કોંગ્રેસે વ્હિપ જાહેર કર્યું, ધારાસભ્ય પક્ષની બેઠકમાં ગેરહાજર રહેવા પર થશે કાર્યવાહી, કહ્યુ- 109 ધારાસભ્ય સાથે, પાયલટનો દાવો- 30 MLAનો સપોર્ટ


 • કોંગ્રેસે ભાજપના ધારાસભ્યો પર હોર્સ ટ્રેડીંગનો આરોપ લગાવ્યો, કહ્યું- ભાજપ સરકાર તોડવા માંગે છે
 • ACBનો ખુલાસો- 3 અપક્ષ ધારાસભ્યો મોટી રકમ લઇને ધારાસભ્યોને તોડવા ગયા હતા, ફરિયાદ દાખલ

દિવ્ય ભાસ્કર

Jul 13, 2020, 05:35 AM IST

જયપુર. રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર મુશ્કેલીમાં નજર આવી રહી છે. નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટે રવિવાર સાંજે દાવો કર્યો કે 30 ધારાસભ્યો તેમના સમર્થનમાં છે અને રાજ્યની ગહેલોત સરકાર લઘુમતિમાં છે. તેની સાથે જ પાયલટે ગહેલોત સાથે મનદુખ હોવાનું પણ સ્પષ્ટ કર્યું છે. પાયલટે કહ્યું કે, તેઓ સોમવારે ધારાસભ્ય પક્ષની બેઠકમાં સામેલ નહીં થાય. સમાચાર અનુસાર પાયલટ સહિત કોંગ્રેસના 12 અને 3 અપક્ષના ધારાસભ્યો દિલ્હી અને હરિયાણાની હોટલમાં છે. જો કે રાજસ્થાન કોંગ્રેસના ઇન્ચાર્જ અવિનાશ પાંડેએ કહ્યું કે, અમારી પાસે 109 ધારાસભ્યોના સમર્થન પત્ર છે. પાર્ટીએ ધારાસભ્ય પક્ષની બેઠકમાં બધા ધારાસભ્યોને હાજર રહેવા માટે વ્હિપ જાહેર કર્યું છે.

હકીકતમાં સચિન પાયલટ ધારાસભ્યોના હોર્સ ટ્રેડીંગની તપાસ કરી રહેલી SOGની નોટિસ બાદ નારાજ છે. તેમને કોંગ્રેસ અને કેટલાક અપક્ષ ધારાસભ્યોનું સમર્થન છે. દરમિયાન મુખ્યમંત્રી અશોક ગહેલોતે રવિવાર રાત્રે 9 વાગ્યે ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી. જ્યાર બાદ ગહેલોત સમર્થક ધારાસભ્યએ દાવો કર્યો કે અમારા જેટલા ધારાસભ્યો પક્ષ છોડીને જશે તેનાથી વધુ ધારાસભ્યો અમે ભાજપમાંથી લઇ આવીશું. 

રાજસ્થાનના રાજકારણ અંગે અપડેટ્સ

 • રાત્રે 3. 15 વાગ્યે: પાંડેએ કહ્યુ- પાર્ટીએ ધારાસભ્ય પક્ષની બેઠકમાં બધા ધારાસભ્યોને ફરજીયાત હાજર રહેવા માટે વ્હિપ જાહેર કર્યું છે. તે અનુસાર જો કોઇ ધારાસભ્ય આ બેઠકમાં કોઇ ખાસ કારણ વિના ગેરહાજર રહેશે તો તેના વિરૂદ્ધ કડક પગલા ભરવામાં આવશે.   
 • રાત્રે 3. 00 વાગ્યે: રાજસ્થાન કોંગ્રેસના ઇન્ચાર્જ અવિનાશ પાંડેએ કહ્યુ- 109 ધારાસભ્યોએ પત્ર પર સહી કરી પોતાનો ભરોસો અને સમર્થન મુખ્યમંત્રી અશોક ગહેલોતની સરકાર અને સોનિયા ગાંધી તથા રાહુલ ગાંધીના નેતૃત્વ પર વ્યક્ત કર્યું છે. કેટલાક ધારાસભ્યો સાથે મુખ્યમંત્રીએ ફોન પર ચર્ચા પણ કરી છે. સોમવાર સવાર સુધીમાં તેઓ પણ પોતાના સમર્થન પત્ર મુખ્યમંત્રીને સોંપશે. 

 • રાત્રે 10.40 વાગ્યે: ગહેલોતના ઘરે યોજાયેલ બેઠકમાં કોંગ્રેસના 75 ધારાસભ્ય-મંત્રીઓ હાજર રહ્યા હતાં. આ બેઠકમાં ગેરહાજર રહેલા ધારાસભ્યો પર બાદમાં નિર્ણય લેવામાં આવશે. મુખ્યમંત્રી ગહેલોતએ અજય માકન, રણદીપ સુરજેવાલા અને અવિનાશ પાંડેય સાથે બેઠક કરી. 

 • અશોક ગેહલોતે સોમવારે સવારે 10.30 વાગ્યે ધારાસભ્ય પક્ષની બેઠક બોલાવી છે. દરેક ધારાસભ્યોને જયપુર પહોંચવાનું કહેવામા આવ્યું છે. 
 • કેન્દ્રએ રણદીપ સુરજેવાલા અને અજય માકનને ઓબ્ઝર્વર બનાવીને જયપુર મોકલ્યા છે. તેઓ અહીં ધારાસભ્યો સાથે વાતચીત કરશે. 
 • જ્યોતિરાદિત્ય સિંધિયાએ ટ્વિટ કર્યું- જૂના મિત્ર પાયલટને જોઇને દુખી છું, જેના પર ગેહલોત સરકારે કેસ કર્યો. કોંગ્રેસમાં યોગ્યતાની કદર નથી. 
 • કપિલ સિબ્બલે પોતાની પાર્ટી પર કટાક્ષ કર્યો- ઘોડા તબેલામાંથી જતા રહેશે પછી કોંગ્રેસ જાગશે ?
 • અશોક ગેહલોત સવારથી તેમના નિવાસસ્થાને કોંગ્રેસના ધારાસભ્યો અને મંત્રીઓને મળી રહ્યા છે. દરેક મંત્રીઓ અને ધારાસભ્યોને જયપુર પહોંચવાનું કહેવામા આવ્યું છે.

દિલ્હી ગયેલા બે ધારાસભ્યોના સૂર અલગ

દિલ્હી ગયેલા કોંગ્રેસના ધારાસભ્યો દાનિશ અબરાર અને રોહિત બોહરાએ જયપુર આવીને કહ્યું કે તેઓ વ્યક્તિગત કારણોના લીધે દિલ્હી ગયા હતા. મીડિયા ને જે કહેવું હોય તે કહી શકે છે. અમે કોઇ પણ વિવાદમાં સામેલ થવા માગતા નથી. અમે કોંગ્રેસના સિપાહી છીએ અને છેલ્લા શ્વાસ સુધી કોંગ્રેસની સાથે જ રહીશું. 

SOG નોટિસ મળવાના લીધે સચિન નારાજ

રિપોર્ટ અનુસાર SOGએ નોટિસ મોકલી તેના લીધે સચિન પાયલટ નારાજ છે. આ નોટિસ ધારાસભ્યોની હોર્સ ટ્રેડીંગ મામલામાં ઇશ્યૂ કરવામા આવી છે. તેથી તેમની પૂછપરછ કરવામા આવશે. ગૃહ વિભાગ મુખ્યમંત્રી અશોક ગેહલોત હસ્તક છે. તે રીતે SOG દ્વારા આ નોટિસ પાયલટની મુવમેન્ટ જાણવા મોકલવામા આવી હોવાનું ચર્ચાઇ રહ્યું છે.  જોકે SOGએ મુખ્યમંત્રી અશોક ગેહલોત સહિત અન્ય મંત્રીઓને પણ નોટિસ મોકલી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સચિન પાયલટના સમર્થકો પણ નોટિસથી નારાજ છે. તેમણે કહ્યું કે હવે તો બધી હદ પાર થઇ ગઇ છે, અને તેમની સાથે કામ કરવું અશક્ય છે. 

મુખ્યમંત્રીએ મોરચો સંભાળ્યો, ધારાસભ્યો સાથે વાત કરી રહ્યા છે
મુખ્યમંત્રી અશોક ગેહલોત અત્યારે મોરચો સંભાળી રહ્યા છે. તેઓ ધારાસભ્યો સાથે ફોન પર વાતચીત કરી રહ્યા છે. પ્રભારી સાલેહ મોહમ્મદ પણ એક્ટિવ મોડમાં છે. રિપોર્ટ અનુસાર દરેક ધારાસભ્યોને જયપુર બોલાવવામાં આવી શકે છે. 

અપડેટ્સ

 • ભાજપના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ ઓમ માથુરે કહ્યું- કોંગ્રેસ વચ્ચે અવાનરવાર આ પ્રકારના સમાચાર આવતા રહે છે. અશોક ગેહલોત તેનો આરોપ ભાજપ પર નાખી રહ્યા છે. તેમને તેમનું ઘર જોવું જોઇએ. જ્યારે ગેહલોત સરકારનું ગઠન થયું હતું ત્યારથી આ સંકટ ચાલી રહ્યું છે. પાયલટ અને ગેહલોતની લડાઇ તેનું મુખ્ય કારણ છે. ગેહલોત ભાજપને દોષ આપી રહ્યા છે. 
 • જયપુરમાં મુખ્યમંત્રી ગેહલોતના આવાસ પર મંત્રીઓ પહોંચી રહ્યા છે. ચિકિત્સા મંત્રી રઘુ શર્મા, ગોવિંદસિંહ ગોટાસરા, હરીશ ચૌધરી પહોંચ્યા છે. તેઓ વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરશે. 

કપિલ સિબ્બલનું ટ્વિટ- પાર્ટી માટે ચિંતિત છું.

આ ધારાસભ્યો દિલ્હી પહોંચ્યા
સુરેશ ટાંક, મહેન્દ્રજીત સિંહ માલવીય, ઓમ પ્રકાશ હુડલા, રાજેન્દ્ર બિધુડી, પીઆર મીણા દિલ્હી પહોંચ્યા છે. તે સિવાય ધારાસભ્ય રોહિત બોહરા, ચેતન ડૂડી અને દાનિશ અબરાર પણ રાજધાનીમાં છે. ભાસ્કરે આ ત્રણેય સાથે વાત કરી તો જવાબ મળ્યો કે વ્યક્તિગત કામના લીધે દિલ્હી આવ્યા છે. 

મુખ્યમંત્રીએ બેઠક કરી
મુખ્યમંત્રી અશોક ગેહલોતે રવિવારે રાત્રે 8.30 વાગ્યે કેબિનેટ મંત્રીઓની બેઠક કરી હતી. તેમાં 12 મંત્રી અને 12 ધારાસભ્યો હાજર રહ્યા હતા. લગભગ 2 કલાક ચાલેલી આ બેઠકમાં ગેહલોતે દરેક મંત્રીઓને નિર્દેશ આપ્યા કે તેઓ તેમના વિસ્તારના ધારાસભ્યો સાથે સંપર્કમાં રહે અને કોઇ જાણકારી મળે તો સૂચના આફે. દરેક મંત્રીઓને તેમના વિસ્તારની મુલાકાત લેવા માટે પણ કહ્યું છે. 

ત્રણ અપક્ષ ધારાસભ્યો સાથે કોંગ્રેસે છેડો ફાડ્યો
ડુંગરપુર અને બાંસવાડાના ધારાસભ્યોને પૈસા આપવાના મામલે ACBએ શનિવારે ત્રણેય અપક્ષ ધારાસભ્યો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. તેમાં મુહવાથી ઓમપ્રકાશ હુડલા, અજમેર કિશનગઢના સુરેશ ટાંક અને પાલી મારવાડ જંક્શનના અપક્ષ ધારાસભ્ય ખુશવીરસિંહ સામેલ છે. તપાસમાં સામે આવ્યું છે કે તેમની પાસે મોટી રોકડ હતી. ત્રણેય ધારાસભ્યોએ ધારાસભ્યોને પ્રલોભન આપ્યું હતું. ત્રણેય ધારાસભ્યો સાથે કોંગ્રેસે છેડો ફાડ્યો છે. 

ગેહલોતે કહ્યું- કેન્દ્રના ઇશારે પૂનિયા, રાઠોડ અને કટારિયા સરકાર પાડવામાં વ્યસ્ત
મુખ્યમંત્રી અશોક ગેહલોતે શનિવારે પ્રેસ કોન્ફરન્સમાં ભાજપના નેતા ગુલાબચંદ કટારિયા, પ્રદેશ અધ્યક્ષ ડો. સતીશ પૂનિયા અને વિપક્ષના નેતા રાજેન્દ્ર રાઠોડનું નામ લીને કહ્યું- આ લોકો કેન્દ્રના નેતાઓના ઇશારે રાજસ્થાનમાં સરકાર તોડવા માટે રમત રમી રહ્યા છે. એક તરફ રાજ્ય સરકાર કોરોના સામે લડી રહી છે પરંતુ ભાજપ સરકાર પાડવામાં વ્યવસ્થ છે. તેમણે કહ્યું કે જેમ માર્કેટમાં બકરા વેચાય છે એવી જ રીતે ભાજપ ખરીદીને રાજકારણ રમવા માગે છે.

રાજસ્થાન વિધાનસભાની વર્તમાન સ્થિતિ: કુલ સીટ: 200

પાર્ટી ધારાસભ્યોની સંખ્યા
કોંગ્રેસ 107
ભાજપ 72
અપક્ષ 13
RLP 3
BTP 2
ડાબેરી 2
RLD  1Be the first to comment on "કોંગ્રેસે વ્હિપ જાહેર કર્યું, ધારાસભ્ય પક્ષની બેઠકમાં ગેરહાજર રહેવા પર થશે કાર્યવાહી, કહ્યુ- 109 ધારાસભ્ય સાથે, પાયલટનો દાવો- 30 MLAનો સપોર્ટ"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: