[:en]કોચી-મેંગલુરુ ગેસ-પાઇપલાઇન: મોદીએ વિડિયો-કોન્ફરન્સિંગથી કરી શરૂઆત, કહ્યું- કેરળ અને કર્ણાટકમાં ઇઝ ઓફ લિવિંગ વધશે[:]

[:en]

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

7 મિનિટ પહેલા

  • કૉપી લિંક

વડાપ્રધાનનું કહેવું છે- કોચી-મેંગલુરુ નેચરલ ગેસ-પાઇપલાઇન પ્રોજેક્ટથી ઘણા લોકોનાં જીવન પર સકારાત્મક અસર થશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોચી-બેંગલુરુ નેચરલ ગેસ-પાઈપલાઈનની શરૂઆત વિડિયો-કોન્ફરન્સ દ્વારા કરી છે. મોદીએ કહ્યું હતું કે 450 કિમીની કોચી-મેંગલુરુ પાઈપલાઈનના ઉદઘાટનથી ગર્વનો અનુભવ થઈ રહ્યો છે. હું કેરળ અને કર્ણાટકના લોકો અને પ્રોજેક્ટના દરેક સ્ટેક હોલ્ડર્સને શુભેચ્છા પાઠવું છું. પાઈપલાઈન એ વાતનું ઉદાહરણ છે કે દરેક લોકો સાથે મળીને કામ કરે તો કોઈપણ લક્ષ્ય મુશ્કેલ નથી. એન્જિનિયરિંગના લોકો જાણે છે કે આ પ્રોજેક્ટને પૂરો કરવો કેટલો મુશ્કેલ હતો, પરંતુ ખેડૂતો, સરકાર, ટેક્નિશિયન્સની મદદથી એને પૂરો કરવામાં આવ્યો છે.

મોદીના ભાષણની 7 મહત્ત્વની વાતો
1. ખેડૂતોને પણ મદદ મળશે

વડાપ્રધાને કહ્યું હતું, આ પાઈપલાઈન કેમ જરૂરી છે, એને તમે એ રીતે સમજી શકો છો કે એનાથી બંને રાજ્યોમાં ઈઝ ઓફ લિવિંગ વધશે. વેપારીઓનો ખર્ચ ઓછો થશે. આ પાઈપલાઈન અનેક શહેરોમાં CNG આધારિત સિસ્ટમને પ્રેરણા આપશે. ઓછા ભાવે ફર્ટિલાઈઝર બની શકશે. ખેડૂતોને મદદ મળશે. સ્વચ્છ ઊર્જા મળશે. કાર્બન એમિશન ઓછું થવાને કારણે પ્રદૂષણ ઘટશે, લોકોનું સ્વાસ્થ્ય સારું રહેશે, બીમારીઓનો ખર્ચ ઘટશે. શહેરમાં ગેસ આધારિત વ્યવસ્થા થશે, ટૂરિઝમ વધશે.

2. વિદેશી મુદ્રાનો ખર્ચ ઘટશે
ફર્ટિલાઈઝર, કેમિકલ, વીજળી જેવા ઉદ્યોગ વધશે. દરેકને એનાથી લાભ થશે અને રોજગાર વધશે. જ્યારે પાઈપલાઈન પૂરી ક્ષમતા સાથે કામ કરવા લાગશે ત્યારે વિદેશી મુદ્રાનો ખર્ચ ઘણો ઓછો થઈ જશે. સમગ્ર દુનિયાના એકસપર્ટનું કહેવું છે કે 21મી સદીમાં જે પણ દેશ કનેક્ટિવિટી અને ક્લીન એનર્જી પર ભાર આપશે તે ઝડપથી નવી ઊંચાઈ પર પહોંચશે.

3. યુવા ભારત ધીમે ન ચાલી શકે
આજે હાઈવે, રેલવે, મેટ્રો, એર, વોટર, ડિજિટલ કનેક્ટિવિટીમાં જેટલું કામ ભારતમાં થઈ રહ્યું એ આજ પહેલાં ક્યારેય નથી થયું. આપણું સૌભાગ્ય છે કે આપણે આ વિકાસ થતો જોઈ રહ્યા છીએ. આજનો યુવા ભારત ધીમે ના ચાલી શકે. પાછલાં અમુક વર્ષોમાં દેશે સ્પીડ, સ્કોપ અને સ્કેલ વધાર્યાં છે.

