દિવ્ય ભાસ્કર
Jul 13, 2020, 08:50 PM IST
વીડિયો ડેસ્કઃ છેલ્લા ચાર મહિનાથી સમગ્ર ગુજરાતને કોરોના મહામારીએ ભરડો લીધો છે ત્યારે સ્વાભાવિકપણે પ્રજાના મનમાં ઘણા સવાલો ઉઠ્યા છે જેવા કે, કોરોના સામેની લડતમાં સરકાર શું કરી રહી છે? રાજ્યમાં ટેસ્ટિંગ શું ઓછું થઈ રહ્યું છે? કોરોના ક્યારે કાબૂમાં આવશે? શિક્ષણનું શું થશે? સ્કૂલો ફી ઉઘરાવવા માંડી છે તો શું કરવું? ગુજરાતના ઉદ્યોગો ક્યારે ધમધમતા થશે? સીએમ કેરના ફંડના પૈસા ક્યાં જાય છે? હાર્દિક પટેલના ફરી રાજકીય ઉદયમાં સરકાર શું કરશે?, આવનારી પેટાચૂંટણીના પરિણામ શું હશે?, શા માટે કોંગ્રેસના ધારાસભ્યોને તોડવામાં આવે છે? વગેરે… વગેરે… વાચકોના પ્રશ્નોને વાચા આપવામાં હંમેશા અગ્રેસર રહેલા ‘દિવ્ય ભાસ્કર’ના એડિટર (ડિજિટલ) મનીષ મહેતા અને ચીફ રિપોર્ટર ટીકેન્દ્ર રાવલે સતત 40 મિનિટ સુધી સંવેદનશીલ કોમનમેનનું બિરુદ ધરાવનારા મુખ્યમંત્રી વિજય રૂપાણીને સવાલ કર્યા. આ વિસ્તૃત ચર્ચાને આપ નિહાળો મંગળવારે સાંજે 5 વાગ્યે માત્ર દિવ્ય ભાસ્કર પર.
Be the first to comment on "કોરોનાના કપરાકાળમાં ‘દિવ્ય ભાસ્કરે’ પૂછ્યા પ્રજાના પ્રશ્નો, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપ્યા જવાબો"