકેત આપ્યો કે આઉટલુક અસામાન્ય રીતે તદ્દન અનિશ્ચિત હતો. આગામી 1 વર્ષમાં બજારની પ્રવૃત્તિઓ કઈ બાજુ રહેશે તે અંગે હજુ પણ અનિશ્ચિતતા છે. IHS દ્વારા મોનિટર થયેલ તમામ દેશોમાં આત્મવિશ્વાસના સ્તરનો ઉલ્લેખ કરતા IHS માર્કેટના અર્થશાસ્ત્રી એંડ્ર્યુ હાર્કરે કહ્યું કે, ભારત માટેનો આઉટલુક વૈશ્વિક સ્તરે સૌથી ખરાબ રહ્યો છે. હાલમાં આગળ થોડી આશા છે.

વૈશ્વિક અર્થતંત્ર પર કોરોનાની અસર રહેશે
સર્વે અનુસાર ઇનપુટ ખર્ચમાં ઘટાડો થવાની આગાહી કરવામાં આવી છે જ્યારે ઉત્પાદન કિંમતોમાં નબળી માગ વચ્ચે માત્ર થોડો વધારો થવાની આગાહી કરવામાં આવી હતી. સર્વે અનુસાર સ્થાનિક કંપનીઓ, ખાસ કરીને સર્વિસ સેક્ટરમાં જ્યાં કામદારો અને વર્ક ફોર્સની અછત હતી, હવે તે પાછા આવી રહ્યા છે. કોરોના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. તેથી, વિશ્વના અર્થતંત્ર પર તેની સીધી અસર હજી પણ દેખાય છે.

Be the first to comment on "કોરોનાના કારણે ભારતમાં પાછલા 10 વર્ષનું સૌથી ખરાબ બિઝનેસ સેન્ટિમેન્ટ, બજારમાં નિરાશાનો માહોલ દેખાઈ રહ્યો છે"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: