કોચની યંગ પ્લેયરને શીખ: શુભમન સાથે ફોટો શેર કરીને રવિ શાસ્ત્રીએ કહ્યું- ક્રિકેટ પર થયેલી સારી વાતચીતથી ઉત્તમ કઈ નથી

કોચની યંગ પ્લેયરને શીખ: શુભમન સાથે ફોટો શેર કરીને રવિ શાસ્ત્રીએ કહ્યું- ક્રિકેટ પર થયેલી સારી વાતચીતથી ઉત્તમ કઈ નથી


  • Gujarati News
  • Sports
  • Cricket
  • Sharing A Photo With Shubhaman, Ravi Shastri Said, “There Is Nothing Better Than A Good Conversation On Cricket.”

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિડની15 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ટીમ ઇન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રીએ યુવા ઓપનર બેટ્સમેન શુભમન ગિલ સાથેનો ફોટો શેર કર્યો.

ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયા સામે થનાર સીરિઝ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ટીમના હેડ કોચ રવિ શાસ્ત્રીએ રવિવારે યુવા બેટ્સમેન શુભમન ગિલ સાથે ટ્વિટર પર એક ફોટો શેર કર્યો છે. તે સાથે તેમણે લખ્યું કે, ક્રિકેટ પર થયેલી સારી વાતચીતથી ઉત્તમ કઈ નથી

ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયામાં 3 વનડે, 3 T-20 અને 4 ટેસ્ટ મેચોની સીરિઝ રમવાની છે. ટીમના અભિયાનની શરૂઆત 27 નવેમ્બરે વનડે મેચથી થશે.

ટીમની તૈયારીઓમાં વ્યસ્ત છે કોચ
આ પહેલા રવિ શાસ્ત્રીએ પ્રેક્ટિસ સેશનના ફોટોઝ ટ્વિટર પર શેર કર્યા હતા. ફોટોઝમાં તેમની સાથે હાર્દિક પંડ્યા, શાર્દુલ ઠાકુર અને શિખર ધવન દેખાયા હતા. કોરોના વચ્ચે ક્રિકેટ શરૂ થવા પર ટીમ ઇન્ડિયાના કોચે ખુશી વ્યક્ત કરતા કહ્યું હતું કે, કામ પર પરત ફરીને સારું લાગી રહ્યું છે.

ડે-નાઈટ ટેસ્ટમાં 50% ફેન્સને એન્ટ્રી મળશે
ડે-નાઈટ ટેસ્ટ એડિલેડમાં થશે. સરકારે 50% દર્શકોને મેચ જોવાની પરવાનગી આપી છે. આ સ્ટેડિયમની સીટિંગ કેપેસિટી 54 હજાર દર્શકોની છે. તે પછી ક્રિસમસ વીકમાં થનાર બોક્સિંગ ડે ટેસ્ટમાં 25 હજાર ફેન્સને એન્ટ્રી મળશે. આ સ્ટેડિયમની બેઠક ક્ષમતા એક લાખ છે. ફેન્સની સુરક્ષિત એન્ટ્રી અંગે વિક્ટોરિયન ગવર્મેન્ટ અને મેલબોર્ન ક્રિકેટ ક્લબે સાથે મળીને કોવિડ સુરક્ષા પ્લાન તૈયાર કર્યો છે.

આ પણ વાંચો: ટીમ ઇન્ડિયાનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ:બુમરાહ-શમી બધી વનડે અને T-20 રમશે કે નહીં તે અંગે સસ્પેન્સ યથાવત, ટેસ્ટ સીરિઝ પર રહેશે ફોકસ

ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસનો શિડ્યૂલ:

મેચ તારીખ સ્થળ
1st ODI (ડે નાઈટ) 27 નવેમ્બર સિડની
2nd ODI (ડે નાઈટ) 29 નવેમ્બર સિડની
3rd ODI (ડે નાઈટ) 2 ડિસેમ્બર કેનબરા
1st T20 ( નાઈટ) 4 ડિસેમ્બર કેનબરા
2nd T20 (નાઈટ) 6 ડિસેમ્બર સિડની
3rd T20 (નાઈટ) 8 ડિસેમ્બર સિડની
1st Test (ડે નાઈટ) 17-21 ડિસેમ્બર એડિલેડ
2nd Test 26-30 ડિસેમ્બર મેલબોર્ન
3rd Test 07-11 જાન્યુઆરી સિડની
4th Test 15-19 જાન્યુઆરી બ્રિસ્બેન

Be the first to comment on "કોચની યંગ પ્લેયરને શીખ: શુભમન સાથે ફોટો શેર કરીને રવિ શાસ્ત્રીએ કહ્યું- ક્રિકેટ પર થયેલી સારી વાતચીતથી ઉત્તમ કઈ નથી"

Leave a comment

Your email address will not be published.


*