દિવ્ય ભાસ્કર
Jul 15, 2020, 04:22 AM IST
નવી દિલ્હી. દેશની ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવારના દર નિયંત્રિત કરવાની માગને પગલે સુપ્રીમકોર્ટે કેન્દ્ર સરકારને એક મુસદ્દો ઘડવા આદેશ કર્યો છે. સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટિસ એસ. એ. બોબડે, જસ્ટિસ આર. સુભાષ રેડ્ડી અને જસ્ટિસ એ. એસ. બોપન્નાની બેન્ચે કેન્દ્ર સરકારને કહ્યું કે તે કોરોનાની સારવારના યોગ્ય દર નક્કી કરવા ખાનગી હોસ્પિટલોના સંચાલકો સાથે બેઠક કરીને મુસદ્દો ઘડે, જેનો રિપોર્ટ કોર્ટ સમક્ષ રજૂ કરાય.
ચીફ જસ્ટિસ બોબડેએ કહ્યું કે અમે કેન્દ્ર સરકારને કહી શકીએ છીએ કે તે સારવારના દર મુદ્દે તમામ રાજ્યો પાસે ગુજરાત મોડલનું અનુકરણ કરાવે. અમે એવું નથી ઇચ્છતા કે કોરોનાના દર્દીઓની સારવાર સાવ મફત થાય પણ સ્વાસ્થ્ય સેવા અને સારવાર લોકો માટે સુલભ તો હોવા જ જોઇએ.
Be the first to comment on "કોરોનાના ઇલાજના દર મુદ્દે ગુજરાત મોડલ અપનાવો: સુપ્રીમકોર્ટ"