4. 2014 સુધી 27 વર્ષમાં માત્ર 15 કિમી ગેસ-પાઈપલાઈન બની
ભારતમાં ગેસ બેઝ્ડ ઈકોનોમીને લઈને જે કામ થઈ રહ્યું છે એમાં પણ ઘણાં તર્ક અને તથ્ય ખૂબ મહત્ત્વનાં છે. આપણા દેશમાં ગેસ-પાઈપલાઈન 1987માં શરૂ થઈ હતી. ત્યાર પછી 2014 સુધીમાં એટલે કે 27 વર્ષમાં ભારતમાં 15 કિમી ગેસ-પાઈપલાઈન બની છે. આજે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણમાં 16 હજાર કિમીની પાઈપલાઈન પર કામ ચાલી રહ્યું છે. થોડાં વર્ષોમાં આ કામ પૂરું થઈ જશે.

5. નવી પાઈપલાઈનથી 700 CNG સ્ટેશન ખોલવામાં મંજૂરી મળશે
જેટલું કામ 27 વર્ષોમાં થયું છે તેનાથી ઘણાં ઓછા સમયમાં અમે આ કામ કર્યું છે. 2014 સુધી 22 વર્ષમાં દેશમાં CNG સ્ટેશન 900થી વધારે નહતા. છેલ્લા 6 વર્ષમાં 1500 જેટલા સ્ટેશન શરૂ થયા. અમે આ આંકને 10 હજાર સુધી પહોંચાડવા માંગીએ છીએ. આ ગેસ પાઈપલાઈન કેરળ-કર્ણાક્ટમાં 700 સીએનજી સ્ટેશન ખોલવામાં મદદ કરશે. પહેલાં 25 લાખ ઘરોમાં પાઈપલાઈનથી ગેસ પહોંચતો હતો, હવે 72 લાખ ઘરોમાં પાઈપલાઈનથી ગેસ પહોંચી રહ્યો છે.

6. પેટ્રોલમાં 20% ઈથેનોલના ઉપયોગનું લક્ષ્યાંક આપણાં ત્યાં કેરોસીનની લાંબી લાઈનો લાગતી હતી. તે વિશે કેન્દ્ર અને રાજ્ય સરકારમાં સતત ચિંતા રહેતી હતી. આજે જ્યારે ઘરે ઘરે ગેસ પહોંચી ગયો છે ત્યારે કેરોસિનની સમસ્યા પણ ઓછી થઈ ગઈ છે. ઘણાં રાજ્યો પોતાને કેરોસિન મુક્ત જાહેર કરી ચૂક્યા છે. આજે દેશમાં બાયો ફ્યૂલ પર મોટા પાયે કામ થઈ રહ્યું છે. ઈથેનોલના નિર્માણ પર કામ કરવામાં આવી રહ્યું છે. તેને પેટ્રોલમાં 20 ટકા સુધી રાખવાનો લક્ષ્યાંક છે.

7. દરિયાઈ વિસ્તાકોમાં બ્લૂ ઈકોનોમી પર કામ થઈ રહ્યું છે દેશના લોકોને પ્રદૂષણ રહિત ઈંધણ-વીજળી મળે તે માટે સતત કામ થઈ રહ્યું છે. કેરળ, કર્ણાટક અને દક્ષિણના દરિયાઈ વિસ્તારોથી બ્લૂ ઈકોનોમી માટે ઘણું કામ થઈ રહ્યું છે. પોર્ટ્સ, કોસ્ટલ રુટ્સને કનેક્ટ કરવામાં આવી રહી છે. દરિયાઈ કિનારે રહેતી મોટી વસતી ખેડૂતો અને માછીમારોની છે. તેઓ દરિયાઈ વિસ્તારના સંરક્ષક પણ છે. માછીમારોને ડીપ-સી ફિશિંગમાં મદદ કરવામાં આવી રહી છે. થોડા દિવસ પહેલાં જ મત્સ્ય યોજનાની શરૂઆત કરવામાં આવી છે.

[:]

Be the first to comment on "[:en]કોચી-મેંગલુરુ ગેસ-પાઇપલાઇન: મોદીએ વિડિયો-કોન્ફરન્સિંગથી કરી શરૂઆત, કહ્યું- કેરળ અને કર્ણાટકમાં ઇઝ ઓફ લિવિંગ વધશે[:]"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: