કોંગ્રેસ મુખ્યાલયમાંથી સચિન પાયલટના પોસ્ટર હટાવાયા; ગેહલોત સમર્થકોએ નવા પ્રદેશ અધ્યક્ષનું નામ પ્રસ્તાવિત કર્યુ


  • 109 ધારાસભ્ય ગેહલોત સાથે હોવાનું કહેવાઈ રહ્યું છે, તેમને મુખ્યમંત્રીને સમર્થન પત્ર સોંપી દીધા
  • ધારાસભ્ય પક્ષની બેઠક પછી કોંગ્રેસના ધારાસભ્યોને દિલ્હી રોડ ખાતે આવેલી હોટલમાં રોકવાની ચર્ચા

દિવ્ય ભાસ્કર

Jul 13, 2020, 03:02 PM IST

જયપુર. સચિન પાયલટનું કોંગ્રેસની બહાર થવું લગભગ નક્કી છે. કોંગ્રેસના મહાસચિવ પીએલ પુનિયાએ દિલ્હીમાં કહ્યું ‘સચિન હવે ભાજપના થઈ ગયા છે. દરેકને ખબર છે કે કોંગ્રેસની ચૂંટેલી સરકારો પ્રત્યે ભાજપનું વલણ કેવું છે. અમારે ભાજપ પાસેથી કોઈ સર્ટિફિકેટની જરૂર નથી. કોંગ્રેસમાં તમામ નેતાઓ અને કાર્યકર્તાઓનું સન્માન કરવામાં આવે છે’ આ સાથે જ જયપુરમાં કોંગ્રેસ મુખ્યાલયમાં પાયલટના પોસ્ટર હટાવી દેવાયા છે. 
તો આ તરફ રાજસ્થાનમાં રાજકીય ખેંચતાણ વચ્ચે જો પાયલટ કોંગ્રેસની ધારાસભ્ય પક્ષની બેઠકમાં હાજરી નહીં આપે તો તેમને પાર્ટીમાંથી બહારનો રસ્તો દેખાડવાની પણ જાહેરાત થઈ શકે છે. કારણ કે ધારાસભ્ય પક્ષની મીટિંગ માટે વ્હીપ પહેલાથી જાહેર કરી દેવાયું છે. આ સાથે જ સમાચાર સામે આવી રહ્યા છે કે રઘુવીર મીણા અને મહેશ જોશીને આગામી પ્રદેશ અધ્યક્ષ બનાવાઈ શકાય છે. જેમાંથી ઘણા નામ હાઈ કમાન્ડને આપવામાં પણ આવ્યા છે.

સાથે જ હાલ 109 ધારાસભ્ય ગેહલોતના સમર્થનમાં હોવાનું કહેવાઈ રહ્યું છે. જે મુખ્યમંત્રીને સમર્થન પત્ર સોંપી ચુક્યા છે. આ માહિતી પ્રદેશ કોંગ્રેસ પ્રભારી અવિનાશ પાંડેએ પ્રેસ કોન્ફરન્સમાં આપી હતી. પાયલટ રાજ્યમાં ત્રીજો મોરચો પણ ઊભો કરી શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કોંગ્રેસના એક તૃતાંયીશ ધારાસભ્ય સચિન સાથે નવી પાર્ટી બનાવી શકે છે. પાયલટ આજે નવી પાર્ટીની જાહેરાત પણ કરી શકે છે. જેનું નામ ‘પ્રગતિશીલ કોંગ્રેસ’હોવાની ચર્ચા ચાલી રહી છે.

કોંગ્રેસ ધારાસભ્યોને હોટલ કે રિઝોર્ટમાં લઈ જવાશે 
ધારાસભ્ય પક્ષની બેઠક પછી કોંગ્રેસ ધારાસભ્યોને કોઈ હોટલ અથવા રિઝોર્ટમાં એક સાથે લઈ જવાની શક્યતા છે. તમામને દિલ્હી રોડ ખાતે આવેલી હોટલમાં લઈ જવાની ચર્ચા ચાલી રહી છે. અહીંયા અપક્ષ અને સમર્થક પક્ષોના ધારાસભ્યોને લઈ જવામાં આવશે. 

SOGની નોટિસ પછી પાયલટ નારાજ
પાયલટ ધારાસભ્યોના ખરીદ વેચાણ અંગે તપાસ કરી રહેલી SOGની નોટિસ મળ્યા પછીથી નારાજ છે. તેમણે કોંગ્રેસના અન્ય અપક્ષ ધારાસભ્યોનું સમર્થન છે. જો કે આ નોટિસ પાયલટ સાથે સીએમ ગેહલોત અને અન્ય ધારાસભ્યોને પણ આપવામાં આવી છે.

Be the first to comment on "કોંગ્રેસ મુખ્યાલયમાંથી સચિન પાયલટના પોસ્ટર હટાવાયા; ગેહલોત સમર્થકોએ નવા પ્રદેશ અધ્યક્ષનું નામ પ્રસ્તાવિત કર્યુ"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: