કોંગ્રેસ નેતાઓના 24 સ્થળો પર આવક વેરા વિભાગે દરોડા પાડ્યા, કોંગ્રેસે કહ્યું- ડરાવવા માટે કાર્યવાહી થઈ


  • કોંગ્રેસના પ્રદેશ ઉપાધ્યક્ષ અને જ્વેલરી કંપનીના માલિક રાજીવ અરોડા અને કોંગ્રેસ નેતા ધર્મેન્દ્ર રાઠોડને ત્યાં દરોડા
  • આ બન્ને નેતા ગેહલોતના નજીકના સહયોગી છે,રાજસ્થાનમાં પાર્ટીના ઈલેક્શન કેમ્પેઈન સહિત ફન્ડિંગની કામગીરી જોઈ રહ્યા છે

દિવ્ય ભાસ્કર

Jul 13, 2020, 07:49 PM IST

જયપુર. રાજસ્થાન કોંગ્રેસમાં ગજગ્રાહ જારી છે. આ સ્થિતિમાં પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ અને આમ્રપાલી જ્વેલરી ફર્મના માલિક રાજીવ અરોડા તથા કોંગ્રેસ નેતા ધર્મેન્દ્ર રાઠોડને ત્યાં આવક વેરા વિભાગે દરોડા પાડ્યા છે. રાજસ્થાન, દિલ્હી અને મહારાષ્ટ્રમાં આ બન્ને નેતાના 24 સ્થળો પર કાર્યવાહી કરવામાં આવી છે. બન્ને નેતા ગેહલોતના ખૂબ જ નજીકના માનવામાં આવે છે. તેઓ પક્ષનુ ઈલેક્શન મેનેજમેન્ટ તેમ જ ફન્ડિંગ કામગીરીની જવાબદારી જોવે છે.

અપક્ષ નેતાઓને ત્યાં પણ દરોડા પડે તેવી શક્યતા
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ જયપુર નજીક કૂકસ સ્થિત હોટેલ ફેર માઉન્ટમાં પણ દરોડા પાડ્યા છે. આ હોટેલ અશોક ગેહલોતના દિકરા વૈભવ ગેહલોતના સંબંધિની છે. બિયારણ નિગમના ભૂતપુર્વ અધ્યક્ષ ધર્મેન્દ્ર રાઠોડના જયપુર સ્થિત એપાર્ટમેન્ટ પર પણ દરોડા પાડવામાં આવ્યા છે. આવક વેરા વિભાગની ટીમ રાઠોડના નિવાસ સ્થાન પર પહોંચી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કરચોરીની ફરિયાદને ધ્યાનમાં રાખીને આ દરોડા પાડવામાં આવ્યા છે.

કોંગ્રેસે કાર્યવાહીને લઈ પ્રશ્નો કર્યા
રાજસ્થાનમાં સરકાર પાડવાને લગતી ફરિયાદો વચ્ચે દરોડાને લઈ હવે રાજકારણ ગરમાયુ છે. કોંગ્રેસે કહ્યું છે કે ભાજપ અયોગ્ય રીત અપનાવી રહ્યું છે. રાજકીય ચર્ચા એવી પણ છે કે ગેહલોતના નજીકના કેટલાક અપક્ષ ધારાસભ્યોના ઘરો અને ફર્મો પર પણ દરોડા પડી શકે છે.

સુરજેવાલે કહ્યું- ભાજપ અયોગ્ય પદ્ધતિ અપનાવી રહ્યું છે
કોંગ્રેસ નેતા રણદીપ સિંહ સુરજેવાલાએ એવો આરોપ મુક્યો છે કે ભાજપ તરફથી દરેક વખત તપાસ એજન્સીઓને આગળ કરવામાં આવી રહી છે. આજે સવારથી જ કોંગ્રેસના સાથીઓને આ પ્રકારની દરોડા 

Be the first to comment on "કોંગ્રેસ નેતાઓના 24 સ્થળો પર આવક વેરા વિભાગે દરોડા પાડ્યા, કોંગ્રેસે કહ્યું- ડરાવવા માટે કાર્યવાહી થઈ"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: