કોચની સ્પષ્ટતા: રોહિત અને ઇશાંત આગામી 4-5 દિવસમાં ઓસ્ટ્રેલિયા માટેની ફ્લાઇટમાં ન બેસે તો તેમના માટે ટેસ્ટ સીરિઝમાં રમવું અઘરું: શાસ્ત્રી

કોચની સ્પષ્ટતા: રોહિત અને ઇશાંત આગામી 4-5 દિવસમાં ઓસ્ટ્રેલિયા માટેની ફ્લાઇટમાં ન બેસે તો તેમના માટે ટેસ્ટ સીરિઝમાં રમવું અઘરું: શાસ્ત્રી


  • Gujarati News
  • Sports
  • Cricket
  • If Rohit And Ishant Don’t Board The Flight To Australia In The Next 4 5 Days, It Will Be Difficult For Them To Play In The Test Series: Shastri

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

2 મિનિટ પહેલા

  • કૉપી લિંક

રવિ શાસ્ત્રી અને રોહિત શર્માનો ફાઇલ ફોટો.

ભારતના કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું કે, “રોહિત શર્મા અને ઇશાંત શર્માએ ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સીરિઝમાં રમવા માટે આગામી 4-5 દિવસમાં ભારતથી અહીં (ઓસ્ટ્રેલિયા) આવવા નીકળવું પડશે. જો તેઓ જલ્દી ઓસ્ટ્રેલિયા માટેની ફ્લાઇટમાં ન બેસે તો તેમનું કાંગારું સામેની સીરિઝમાં રમવું અઘરું થઇ જશે.” રોહિત અને ઇશાંત બંને અત્યારે નેશનલ ક્રિકેટ એકેડમી(NCA) ખાતે ફિટનેસ મેળવી રહ્યા છે. બંને ઇન્ડિયન પ્રીમિયર લીગ દરમિયાન ઈજાગ્રસ્ત થયા હતા.

શાસ્ત્રીએ એબીસી સ્પોર્ટ્સ સાથેની વાતચીતમાં કહ્યું કે, રોહિત અત્યારે NCAમાં કેટલાક ટેસ્ટ આપી રહ્યો છે અને તેઓ નક્કી કરશે કે તેને કેટલો ટાઈમ આરામની જરૂર છે. જો તેને લાંબો બ્રેક લેવાનું કહેવામાં આવે તો તેના માટે સીરિઝ માટે સમયસર પહોંચવું અઘરું રહેશે. કારણે તમે અહીં આવીને 14 દિવસ ક્વોરન્ટીનમાં રહ્યા પછી જ ટીમ સાથે જોડાય શકો છો.

પ્રેક્ટિસ મેચના પ્રદર્શનના આધારે પ્લેઈંગ-11 નક્કી થઇ શકે
ભારત અને ઓસ્ટ્રેલિયાની પ્રથમ ટેસ્ટ 17 ડિસેમ્બરે એડિલેડ ખાતે રમાશે. આ ભારતની વિદેશમાં પ્રથમ ડે-નાઈટ પિન્ક બોલ ટેસ્ટ હશે. પરંતુ તે પહેલા ભારતે 11 ડિસેમ્બરે 3 દિવસીય પ્રેક્ટિસ મેચ પણ રમવાની છે. કહેવામાં આવી રહ્યું છે કે પ્રેક્ટિસ મેચના પ્રદર્શનના આધારે પ્લેઈંગ-11 અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે. રોહિત અને ઇશાંતે પ્રેક્ટિસ મેચ રમવા 10 ડિસેમ્બર પહેલા ક્વોરન્ટીનની બહાર આવું જરૂરી છે, અને તે માટે 26 નવેમ્બર સુધીમાં ઓસ્ટ્રેલિયા પહોંચવું પડશે.

આ પણ વાંચો: ઓસ્ટ્રેલિયામાં દરેક ટેસ્ટ માટે તૈયાર:રોહિતે કહ્યું, કોહલીની ગેરહાજરીમાં મારે રણનીતિ વિશે વિચારવાની જરૂર નથી, ક્યાંય પણ બેટિંગ કરી લઈશ

રોહિત વનડે અને T-20માં રમવાનો જ નહોતો
શાસ્ત્રીએ કહ્યું કે, રોહિત ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં વનડે અને T-20 સીરિઝમાં રમવાનો જ નહોતો. તે આરામ કરીને એકદમ ફિટ થવા ઈચ્છતો હતો, પરંતુ તમે વધુ પડતો સમય આરામ કરી શકતા નથી. જો તે ટેસ્ટ સીરિઝમાં રમવા માગતો હોય તો તેણે 3-4 દિવસમાં ફ્લાઇટમાં બેસવું પડશે.

ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસનો શિડ્યૂલ:

મેચ તારીખ સ્થળ
1st ODI (ડે નાઈટ) 27 નવેમ્બર સિડની
2nd ODI (ડે નાઈટ) 29 નવેમ્બર સિડની
3rd ODI (ડે નાઈટ) 2 ડિસેમ્બર કેનબરા
1st T20 ( નાઈટ) 4 ડિસેમ્બર કેનબરા
2nd T20 (નાઈટ) 6 ડિસેમ્બર સિડની
3rd T20 (નાઈટ) 8 ડિસેમ્બર સિડની
1st Test (ડે નાઈટ) 17-21 ડિસેમ્બર એડિલેડ
2nd Test 26-30 ડિસેમ્બર મેલબોર્ન
3rd Test 07-11 જાન્યુઆરી સિડની
4th Test 15-19 જાન્યુઆરી બ્રિસ્બેન

Be the first to comment on "કોચની સ્પષ્ટતા: રોહિત અને ઇશાંત આગામી 4-5 દિવસમાં ઓસ્ટ્રેલિયા માટેની ફ્લાઇટમાં ન બેસે તો તેમના માટે ટેસ્ટ સીરિઝમાં રમવું અઘરું: શાસ્ત્રી"

Leave a comment

Your email address will not be published.


*