કોરોનાથી રોજના 70થી વધુ મોત થાય છે ગામડે જતા રહોનો ઓડિયો વાઈરલ થયા બાદ 108ના પાયલોટ સામે ગુનો નોંધાયો


  • ગામડે ક્યાં મકાન વેચી નાખ્યા છે જતા રહો બને એટલા વહેલા
  • અહિં રિસ્ક લીધા વગર જતાં રહો એ જ અત્યારે સારું છે-પાયલોટ
  • ક્રાઈમ બ્રાંચે ગુનો નોંધીને વધુ કાયદેસરની તપાસ હાથ ધરી છે

દિવ્ય ભાસ્કર

Jul 14, 2020, 06:06 PM IST

સુરત. શહેરમાં કોરોનાના કારણે સ્થિતિ વણસી રહી છે. આ સ્થિતિની માહિતી મેળવવા માટે એક વ્યક્તિએ 108ના પાયલોટને ફોન કર્યો. જેનો ઓડિયો હાલ વાઈરલ થઈ રહ્યો છે. પાયલોટ તેના ગામની વ્યક્તિને કહી રહ્યો છે કે, શહેરમાં રોજના 70થી 80 લોકોના મોત થઈ રહ્યા છે. મેં મારી નજરે લાશો જોઈ છે. તમે રિસ્ક ન લો અને ગામડે જતાં રહો. આપણે ગામમાં ક્યાં મકાન વેચી નાખ્યા છે. અહિં રોજે રોજ સ્થિતિ ખરાબ થઈ રહી છે. મારાથી જવાય તેમ નથી કારણ કે મારી પત્નીને આઠમો મહિનો જાય છે. ટ્રાવેલિંગની ના પાડી છે બાકી નોકરી છોડીને હું જતો રહો. જીવતા રહીશું તો નોકરી કરશું. અત્યારે સ્થિતિ ખરાબ છે. આ પ્રકારની વાતચીતનો ઓડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.જેથી ક્રાઈમ બ્રાંચે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.108દ્વારા સ્પષ્ટતા કરાઈ છે કે રમેશે નોકરી છોડ્યાને બે વર્ષ થયા છે અત્યારે ખાનગી એમ્બ્યુલન્સ ચલાવે છે. 

હવે મને પણ ડર લાગે છે-રમેશ
રમેશ નામના 108ના પાયલોટના નામે વાઈરલ થઈ રહેલા ઓડિયોમાં રમેશને તેના જ ગામના ચંદુભાઈ ફોન કરે છે. ભેસાણ બાજુના વતની બન્ને વાત કરે છે. જેમાં ચંદુભાઈ રમેશને સુરતની સ્થિતિ વિષે પુછતાં રમેશ કહે છે કે, મેં મારી નજરે જ યુનિટી હોસ્પિટલમાં 4 બોડી જોઈ છે. એકતા ટ્રસ્ટના સભ્યો જ કોરોનાગ્રસ્તોની અંતિમ ક્રિયા કરે છે. રોજના 70થી 80 મૃતદેહોની તેઓ અંતિમક્રિયા કરે છે. મેં મૃતદેહો મારી નજરે જોયા છે સિવિલમાં પેશન્ટને મુકવા ગયો ત્યારે એટલે હવે તો મને પણ ડર લાગવા લાગ્યો છે. 

શક્ય તેટલી મદદ કરૂ જ છું
પાયલોટ વાતચીતમાં કહે છે કે, કોરોનાનું સંક્રમણ ભલ ભલાને લાગી રહ્યું છે. એટલે આમાંથી બચવું હોય તો ગામડે જ જતા રહો. ત્યાં આપણે જમીન વેચી નથી નાખી. ગામના લોકોને મદદ કરવાની વાત પર પાયલોટ કહે છે કે, રાતના બે વાગ્યે પણ મારા પર ફોન આવે છે. આપણા ગામના સંબંધીનો મૃતદેહ ઘરમાંથી કોઈ નહોતું લેતું ત્યારે હું ગયો હતો. મદદ ચાલુ જ છે પરંતુ સ્થિતિ એવી છે કે ક્યાંય હોસ્પિટલમાં જગ્યા નથી.

108ના પાયલોટ સામે ગુનો નોંધાયો
108ના પાયલોટ રમેશભાઈએ અતિશ્યોક્તિ ભરેલી વાતો કરી હોવાથી ક્રાઈમ બ્રાંચે ગુનો દાખલ કર્યો છે. લોકોમાં ભયનો માહોલ આવી વાતોથી પેદા થયો હોવાથી તેમની સામે કાયદેસરનો ગુનો નોંધી વધુ તપાસ ક્રાઈમ બ્રાંચ દ્વારા હાથ ધરવામાં આવી છે. 

બે વર્ષથી નોકરી છોડી દીધી છે
108ના પ્રોજેકટ મેનેજર પઠાણએ જણાવ્યું હતું કે, રમેશ સુરતમાં બે વર્ષ પહેલાં નોકરી છોડીને જતો રહ્યો છે. હાલ ખાનગી હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ ચલાવે છે. 108 GVK સાથે રમેશ ભાયાણીને કોઈ સંબંધ નથી. 108ના નામે ઓડિયો કલીપ વાઇરલ કરવા પાછળના હેતુની ખબર નથી.

1 Trackbacks & Pingbacks

  1. કોરોનાથી રોજના 70થી વધુ મોત થાય છે ગામડે જતા રહોનો ઓડિયો વાઈરલ થયા બાદ 108ના પાયલોટ સામે ગુનો નોંધાય

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: